RSS

એક બહેન તો હોવી જ જોઈએ…

20 ઓગસ્ટ

એક બહેન તો હોવી જ જોઈએ…
• જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
• જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
• જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
• કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
• મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
• જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે
• જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય
• જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય
• જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
• જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
• જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
• આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
• તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય
• બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય

આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

જો એક બહેન હોય….

• તો જ સંવેદનાની અનુભૂતિ આવે
• તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
• તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે

બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન. મોટી બહેનના હાલરડા સાંભળો તો એ મા થી કમ નથી હોતા અને નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ દિકરીથી કમ નથી હોતો.

Wish   U  a happy

‘Raksha Bandhan’

 

ટૅગ્સ:

Leave a comment