RSS

Gujarati Shayri & Kavita Part 3

21 ઓક્ટોબર

માણસ એક એવો ખજાનો છે,
જેને ન ખોલીએ તો જ મજાનો છે.

*******

આમ ને આમ તો મારે ક્યા સુધી સેહવુ…

તારુ હોવુ ઓનલાઇન ને મારે એને જોતા રેહવુ…

*******

હથેળી તારા હાથ માં સોપી દીઘી છે જ્યારે;

હવે હસ્તરેખાઓ જોવા ની ક્યાં જરુર છે મારે…!!

*******

એ કાગળા તુ ક્યા છે?
એમની યાદો નુ શ્રાધ્ધ કરવુ છે મારે…

*******

કેવળ દવાથી રોગ અમારો નહી મટે,
સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં..!!!

*******

જુઠા ના પડે ક્યાંક તબીબોના ટેરવાં ,
પ્રેમીની નાડ છે, મામુલી નસ નથી.

*******

ભાર એવો આપજે કે,
હું જુકી ના શકુ.

સાથ એવો આપજે કે,
હું મૂકી ના શકુ…..!!

*******

નથી હાથમાં એના કે કરે એક તણખલા નું યે સર્જન,

લો લઇ હાથમાં નીકળ્યા એ કરવા તારું વિસર્જન.

*******

પ્રેમ એટલે
‘તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ…

*******

હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,

મને સંભાળી શકે એવી તું એક જ છે..!!

*******

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે.. એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે.. એ પ્રેમ છે..
હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે.. એ પ્રેમ છે..
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે.. એ પ્રેમ છે..
‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે.. એ પ્રેમ છે..
બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે.. એ પ્રેમ છે..
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે.. એ પ્રેમ છે..
રાત આખી બેકરારી થઈ, મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને.. એ પ્રેમ છે..

*******

ફૂલ નહિ..
પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે…
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો…
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે…
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે….

*******

વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા

બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા

શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં.
જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા…

*******

તને લખતા લખતા,

જાત ભુસાઇ મારી…!!
ચિરાગ ભટ્ટ

*******

કલમ ને વિરામ આપું,
હું દર્દ ને આરામ આપું…!
ચિરાગ ભટ્ટ

*******

ગોખવા નથી બેઠો કયારેય તને,

છતાં શ્વાસોશ્વાસ ના સોગંધ કડકડાટ યાદ છે તું મને…

*******

પસંદ કરેલી ખોટી વ્યક્તિ,
હંમેશા જીવન માં સાચા સબક સીખવી જાય છે.

*******

મારી આવડી અમથી આંખમાં..હું બેઉને કેમ સમાવું ???
નીંદર કહે હું અંદર આવું…સપના કહે હું બહાર ના જાઉં..

*******

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે,
જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે..

*******

તરછોડી ગયા આખર
કંઇક તો સમજદાર તમે પણ નિકડ્યા…

*******

તમારો એ જ સિતમ રહ્યો,
મારા કરતા અન્ય કોઇ ઉત્તમ રહ્યો.

*******

હું તો માત્ર લાગણી વ્યકત કરુ છુ.
હા લખાણ થી,પણ પ્રેમ તો સશક્ત કરુ છુ.

વિપુલ બોરીસા

*******

ચાંદ ની જેમ વાદળ માં હજુ છુપાયો નથી.
સાથે જ છું તારા,હજી થયો હું પડછાયો નથી.

વિપુલ બોરીસા

*******

હવે હું છૂટો-છવાયો રહું છું.
બસ,એના માં જ અટવાયો રહું છું.

વિપુલ બોરીસા

*******

શબ્દ ને મેં પ્રાણ આપ્યાં છે.
એટલે જ જીવતો રહું છું,કવિતા ઓ માં.

વિપુલ બોરીસા

*******

હૈયે તો છુ પણ હોઠે થી
ભુલાઇ ગયેલો માણસ છું
હુ મારા ડાબા હાથે ક્યાંક
મુકાઇ ગયેલ માણસ છું…

*******

100%સચ્ચાઈ કયાં થી લાવવી … !!!
એટલી લુચ્ચાઇ કયાંથી લાવવી … ???

*******

કહો મને કેટલા પથ્થરો નાખશો?
હ્રદયમાં મારા ઠેર ઠેર ખાડાઓ પડ્યા.

*******

હુ તુજ સુધી પહોચતા કદાચ રડી પડીશ
તુટયો છુ એટલો ભિતરથી કે ખરી પડીશ

*******

દરેક કણ તારા વિના અધુરો લાગે,
તું સાથે તે સમય કેવો મધુરો લાગે.

*******

એવા કયા ઘાવ છે,
જે મેં સહ્યા ન હોય..?

હા,
એવું બને કે, મેં, તમને કહ્યા ન હોય.

*******

તારી ગેરહાજરી એટલે “ફીલ”…

અને તારી હાજરી એટલે “મહેફિલ”…..

*******

દુનિયામા સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો,

એમા તમે જરાક વધારે ગમી ગયા……

*******

ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં,

ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં…

*******

તબક્કે તબક્કે તફાવત નડે છે,
મને, માત્ર મારી શરાફત નડે છે,

ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
કે સરવાળે, એકાદ અંગત નડે છે ……..

*******

ટૂંકી વાત:
આંખો બંધ થાય
તે પહેલા “ઉઘડી” જાય
તો આખો જન્મારો સુધરી જાય.

*******

જયારે નથી ગમતું,
ત્યારે
ગમતું પણ નથી ગમતું…

*******

તારા બે ચહેરા જોયા પછી આ એકલતા જ પસંદ છે મને,
જે પોતાનો માની કહ્યા’તા કદી… એ શબ્દોનો રંજ છે મને..

*******

‘પ્રસંગે પ્રસંગે મહોરાં ચડે છે,
અસલ જાત માણસ હવે ક્યાં જડે છે ?’

રાસાયણિક લાગણી છે દિલમાં
નિર્દોષ ખીલતા સંબંધો હવે ક્યાં જડે છે ?’

*******

જો બને તો મારાથી દુર જ રહેવું,
ઘણું અઘરું છે પ્રેમ નુ મીઠુ લાગતું દર્દ સહેવુ !!!

