RSS

Gujarati Shayri & Kavita Part 4

24 નવેમ્બર

નથી કરતો નશો કેમકે મદિરા દુઃખી થશે,
મારા હોઠને સ્પર્શતા જ એને વેદના ચડી જશે.
હાર્દ

*******

વહી રહી છે લાગણીયો હવે પાણી ની માફક,
પ્રેમના કદરદાન તારી આ અદા છે કૈક ઘાતક.
હાર્દ

*******

આજ સૂરજને પણ ટાઢ લાગી છે,
રોજ ધોમ ધકતો આજે ટાઢોબોર લાગે છે.

*******

દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર …

*******

માનવી નાં મનને સ્પશેઁ તેનુ નામ દલીલ,
અને હ્દયને સ્પશેઁ તેનુ નામ સત્ય……

*******

સાચા સંબંધોનો સાર કેટલો…..?
વગર બોલ્યે ‘વેદના’ વંચાઇ એટલો..

*******

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે…!!!

*******

ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,
સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..

વોટ્સએપ પર બે હાથ જોડીને પ્રણામ થઈ જાય છે,
દાદાનો હાથ પકડીને હવે મંદિર ક્યા જવાય છે …?

******

હળવા હોય છે,
એજ
મળવા જેવા હોય છે…

*******

કાંડા’ની ‘તાકાત’ ‘ખતમ થાય’ એટલે…

મનુષ્ય ‘હથેળી’માં ‘ભવિષ્ય’ શોધે છે…!!!

*******

ગમવા છતા …

તું ‘વાહ’ ના બોલી શકે,

એવી અધૂરી દાદથી વાકેફ છું.❗

*******

ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.
– વૈભવ

*******

ટાઈમ ‘સારો’ હોય ત્યારેજ,
‘ડાયી ડાયી’ વાતો થાય.

બાકી તો ‘ભીંહ’ પડે ત્યારે,
‘સિદ્ધાંતો’ના ‘છોતરા’ ઉડી જાય છે.

*******

બસ મીત્રો હવે મારી સહનશક્તિ ખૂટી ગઇ,
બુલંદ હતી જે ઈમારત એ તો ક્યારની તૂટી ગઇ

*******

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય,

એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય..

*******

સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી,

લ્યો, ગણી લ્યો, આંસુઓની થોકડી

*******

મને તો માછલી જેમ તરફડવાની ટેવ છે,

પણ,તું પ્રેમ નાં પાણી વગર નહી રહી શકે.

વિપુલ બોરીસા

*******

તું આપીશ કે નહી સાથ,
એ પૂછવાનો અર્થ જ નથી,,,

તું છે મારો શ્વાસ,
તારા વગર જીવવાનો અર્થ નથી…!!

*******

ભલે મને માત્ર પળવાર મળે.
વિચાર માં પણ તારો વિચાર મળે.

વિપુલ બોરીસા

*******

અહી ફુલ્લી એ.સી.રૂમ માં પણ , એક બગાસું રમે સંતાકુકડી…..,
ને ત્યાં ફૂટપાથ પર ………., ઊંઘ ની મહેફિલ જામી છે …….

*******

સફળતા દરમિયાન દસ આંગળી દ્રારા પાડવા માં આવતી “તાળીઓ” કરતા…

નિષ્ફળતા ના સમયે એક આંગળી દ્રારા લૂછવા માં આવતા “આંસુ” વધારે “મુલ્યવાન” છે….!

*******

મીઠુ સ્મિત…. તીખો ગુસ્સો…. અને…. ખારા આંસુ….

આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી …..!!

*******

બસ બે જ વખત તારો સાથ જોઇએ…

એક અત્યારે અને એક હંમેશા માટે.

*******

ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે,

અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . .

*******

જિંદગી મજૂર થતી જાય છે..!,

અને

લોકો…

“સાહેબ કહી મેણા મારે છે…!!!

*******

“એણે
એક નાની ભૂલ કરી..

એ યાદ રાખી
તેં
મોટી ભૂલ કરી…”

*******

તું મળી જાય તો નસીબ ને હું પુરસ્કાર આપું
નથી જાણવું કે હસ્તરેખાઓ મા પછી શું લખ્યું

*******

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

ઊતરી હશે શબનમ અહીં પગલાં પડ્યાં હશે,. ને પગલાં ઉપર ફૂલનાં
ઢગલા પડ્યા હશે. માળીથી છાનું બાગમાં આવ્યું હશે પતંગ,.
ફૂલો પર એની પાંખના નકશા પડ્યા હશે. …

*******

પ્રેમ,
એક-બીજાની આંખોમાં આંખો પુરાવી
ઝીંદગી વિતાવી દેવાનું નામ નથી
પ્રેમ,
ઝીંદગીભર સાથે રહી
એક જ દિશા માં જોતા રહેવાનું નામ છે .