*******

દિલ પણ તારું મરજી પણ તારી પણ એક વાત કહું તને મઝા પડશે

એક સોમવારે કામ કાજ માંડી વાળી ને બેફામ રખડ્શું સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં આપણ ને કોઈ નહિ નડશે સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને હરજે ફરજે બહુ ફરક પડશે સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર વરસાદી પોરાં ઝીલશું હૈય્યે ઠંડક પડશે સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી તને બાળપન જડશે સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા એવું વર્ષો પછી ખબર પડશે સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે એક રજા પડશે પણ સાચું કહું મઝા પડશે !!

*******

કીમત વધતી જાય છે મીત્રોના શબ્દો મા….

લોકર ખોલવુ પડશે મારે પણ હૃદય મા…..!!!

*******

ગરીયા જેની સાથે ફેરવ્યા હોય
તેને જી-ગરીયા કે’વાય…

*******

એક વૃક્ષ અપલોડ કરી જુઓ…!!
વાદળોનું ટોળું આવશે લાઇક કરવા…!!.

*******

પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના નસીબના પન્ના કોરા નથી હોતા…

*******

બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
હું જાણું છું એ કેમ થયો છે;
કહું! કોઈને કહેશો નહિ કે,
પહેલી જ નજરે પ્રેમ થયો છે.

*******

પ્રેમ ની દવા શોધાય તો ઠીક,
બાકી તારા સ્પર્શ જેવુ કંઇજ નઈ.

*******

આમ તો હવે આખા જગ સાથે લડી જાવ છું,
પણ કોઇ હવે પ્રેમ બતાવે તો ડરી જાવ છું

*******

મજાક મજાકમાં અમે “ધબકારો” શું ચૂકી ગયા…

એ તો હસતાં હસતાં અમને”સ્મશાન” સુધી મૂકી ગયા…

*******

જીવન રાખ જેવુ હતુ
પછી સ્મશાને બાળવા ની શુ જરુર હતી

*******

તુ મને જ્યારે હળવેથી અડકે
લાગે ઉભો છુ સવારના તડકે

*******

જે મજા‪ ‎લાલ પાણી‬મા છે ,

એ મજા‪ માલ પાણી‬મા નથી મારા વાલીડા . . .

*******

ટચુકડી વાર્તા

” જે ખીલી ઉચી રહેશે તેના પર ચોક્કસ હથોડી પડશે”….

*******

એક સત્ય હકીકત..

જે તમારી સાથે વાત કરવાનુ બંધ કરે છે,
એ બીજા પાસે તમારી વાતો કરે છે..

*******

મનને મનાવીએ તો માની જાય ડાહ્યુ છે બીચારૂ,

પણ પેલી યાદો બહુ નકટી એ મનની કાન ભંભેરણી કર્યા જ કરે…

*******

એક બાજી જીતવા, બાજી ઘણી હારી ગયો ,

ના મળે કિસ્મત વગર એ વાત, હું માની ગયો….

*******

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..
દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

*******

યાદોની ભરમાર ને બાજુ માં રાખુ છું,
નથી તુ મારી છતા હૈયા માં રાખુ છું….

*******

ક્યાં લગી કરવા છે તારે પારખા સંબંધના?

લાગણી સાચી જ સૌ દર્શાવે એવી જીદ ન કર

*******

ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી,

શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી ?

*******

બસ એક જ તુ મારી ના થઈ …. ,
બાકી આ દુનિયા માં તો…
ના થવા જેવુ પણ ઘણું થાય છે..!!

*******

મારું જીવન જુઓ તો સદાબહાર છે,
જે કંઇ મળ્યું છે એ મારા ગજા બહાર છે.

*******

મીઠુ સ્મિત,
તીખો ગુસ્સો
અને
ખારા આંસુ.

આ ત્રણેય થી બનતી વાનગી એટલે,

“જિંદગી”.

*******

કાયમ મારે સપનાઓને અધુરાં જ મુકી જવાનું
હે ઇશ્વર, મારું છે બસ આટલું જ માંગવાનું
રાતને થોડી લંબાવામાં તારું ક્યાં કશું જવાનું……

*******

આમ તો જીવન ની દરેક બાબત માં હિસાબ લગાવા માં પાક્કો જ છું હું
ખબર નહિ આ પ્રેમ અને પ્રેમ ની વાતો આવે છે તો
“અભણ” કેમ નો બની જાઉં છું હું ?….

*******

હે દોસ્ત, સીધો તીર જેવો કોઈ પ્રશ્ન ન કર,
આ મારો ચહેરો માત્ર ચહેરો છે, કૈં ઢાલ નથી

*******

રચનાઓનો પડ્યો દુકાળ ….
કારણ ,
એક તો તારો અભાવ
અને
તારા વીના ન રહેવુ એ મારો સ્વભાવ….!!!

*******

નદી ઠપકો આપી ને આગળ વધી ગઈ,
પથ્થર નુ હૈયુ ચીરતી ગઈ..

*******

ભલે ના સમજે અહી કોઈ તારી ને મારી વેદના ,

ચાલ ને સમજી લઈએ આપણે એકબીજાની સંવેદના..

*******

ક્યારેક કાગળ કોરો છોડી દેવાની પણ મજા છે,
લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ….!

*******

કોઈ શાયર કોઈ ફકીર બની જાય
તને જે જુએ એ ખુદ તસ્વીર બની જાય,
ન તો મોસમની જરૂર છે ન તો ફૂલોની
જ્યા તુ પગ મુકે ત્યાં કાશ્મીર બની જાય.

*******

કહેવત : ” પૈસો બોલે છે ”

બોલતા તો નહીં,
પણ
ચૂપ કરાવતા જોયો છે….!!

*******

કમાલ છે ને
દુનિયા છોડી તમે
દિલ મા વસ્યા..!!
– ચિરાગ ભટ્ટ

*******

કયારેક તારા વગર પણ સાંજ સુંદર લાગે છે મને,

જ્યારે ડુબતો સુરજ તારી યાદમાં ડુબાડે છે મને.

*******

બહુ ચોટ ખાધા કરી માણસ બની,
હાલ થોડો પથ્થર બની જીવી લવું…

*******

કદી પોતાની વાત વિચારી નહીં,
આટલી બધી સરળતા સારી નહીં.

*******

જમવુ તો માંના હાથનું…
પછી ભલેને ઝેર હોય….
રેવુ તો ભાયુ ભેગુ…
પછી ભલેને વેર હોય….

*******

મૌનની તિરાડમાંથી શબ્દોનું અજવાળું દેખાય,

તમારા અબોલામાં મને મનગમતા શબ્દો સંભળાય !!!

*******

મુઠ્ઠીમાં કેટલીય ગડમથલ સર્જાણી હશે,
ત્યારે માંડ આ આબરું સચવાણી હશે.

*******

MOTHER નો “M” જ મહત્વ નો છે…

એના વિના જગત આખું OTHER..

*******

મન દુઃખો નું મેન્યુફેક્ચરીંગ કરે છે,

જયારે સ્વભાવ અને જીભ એનું માર્કેટિંગ કરે છે

*******

તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું???

********

ચિંતા દેણું અને પ્રેમ કોઈ કરતું નથી…….

પણ થઈ જાય છે. …….

*******

કાગળ પર જ કરતો રહ્યો લાગણી ઓનો મારો

પછી કલમે જ કહી દીધું કે તારું કોઈ નહીં પણ તું આજ થી મારો

*******

તું પણ મને બાળી શકે છે, મારામાં પણ થોડોક રાવણ છે…..

શર્ત એટલી કે તારામાં સંપુર્ણ રામ હોવો જોઈએ.

*******

સુગંધ કેમ ન આવી
મારી તસ્વીર પર હાર તો
સુખડ નો છે.

MV

*******

લખેલી છે પ્રતીક્ષા કિસ્મતમાં તોય કિસ્મત સારી છે
તારી યાદોમાં વીતતી એકે એક પળ પુંજી મારી છે …

*******

તારા ગયા પછી દિન રાત તડપાવતી તારી યાદનો વારસો મારે નથી જોયતો
કંઈક આપવું જ હોય તો તારા સ્મરણોથી આઝાદી આપ તારા હાથમાં હોય તો….

*******

જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી…

સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ…!!!

*******

લઈ આવો ગમે ત્યાંથી મહોબ્બત ના ડોક્ટર ને,,,,

મારા ગ્રુપ માં બધા પ્રેમના દર્દીઓ છે. ….!!

*******

લાગણી આપ
નફરત તો ઘણા
કરશે મને

*******

“સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે ,

પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે.”

*******

કઠીન ઉજાગરા નોરતાના અમસ્તા થાય નહી,

નકકી તારા પાલવ ના આભલા મને આંજી દે છે.

*******

મળી જો તમારી સાથે આંખ…
થઇ ગઇ અફીણી અફીણી સાંજ….

💟Rajni💟

*******

કોઈકે પુછી લીધુ કેમ વહેલા સુઈ જાઓ છો ગરબા નથી રમતા કે શુ?
કઇ રીતે જવાબ આપુ એમને
કે ,
કોઈક દીલ સાથે રમી ગયુ તો હવે ગરબા કોની સાથે રમુ…..:|:|:|

*******

શું ખરીદવા નીકળ્યો છું
દુનિયાની ભીડ માં,
આજ સુધી એજ ખબર નથી,

પણ એટલું ચોક્કસ જાણું છું કે,

નીકળ્યા પછી બસ વેચાતો જ આવ્યો છું.

*******

કાશ !
હુ સમજી શકું કે ‘તરસવુ ‘ અને ‘વરસવુ ‘
આ બે શબ્દો વચ્ચે એક અક્ષરનો નહી , એક અર્થનો તફાવત છે….!

*******

જ્યારે જ્યારે તારું નામ હોઠો પર રમતું આવે છે,
ત્યારે ત્યારે હોઠો પર ગીત મન-ગમતું આવે છે…

*******

બાવળને પણ એ એક ક્ષણ ગમી હશે ….

કોઇ વેલ જ્યારે તેની તરફ નમી હશે……

*******

ચાલ, વહાલ વાવી જોઈએ,,,

ઉગે છે શું તપાસી જોઈએ..!!

*******

તેમના મુખ ને ચાઁદ ની ઉપમા ન દેશો,
ચાઁદ બહું બહું તો તેના ગાલ પરના તલ જેવો છે…

*******

ધબકતું નથી હૈયું….
કંઇક કાંકરીચાળો કરને….

💟Rajni💟

*******

લે છે… selfi હરઘડી….
કયારેક મનની પણ selfi લઇ લે……

💟Rajni💟

*******

અંદર સુધી ઝાંકવાની આદત ખરી….
બસ…ડૂબવાની બીક લાગે છે…

💟Rajni💟

*******

રૂપથી અંજાઇને આંખો અંધ થઇ ગઈ,
તો એ રૂપ મટીને પછી સુગંધ થઇ ગઇ!

*******

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી . . .
ગમ ની મહેફિલ પણ ખુબ સુંદર જામે છે ।।

*******

બસ બહાનું જોઈતુ હોઈ છે એને ઝગડો કરવાનું…,

બાકીપ્રેમ તો એનોમારા કરતા પણ વધારે છે…

*******

હુ દુઆ મા માંગતો રહી ગયો
કોઇકે તને ટુટેલા તારા પાસે માંગી લીધી

*******

એવી રીતે તુ અળગી થઇ
મારી આત્મા પણ સળગી ગઇ

*******

મારા સ્વપ્ન ઉપર એ હસી …..
પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું

*******

મોકલતી ના મને કંકોત્રી હું વાંચી ના શકીશ,
આમેય, હું મારી બરબાદી પર નાચી ના શકીશ…

*******

હીરાકણી થી પણ ના તૂટે તેવુ હ્રદય,
બસ તેની એક ‘ના’ થી તુટી ગયુ.

*******

તરસ છે એટલે તો જીદગી સરસ છે ,

બાકી તો આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે

*******

કેમ આટલી વાર પુછે છે કે , શું થયું છે…

નઈ તો હવે સાચુ જ બોલાઈ જશે , પ્રેમ…

*******

તારા પર કવિતા
હું શી રીતે લખી શકું?
તું તો
સ્વયમ
એક કવિતા છે
જે
પ્રકૃતી એ લખી છે!