*******

ગઝલ મારી સુણી તું દાદ આપે.

પણ હકીકતમાં,

બધાં ભીતરના દર્દો છે,

તને એ કોણ સમજાવે.

*******

તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી,

પણ

તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.

*******

ભ્રમ હતો મારો કે એમના માટે હું ખાસ છુ,
ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છુ.

*******

હું નક્કી નથી કરી શકતો એ બેમાંથી કોણ મોટું ???

હું ચુમી લઉં છુ ચરણ માઁના અને ભગવાન લગાડે છે ખોટું …!!!

*******

આજે ગજાથી વધારે પી બેઠો હું શરાબ,

આજે આ મહેફીલ મા દોસ્તો બહુ દુખી લાગ્યા…

*******

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,

જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં……

*******

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.
– વિનય ઘાસવાલા

*******

રૂબરૂ મળી શકતા નથી ભલે આ૫ણે ૫રંતુ શબ્દોની મુલાકાત કાફી છે.

*******

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી  બાપ બને છે ”

નર્સે જયારે વીટ ળાયેલું અમુક પાઉન્ડ નો જીવ જવાબદારીનું પ્રચંડ ભાર નું ભાન કરાવે ત્યારે…..,માણસ…..,

” પુરુષ માંથી બાપ બને છે ”
રાત- અડધી રાતે પત્ની સાથે બાબુ  ના ડાયપર બદલવા જાગવું, અને  બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા  ચુપ કરે ત્યારે……….,માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”
મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં  જ્યારે ઘર  તરફ દોટ મુકે ત્યારે…….., માણસ……,

“પુરુષ માંથી બાપ બને છે ”
” અરે લાઈન કોણ લગાડે ” અને હંમેશ સિનેમાની ટીકીટ ચપટી વગાડીને બ્લેકમાં ખરેદી કરનાર,
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ……, માણસ….,

” પુરુષ માંથી બાપ બને છે ”
જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા  ઘડિયાળ ના અલારામ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે……,માણસ…,

” પુરુષ માંથી બાપ બને છે ”
સાચા જીવનમાં એકજ ઝાપડ માં કોઈને ભી ભોય ભેગો આલોટ તો  કરનારો,
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે……
માણસ……..,

” પુરુષ માંથી બાપ બને છે ”
પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
” હોમ વર્ક બરાબર કરજે ”
કડકાઈ થી કહે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”
આપણીજ ગઈ કાલની મહેનતના જોર ઉપર આજ મોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજ કોમ્પ્રો કરવા લાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે ”

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવવા વાળો, શાળા ના
POS માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, કાનમાં તેલ નાખ્યું  હોય તેમ પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે…..માણસ……,

” પુરુષ માંથી બાપ બને છે ”

પોતાના પ્રમોસન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે……માણસ…….,

” પુરુષ માંથી  બાપ બને છે ”

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડે પાર્ટી ની  તૈયારીમાં મગ્ન થાય ત્યારે…..
માણસ…….,

” પુરુષ માંથી બાપ બને છે ”

સતત ગાડી ઘોડા માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે……
માણસ……,

” પુરુષ માંથી  બાપ બને છે ”

પોતે જોયેલી દુનિયા, અને ઘણી
કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે……માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

છોકરાના કોલેજ ના પ્રવેશ  માટે  ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ કે સામે બે હાથ જોડે ત્યારે…….માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

“તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાય ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, ”
” This is generation gap ”
આવું વાક્ય આપણે જ ક્યારેક બોલેલા સંવાદ આપણને જ સાંભળવા મળે ત્યારે આપણા બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગીયે ત્યારે…..માણસ……..,

” પુરુષ માંથી  બાપ બને છે ”

છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે….માણસ……,

” પુરુષ  માંથી બાપ બને છે ”

છોકરાવો ને મોટા કરતા- કરતા આપને ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી  આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે……,માણસ…….,

” પુરુષ  માંથી  બાપ બને છે”

ક્યારેક છોકરા ના સંસારમાં કાટા બનીને,

ક્યારેક આપણી દોશી સાથે
વૃદ્ધા શ્રમની પાંગત બનીને,
ઘણા જ ભાગ્યશાળી હોશું તો

પૌત્ર- પૌત્રી સાથે ચાર દીવસ રમીને,

આપણા નશીબ માં કાઈ પણ હોય
તો પણ ભાવી પેઢીને અનહદ પ્રેમ
અને આશીર્વાદ દેતા,
ક્યારેક તો શરણે જાય ત્યારે…માણસ……,

” પુરુષ  માંથી  બાપ બને છે”

*******

થનગની રહ્યા છે પથ્થર હાથથી છુટવા માટે
અનાયાસે સામે જો દર્પણ મળી જાય તો

–      કેતન ગઢવી

*******

બની ગયો છુ હું જાણે પત્તા નો મહેલ,
જરા હવા આવે ને ભાંગી પડુ છુ.