*******

Recycle binમાં પડેલાં
વીતેલાં વર્ષો
Restore કરી શકે એવું
Software ક્યાંથી મળશે?
Budgetનો
કોઇ Problem નથી!

*******

રહેવા દે ને મુજને…. સાવ અળગો….અલગ….
તું સમજ ને મને થોડો…થોડો…
શા માટે તું બીજા સાથે સરખાવે છે …
શું અલગ ના હોય શકું..? !!!
શું ફેર ના હોય મારી વિચારસરણી….મારા સ્વભાવમાં…? !!!!
જરુરી નથી કે હું બધા સાથે ચાલું……મારો પણ ચીલો નોખો હોય..

હું તો હમેશાં અલગ જ સમજુ છું તને બધાથી..
મારા માટે…
તો પણ આવું કેમ….

મારા એક-એક શબ્દને અડકી જો….તેની લાગણીની ભિનાશને અનુભવી તો જો….

સમજું છું….કપરું છે….જલ્દી સમજમાં નહીં આવે….પણ એક વાર પ્રયત્ન તો કરી જો…..
મને સમજી તો જો…..

💟Rajni💟

********

દર્દની એક જ વિસાત….
એ નહી છોડે….કોઈ પ્રેમ કરનારને

💟Rajni💟

*******

મેં એક ઊંડો શ્ર્વાસ લીધો
અને મારા હ્રદયમાંથી
એ પુરાતન ધ્વનિ સંભળાયો :

હું છું, હું છું, હું છું !

*******

દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમમાં મજા ના આવે સજા વગર,
દવાની કોઈ કિંમત નથી ઈજા વગર,
એટલે તો આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.

*******

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,

અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે…!!!

*******

સુખચેનથી રહે છે મુસીબત અમારે ઘેર,

દુનિયાના દર્દ પણ છે સલામત અમારે ઘેર.

*******

ના માનશો કે તમને કહેવાની મારામા હિમ્મત નથી,

અફસોસ એજ કે તમને લાગણીની કોઇ કિમ્મત નથી.

*******

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં.

*******

પુષ્પ પર ડાધો પડે , એ બીકથી…
જીવવાની જીદ , ઝાકળ ના કરે..!!

*******

આખ લાલ કરી સપના જોઇ રહ્યો છુ
તારા વીયોગ મા ઉજાગરા કરી રહ્યો છૌ

*******

એણે વરસાદ મા પલળવાનો શોખ છે
એને કહો એક વાર મારી આખ નીચે આવે

*******

મારી પહેલી ને આખરી ઈચ્છા
તારી ઈચ્છાઓ જાણવાની છે…!!

*******

એવું નથી કે આપ મને ગમતા નથી
મન મૂકીને ચાહવાની હવે ક્ષમતા નથી..

*******

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

*******

ના થતી તેથી દવાની કે દુઆઓની અસર,
ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે !

*******

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,

ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી…!!!

*******

કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે

*******

દૃષ્ટિ મારી પતંગીયુ ને તુ મહેકતુ ફુલ
વસવુ હોતો વસ આખ મા નહીંતર ડાળ ઝુલ

*******

મોટા ભાગ ના જીવો …. અન્ન, પાણી અને ‘હવા’ ઉપર જીવતા હોય છે.
ધન્ય છે આ કવિઓ ને, જે માત્ર એક ‘વાહ’ ઉપર જીંદગી જીવી નાખે છે.

*******

આંખોને સપનાઓ નો બહુ ભાર લાગે છે
જ્યારથી તું દરેક વાતે આભાર માને છે

*******

દુનિયામા સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો,
એમા તમે જરાક વધારે ગમી ગયા..

*******

તું લાખ ઇચ્છે તોય ના પથ્થર થઇ શકું,
તાસીર છે કપૂરની, બસ ઓગળી શકું . …. …

*******

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..

જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..

*******

મૌન એટલે સૌથી અઘરી દલીલ

જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ.

*******

જીંદગી જીવું છું એના નામનો આધાર લઇ,
નામ પોતાનું મને જે બોલવા દેતા નથી.

*******

લાગણીઓને છુપાવવા કરતા કહી દેવી સારી
ક્યારેક લાગણીને સમજનાર મળી જાય

*******

જીંદગીમાથી એક આખો મહિનો ગયો છે..
અને તમે કહો છો આજે પગાર થયો છે..

*******

એક નજર માં જ હૃદય ભીંજાઈ ગયું ……

બીજી નજર માટે ખુદા ને કરગરતું રહ્યું ….

*******

લખતુ હશે કંઈક કોઈ, કો’કનાં માટે.
પણ હું લખુ છું, બસ શોખ નાં માટે.

*******

લઇ ગંગાજળ એ બધા તીર્થસ્થાન ભમતા રહ્યા,
વૃદ્ધાશ્રમમાં માત પિતાને માંકડ કનડતા રહ્યા.

*******

થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.

*******

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,

*******

હૂં એટલા માટે હસુ છૂ કે કયાક પેલૂ ગફલત મા સંતાડી રાખેલૂ આંસુ ટપકી ના પડે..

*******

રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે..
અચાનક ખંજન એમના યાદ આવી જાય છે.

*******

લાગણી છલકાય જેની વાતમાં,

એક-બે જણ હોય એવા, લાખમાં !!

*******

તું મને યાદ ના કરે એજ સારું છે કારણ કે મારી યાદો પણ તને દુખ સિવાય બીજું કશું આપી સકે તેમ નથી

*******

નથી લખાતી હવે મારા થી કોઈ શાયરી
.
લાગે છે પ્રેમ ફરીથી કરવો પડશે મારે…

*******

બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ..

*******

શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?

*******

ન જાણે એમને શું મળે છે મને આમ સતાવીને?
સંતાઈ જાય એઓ સપનામાં એક ઝલક બતાવીને.

*******

એ પ્રેમ પણ વ્યક્ત કરે છે !
ને સાથે વહેમ પણ કરે છે !!!!
હા પ્રેમ જેવું એવું ઘણું બધું જે એ પ્રેમથી અભિવ્યક્ત કરે છે !

*******

સો ટચના સોનાથી ય વધારે શુદ્ધ છે પ્યાર મારો;
વધુ ચળકશે, ચકાસી લો તમે વિરહમાં તપાવીને…

*******

તમારી પ્રીત મળે ને ફક્ત મને જ મળે,
પછી ભલે વધારે નહિ, તો સહેજ મળે………

*******

બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..

આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..

*******

એક પ્રેમ નો મુકામ છે તારા હાથ માં,
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં,
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી, પણ એક શ્યામ લખ્યો છે તારા હાથ માં,

*******

મને લાગે નહિં ક્યાંય કશું એકલું,
મને મારું એકાંત ગમે એટલું…

*******

સમય જોયને જે લોકોયે મારો ઇનકાર કયૉ છે…..
યે લોકોને ખબર નથી હુ દરિયો છુ સુનામી બનીને પાછો આવીશ.

*******

તુ સપના મા મલ્હાર રાગ
ગાવાનુ રવાદે
સવારે મારી આખ માથી
પુર આવે છે

*******

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

*******

આ તડકો સુગંધીત થઇ ગયો,

નક્કી તારી ઓઢણી કયાંક સૂકાય છે…

*******

પરપોટો દરિયા ની ડંફાસ મારે,

તો એને આપણે કહીઐ પણ શું ?

*******

લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી,

સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.

*******

આંખ શું છે ? ઊંડા કૂવાનાં કોરાં પાણી.
સંબંધ શું છે ? ઉઝરડા…ઉઝરડા…

*******

આજકાલ માથે ઓઢે છે જ કોણ ઓઢણી?
કહો પવનને ખોટો ધક્કો ના ખાય તો સારું !

*******

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

*******

પાગલ પ્રીત

યાદનું મોતી સર્જે

આંખને ખૂણે.

*******

ના લખવાના આમ, વાયદા ના થાય….

આ તો લાગણી છે…એમ રોકી ના રખાય….

*******

હા લખુ છુ સારુ હુ એટલુ તો મને સમજાય છે…

એક છે એવુ ઓશીકુ જે રોજ રાત્રે ભીંજાય છે…

*******

હોત તું પથ્થર તો સારું થાત કે,
હું તને પૂજી શકત પૂછ્યા વગર.

*******

વિરહ ની વેદના નો આ બાફ સહેવાતો નથી ,
મિલન ની વાદળી બની તું કેમ વરસતો નથી ??

*******

એમનાથી થોડા દુર જવાની જરૂર છે,.
ખબર તો પડે એમના પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી આવે છે.

*******

રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે,
મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડયું.

*******

તારો છે સંગાથ તો જીવન બહુ વ્હાલું લાગે છે,

તારી વગર મારા શબ્દોને પણ એકલવાયું લાગે છે!!

*******

રેતીના સેતુ પર રચાયેલ અણસમજુ સંબંધને પણ સમજણ થી સાચવે,
તેનુ નામ લાગણી..!

*******

આશા નો એમાં વાંક નથી માનજો એ કલ્પના હતી જે નિરાશા બની ગઈ.

*******

એક ગાલ એનો હદ થી વધુ કાં લાલ છે?

ચુંબન અને તમાચા વચ્ચે લટકતો સવાલ છે

*******

એટલી સસ્તી નથી જિંદગી કે કોઈ ની પાછળ ગુજારી દઉ

છતાં પણ તને જોઈને એમ થાય છે કે ચાલ ને ફરી એક વાર વિચારી લઉં..

********

સંબંધો ના રોટલા આમજ નથી શેકાતા સાહેબ,
સ્નેહના બળતણની સાથે એમાં લાગણીઓની આગ બાળવી પડે.!!!

*******

મને મૂર્છિત કરવાનો
તારો આ આગોતરો પ્રબંધ

એક તો ભારે વરસાદ
ને તારા કેશમાં મોગરાની સુગંધ

*******

સુકાવા નાખી એને ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ..

*******

આવું તે કંઈ,
હોતું હશે,
હૃદય મારું છોલે છે..
જ્યારે તું ,
શબ્દો તોલી ને બોલે છે…

*******

મધમીઠા મિત્રો મળ્યા છે એટલે
જીંદગી કડવી કદી લાગી નથી

*******

લાગણી મારી સુકાતી નથી,
તડકો બની ને આવ તું.

*******

સપના તારા આવતા નથી,
શબ્દો મારા મને જ ફાવતા નથી.

*******

ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું,
પાનખર માફક હું પણ ખર્યો છું.

કલી બનીને ખીલ્યો છું,
તો ફુલ બનીને ખર્યો પણ છું.

નીતનવા ઘા સહેતો રહ્યો છું,
તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.

સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું,
મીત્ર! હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .

*******

લીલી ડાળ પાસે ગયો ત્યાં, તે સૂકી બની ઝૂકી પડી,

સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.

*******

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?

*******

જો ને આ મન કેવુ કમાલ કરે છે,

છેતો મારુ પણ તારા માટે ધમાલ કરે છે

*******

માણસ જેટલો ઘસાઈ સાથે એ પણ ઘસાતી જાયછે
મજબૂરી એક પૂરી થાય ત્યાં બીજી લખાતી જાયછે

*******

રીઢા થઇ જાય છે જખ્મો..
જે એકજ જગ્યાએ વાગે છે..

તો પણ હજારો વાર તૂટેલું આ હ્રદય..
લાગણીઓ જ માંગે છે..!

*******

તારી સાથે એવો પણ કેવો સંબંધ છે કે દુ:ખ કોઈ પણ હોય પણ યાદ તો તારી જ આવે..!!

*******

તું…
અને
હું…
અલગ નથી
એક જ છીએ,
ભલે ને પછી ‘એક’ છીએ
એવું બોલવામા પણ
‘બે’ શબ્દ વપરાતા હોય.

*******

પ્રેમ તો જાણે શેમ્પઇનનો ઉભરો…..
જો જે….ઢોળાઇ ના જાય…..

*******

પ્રેમ તો ક્યારનોય એક્સપાયર થઇ ગયો,
હવે તો આંસુ થી એની યાદ અપડેટ કરુ છું.

*******

કયારેક તો મારી મૌનની
ભાષા સમજ
બધુંજ હું કહીશ તો તું શું કહીશ .

*******

રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…

તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!

*******

અજવાળું ભાળીને થોડો છળી ગયો છું!
આગળના ખાંચામાં ખોટો વળી ગયો છું!

*******

ના મારી આગળ કે ના પાછળ ચાલો ,

ચાહું છું તમારો સાથ ,મારી સાથે ચાલો .

*******

આડી લાઇન મા રહેવુ એ કરતા ઓનલાઈન રહેવુ વધારે સારુ…

*******

સામે હોય તો મૌન રહેવું ને દુર હોય તો હિજરાવું,

આ તે કેવું વળગણ લાગણી નું !પ્રેમ કરી પીડાવું .

*******

જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર આમ બઉ હરખાવ નઇ ..
દીલ બળી તણખો ઊડ્યો એનો પડેલો દાગ છે.

*******

પહેલાંના આવકારા મીઠા હતા,
ફળીયાને કંઇ ડૉર-બેલ નો’તા !

*******

જરૂરી વાત હોય તો કહી દો કાન માં,
બરબાદી ની વાત જાહેર માં ન કરતા તમે…

*******

ફળ-ફુલ બધુ આપ્યા કરે છે છુટથી,

શું આ વૃક્ષને કોઇ વારસદાર નથી ?

*******

તારી સમજને સલામ…
હું દિલ નીચોવું…તું status સમજે….

*******

કોઈ ગઝબ ની રચના કરી જાણે છે
.
તો કોઈ રચનાથી ગઝબ કરી જાણે છે..!!

*******

કોઈ જ તસવીર નથી મારા ઘરની દિવાલો પર ;

જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે…

*******

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ ,

કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

*******

બાહ્ય શબ્દોમાં કહું હું કેટલી ભીતરની વાત?

મેં તો અંતરમાં જ રાખી છે ઘણી અંતરની વાત..

*******

એક તો પુનમ નો ચાંદ બની દરીયા ની નજીક જવુ,

ઉપર થી દરીયા ને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો.

*******

ધારી ધારી ને તને જોઇ છે ક્યાં?
બસ ધારી ધારી ને ધારી છે.

*******

કરવા બેઠો એક વખત હું પ્રેમ ની વ્યાખ્યા,
નેઅંતે બસ એટલું જ લખાયું..
સંપૂર્ણ પણે એ મારી ને સંપૂર્ણ પણે હું એનો…..

*******

ગઝલ ના શબ્દો દીલ ના તાર ને છંછેડી ગયા,
ઘા પર રુજ આવવાની જ હતી, ત્યા પાછો ઘા કરી ગયા. . .

*******

મને સમય હતો ત્યારે મારો સમય ન’તો,
હવે સમય મારો છે ને મને સમય નથી.

*******

હું યાદ કરું કે નહિ એનો વિવાદ રહેવા દે…

બાકી જરૂર પડે ખાલી સાદ કરજે..તારો ભરોસો ખોટો નહિ પડવા દઉં ..

*******

એક આવરણ એવું રહયું….
ના તારું કંઈ રહયું કે ના મારું કંઇ રહયું…….

*******

લાગણી માં લાગ જોઇ,
ઘા મારી જાય કોઇ.

*******

સુની મારી આંખોમાં ભલે રણની તરસ છે
ઝાંખીને જો ભીતર, ત્યાં લાગણીની પરબ છે …

*******

સમર્પણ નું ખાતર નાખ્યા વગર પ્રેમ નું વૃક્ષ મોટું થતું નથી..

ભૂલ તારી નથી.. ભૂલ મારી છે એ સમજવું એ જ પ્રેમ છે..!!

*******

તારા વગર જાણે હું છું જીવતી એક લાશ

પણ તું નથી અને હું કરું છું તારી તલાશ

*******

રાત્રી નો સમય લખવા મજબૂર કરે છે,
તું કારણ વગર મને તારા થી દૂર કરે છે.

*******

માણસ ઉતાવળે ભૂલ કરે છે…

ને

નિરાંતે પસ્તાય છે…..

*******

હું ચલાવી લઉં એમ છું મારા વગર,

પણ જીવવું શક્ય નથી તારા વગર..

*******

આજે તડકો સુગંધિત થઇ ગયો….

નકકી તારી ઓઢણી કયાંક સુકાઈ રહી છે..!!!

*******

હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ,

મને સંભાળી શકે એવી તું એક જ છે.

*******

સ્વપ્ન પણ ક્યારેક કડવું લાગશે,
એ હકીકતથી જો મળતું લાગશે.

*******

કાલનું એલાર્મ
જરા મોડું કરવું પડશે,,
સ્વપ્નમાં તારા
આવવાની આગાહી છે..!!

*******

તારા વિશે જયારે મે વિચાર્યું નહોતુ
ત્યારે હુ એકલો હતો પણ આટલો બધો નય…….!!!!

*******

હથેડી તારા હાય માં સોપી દીધી જયારે
હવે રેખાઓ જોવા ની કયાં જરુર છે મારે…!!!!!

*******

તારો વૈભવ રંગમોલ, ને નોકર ચાકર નુ ધાડુ,
મારે ફળીયે “ચકલી” બેસે, તોય મારે “રજવાડુ”

*******

કોઈને નહિ પણ કદાચ મને સમજાય છે….

આવે તું યાદ ત્યારે, કેટકેટલું અહીં બદલાય છે….

*******

આ તે કેવો તફાવત કુદરતે કર્યો …

મારુ કોઇ ના થયુ ને હુ હમેશા તારો જ રહ્યો…

*******

કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,

વેદનાને તો વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!!!

*******

બથ ભરીને ભેટે, એનો કરીએ નહીં વિશ્વાસ
સોપારી ને લઈ બથમાં, સૂડી કરે વિનાશ.

*******

એટલે જ ખતરો હતો દીલ લગાડવા મા,,
મારા માટે જીંદગી હતી,
ને એના માટે અખતરો..!!

*******

તારો બની ને રહી ગયો,
કીનારે ને કીનારે વહી ગયો….!!

*******

નોટો ગણવાંમાં ઉસ્તાદ છે આંગળી.

આંસુ લુછવાંમાં જ સાબિત થાય છે “પાંગળી.”

*******

અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે…
પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..

*******

પ્રેમ ની પરિક્ષા નું પેપર અઘરું નિકળ્યું …..

ને મેં દિલ ના ગજવામાંથી કાપલી કાઢી !!

*******

જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !

*******

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી નથી ટકતો,

એ તો ટકે છે સુંદર હદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્ર્વાસ થી.

*******

તને દિવસો એવા સોનેરી મળે,
લીમડાની ડાળે પણ કેરી મળે!

*******

ભાગતી દોડતી ઇચ્છા ઓને ઘર મળ્યુ
જાણે કે મને રણ મા ગુલાબ મળ્યુ
કોઇ મળ્યુ એટલી સાદાઇ થી
જાણે કે મારુ વઁષો જુનુ તપ ફળ્યુ..

*******

હું તારો એટલોજ સહારો માગું છું..

મારા શ્વાસ માટે તારો હાથ માગું છુ..

*******

મિલનની એ ક્ષણોનું શી રીતે વર્ણન કરૂં સાથી ?
મજા જે માણવામાં છે, સમજવામાં નથી હોતી !

*******

નીંદમાં જે સપનાં આવે છે,
એ જાગ્યા પછી સતાવે છે.

*******

ચંદ્ર ને ઢાંકતા ‘વાદળ’ તો હું હટાવી ના શકું..

લાવ તારા ચહેરા પર લહેરાતી ‘લટ’ ને હું એક ફૂંક મારું.

*******

મજબૂત છે ખૂબ લાગણી ભર્યું મન મારું ,
ઠોકર મારતા તૂટી ન જાય ક્યાંક હ્રુદય તારૂ .

*******

અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,

ખબર નોતી તારી આંખ મુજને છેતરી જશે..!!

*******

રાહ….

એક એમના આવવાની…

રાહ….

એક નજર જોવાની…

રાહ….

ઓળઘોળ થાવાની…

રાહ….

એમના થઈ જાવાની…

બસ ખાલી…

રાહ….

*******

રાધા ને જો એમ જ મળી ગયો હોત કાન,

તો જગત ને કોણ કરાવત પ્રેમ નું ભાન…….

*******

ચાલ મારુ કિરદાર સમજાવુ,

તુ સ્મરણ કર હુ હાજર થાઉ…..

*******

વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું કેમ છો..?

મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી એમ જ છું..

*******

દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ પ્રેમ થઇ જાય છે !

*******

જીવન પણ ધીમું મૃત્યુ જ છે,
છતાંય કોઇ ડરે છે જીવવાથી?
– વૈભવ

*******

તમે મને મળો,
ના મળો તો પણ ચાલશે,
એકલતા સાથે મહોબ્બત થઈ ગઈ છે મને.
– વૈભવ

*******

પર્વત નથી
ઝુકી પણ જાણુ છું
જેમ તરણુ.
-હીનલ મહેતા

*******

શબ્દોથી ના બાંધો મને હું બેફામ છું,
કોઇની યાદોમાં રડતી હું એક સાંજ છું.
– વૈભવ

*******

કૈંક વ્યથાઓ હું હ્રદયમાં રાખીને બેઠો છું,
તૂટેલા સપનાઓ સંઘરી રાખીને બેઠો છું

*******

દર્દ મારું એવડું મોટું થયું,
વૃક્ષ કરતાં પાંદડું મોટું થયું.

*******

સબંધો માં ડૂબીને રહેતો હું,
આજે ગુમનામ તરીકે ઓળખાવ છું.,

*******

એમ ના સમજીશ કે હુ રોઈ લઇશ . . .

ઓયે જીંદગી હુ તને પણ જોઈ લઇશ . . .

*******

તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે…

તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!!

*******

‘હા’ જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી…

પણ ‘ના’ની વાત કેમ બધે વિસ્તરી ગઈ ?

*******

તારી સ્મૃતિઓ માં પણ હું પાંગરીશ વેલ ની જેમ.
બસ તું યાદો ને જળ આપતી રહેજે.

*******

જીવન જીવું
છું, ડુંગર ચડતી
કીડીની જેમ.

*******

આમ અમસ્તો જ નથી હસતો…..
બહુ કિંમતી રુદન ગુમાવ્યું છે….

*******

થઇ શકે કે લાગણી ન હોય તને મારા માટે,
પણ નફરત તો નથી જ મારા માટે તારા હ્રદયમાં.

*******

તુ યાદ યા ન રખ

તુહિ યાદ હૈ

યે યાદ રખ

*******

કોઈને પ્રેમની ખબર નથી હોતી
તો કોઈને પ્રેમની અસર નથી હોતી
બહુ થોડાને મળે છે સાચો પ્રેમ
પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી

*******

પ્રકાર કયો છે મહોબ્બતનો કેવી
રીતે કહું,
કાન ઘેલી રાધા અને રાધા ઘેલો કાન.
– વૈભવ

*******

ધુળ જેવી છે જીંદગી આપણી આંસુડા
રેડી એમાં કિચ્ચડ ના કર

*******

કેટલાય પર્વતો તોડ્યા છે
સપનાઓ ના….
એ જીંદગી…
તારા આ પ્રેમે મને તો ”માંજી” બનાવી દીધો…

*******

જગ્યા પણ તારી ને ખાલી જગ્યા પણ તારી,
તારા સિવાય કયા કોઇથી પૂરી શકાય છે હવે.

*******

તાપ પણ તારો ને જાપ પણ તારો,
તારા સિવાય માળા કોની જપાય છે હવે …

*******

વાઈ ફાઈ ના સિગ્નલ માટે મર્યાદીત વિસ્તાર હોય ……
લાગણી ના સિગ્નલો ને સીમાડા ના હોય …

*******

શબ્દો ખૂટી ગયા,
જ્યારે મારા મૂકી ગયા.

*******

વલણ જકકી છે….
પતન નક્કી છે….

*******

સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ?

મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે !!

*******

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

*******

એક સાચું દિલ મળે તો આખી દુનિયા મળે,
એક પ્રાર્થના ફળે તો ઈશ્વરનું સાનિધ્ય મળે.

*******

મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!

*******

બરબાદી ના પ્રમાણપત્રો નથી હોતા,
કારણ આંસુઓ ને અક્ષર નથી હોતા .

********

રીત હો કોઇ,
તમને સમજવા,
બતાવો મને…!!

*******

નોટો ગણવાંમાં ઉસ્તાદ છે આંગળી.

આંસુ લુછવાંમાં જ સાબિત થાય છે “પાંગળી.”

*******

લાગણીનો આયનો મારો ઘણો તત્પર હતો
પણ ખબર ન્હોતી એમના હાથમાં પત્થર હતો.

*******

તમે આવો ખાલીખાલી….
અમને તો ભર્યુ ભર્યુ લાગે.!!

*******

એકલતાનું જે ક્ષણે વાદળ છવાયું હોય છે…
એ સમયે તારી યાદ પ્રાણવાયુ હોય છે

*******

એણે મને પૂછ્યુ કે પ્રેમ શું છે ?
મલકાતા મુખે મે ક્હ્યુ બસ !
હું છું ને તું છે …

*******

ખુશ રહું એેનો અર્થ એ નથી કે કોઈ મજબૂરી નથી,
ધ્યાનથી જો જરા આંખો મારી સાવ કોરી પણ નથી…

*******

અંતે નથી કામ કોઈ દવા નું દુઆ તો કરવા દે ….

એક નાસ્તિક ને પ્રેમ માં આસ્તિક તો થવા દે….

*******

ઉઠાવીસ કેમ આ ભાર તારા માસુમ ખયાલોનો,….

નથી મળતો મને જવાબ તારા મોંન સવાલોનો….

*******

અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર,
હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર.

*******

સરનામું મારું જાળવી રાખજે બરાબર સાચવીને;
સહુ કોઈ છોડી જશે, ત્યારે એ જ તને કામ આવશે!

*******

ખુદા તારા બંધારણ માંથી
ક્યારેક “જમાનત” મળવી જોઈએ

પ્રેમ માં પડેલા ગરીબ ને પણ
“અનામત” મળવી જોઈએ:

*******

સ્મિતની પ્રસ્તાવના માં ઈશ્વરે એવું લખ્યું
માણસે મન મૂકીને ક્યાંક રડવું જોઈએ

*******

દર્દ સહી સહી ને ગઝલો લખાય છે,
ગઝલો લખી લખી ને દરદ રૂઝાય છે.

*******

આંખોથી હું તને સ્પર્શી શકું તો કેવું ?
ટેરવાથી હું તને સમજી શકું તો કેવું ..?

*******

મારુ તો કામ જ છે લાગણી ઓ વેચવાનુ..
તમારા ઉપર છે કે તમે કેટલી લઇ શકો છો..

*******

તુજને નિહારવાનો મોકો ખોઇશ નહિ…
પણ નજર લાગે એમ જોઇશ નહિ..!!

*******

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

*******

રોજ છુપાઈ ને હવે મારે નથી જોવા તારા નખરાં,
પછી કાગળ અને કલમ મારા નથી રહેતા સખણા,

*******

ખૂટતું રહ્યું કૈક નજીકના સગપણ માં …..
હશે નક્કી કઈ ખોટ મારા સમર્પણમાં ….

*******

લાગણીઓના દરવાજા આમ બંધ ના કરો,

ચાવી વગરનાં તાળા ખોલતા અમને પણ આવડે છે…

*******

ફક્ત દિલ ની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. .

*******

બધા નથી સમજી સકતા આ જમાનાની રાહને,
એટલેજ નાસમજ સાચો પ્રેમ કરી બેસે છે.

*******

માણસ પાસે બહુ રૂપિયા થઇ જાય એટલે

માણસ બહુરૂપિયા થઇ જાય છે … !

*******

તું વરસાવે
વહાલ નું એકાદ ઝાપટું…

તો હું જીવી લઉં
ઘણું બધું એક સામટું…

*******

હું ક્યાં કહું છું કે મને પ્રેમ કરવા દે
મને પ્રેમ છે એવો વહેમ તો કરવા દે

*******

આ પ્રેમ બહું જ પજવે છે,,
જોને, છાનોમાનો કરુ છું..
તોય ગામ આખું ગજવે છે..!!

*******

હાથમાં છે એય સચવાય એવું નથી,
આ નસીબનું તાળું ખોલવા જેવું નથી.

*******

આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની,

અને છેવટે સોયથી કામ પતે,
એમ પણ બને…

*******

કેટલું થાકી જવાતું હોય છે, પણ શું કરું?
ઈચ્છાની ઓફિસમાં રવિવારે રજા હોતી નથી.

*******

તારા મુખની શોભા વધારતો આ કાળો તલ,
જાણે પર્ણ ઉપર ઉપસી આવેલું ઝાકળનું બુંદ.

*******

ભીતરમાં ધરબી રાખેલી એક વાત
સાવ અજાણી નીકળી….
તારી જેમ….

*******

દગો પરિસ્થિતિ કરે છે !
અને
બદનામ કિસ્મત થઇ જાય છે !

*******

પોતપોતાની રીતે સૌએ માપ્યાં,

લાગણીને જ્યારે મે શબ્દો આપ્યાં.

*******

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.

પણ તમે બધા મારા મિત્રો છો એ મારૂ સૌભાગ્ય છે.

********

દોસ્તીમાં આવતા અવ્વલ નંબરે ને,
પ્રણયમાં અમે સાવ ઠોઠ હતાં 😐

*******

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..
દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

*******

વર્ષો તારી પ્રતીક્ષા કરી એ શું તપશ્ચર્યા નથી ?
એ વાત જુદી કે પાનખરમાં ય અમે ખર્યા નથી !

*******

શું હોય આપણી હસ્તી ,

જો ન હોય તમારા જેવાંની દોસ્તી .

*******

#ChetanThakrar

#+919558767835

 

ટૅગ્સ:

3 responses to “Gujarati Shayri & Kavita Part 3

  1. મૌલિક રામી "વિચાર"

    ઓક્ટોબર 22, 2015 at 12:09 પી એમ(pm)

    superb!!!

    Like

     

Leave a comment