*******

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા બની જાય છે..!!

*******

કોઈ આપણને પીડા આપતું હોય ત્યારે સમજવું કે તે પોતે અંદર થી પીડાય છે..!

*******

હું મૌનમાં દબાવેલો દારૂગોળો,
અને

તારું સહેજ મલકવું એ દીવાસળી….

*******

એક દીવસ મને મારા નસીબ પર ખુબ રડવાની ઇચ્છા થઈ,

પણ આશ્ચર્ય ની વાત છે,કે

એ દીવસે પણ નસીબે મારો સાથ ના આપ્યો.

*******

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે…

હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે….

*******

વર્તમાન નબળો હોય….
ત્યારેજ ભૂતકાળ યાદ આવે છે.

*******

જ્યારે કોઈ વ્યક્તિ બૂમો પાડી પાડીને દુનિયાને એવું કહેવાનું શરૂ કરી દે કે મને એકલા રહેવું ગમે છે, ત્યારે સમજી લેવું કે એને એની એકલતા મારી રહી છે.

*******

દુ:ખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી….
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈએ તૈયારી….

*******

” એમ તો કોઈનેય મારો પરિચય નથી આ જગતમાં ;

તારા સ્મરણો ને મારું સરનામું કયાંથી મળતું હશે ? ”

*******

લાગણીથી ખળખળો તો છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી.
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી.
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.
ઘાવ જે લઈને ફરે છે કૈંકજૂના,
પીડ એની જો કળો તો છે દિવાળી.
જાતથી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.
દીવડાઓ બ્હાર પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

*******

કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે

પરંતુ તમે કોઈને દિલ થી જીતી બતાવો તે મહત્વનું છે….

*******

તારી લાગણીઓ જ મારી માટે છે ” ધન ની તેરસ “,
આમ જ વરસાવજે તારો પ્રેમ  વરસો-વરસ !!

*******

પ્રભુ !
એટલુ દેજો કે
શોધવુ પણ ના પડે
કે
સંતાડવુ પણ ના પડે.

*******

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો…..

ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

*******

વાત તારી ને મારી હવે દફન થઈ.

ઓઢણી તારી આખરે તો મારું કફન જ થઈ.

વિપુલ બોરીસા

*******

જીવવાની મને ખુલ્લેઆમ ટેવ છે…
બસ કોઇ દીલ થી પુછતુ નથી તને કેમ છે.

*******

જીવન રંગીન થઈ ગયું તારા થકી,
હવે રંગોળી પુરવાનું ગમતું નથી…!!

*******

ભલે લાખો હોય દુનિયામાં ચાહકો તમારા સાહેબ..
પણ પ્રેમ તો તેને જ થવાનો જેને તમારી કદર નથી.

*******

મારે તો રોજ ઉજવાય દિવાળી….
જયારે પૂરાય રંગોળી  તારી યાદોની….

💟Rajni💟

*******

મારે તો દિવા જેવું સ્પષ્ટ કહેવાનું…
આમ…તમારા વિના કયાં સુધી અંધારામાં રહેવાનું..?!!!!

💟Rajni💟

*******

કેટલો હું તર્યો તર્યો….
તારી યાદોથી ભર્યો ભર્યો….

💟Rajni💟

*******

પરોક્ષ રીતે
યાદોમાં આવેલી તું
વધારે ગમે.

-આભાસ

*******

છે તારા ને મારા મિલન ની રાત….

રહેવા દે આજ તું બીજી કોઈ વાત…..

*******

સબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…

*******

એટલા માટે તો તારાથી દુર રહું છું હું,
તું નટખટ ફુલઝર અને હું અણીશુધ્ધ દારૂગોળો.
– વૈભવ

*******

છુટતી નથી મારાથી બાંધેલી પ્રણય ની ગાંઠ,

આપણું મિલન થાય એવો તું કોઈ રસ્તો કાઢ…

*******

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?
~મનહરલાલ ચોક્સી

*******

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

*******

સાવ ખુલ્લા કાગળ જેવી…

આ સાંજ ને તારી આંખો…

*******

કાળી શાહીને, ગુલાબી ગુમાન છે,

જ્યારથી લખ્યું, મેં તારું નામ છે.

*******

સુની મારી  આંખો માં  ભલે, રણ ની તરસ છે. ….
ઝાંખી  ને  જો  ભીતર, ત્યાં  લાગણી  ની  પરબ છે. …

*******

નાની સાઇકલમાં બહુ મજા આવતી
આજે કાર પણ એ મજા નથી આપતી..
હું કેટલો બદલાઇ ગયો છું !

છાસમાં પલાળેલી બ્રેડ પર મીઠું-મરચું નાંખીને
ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે
ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો..

હું કેટલો બદલાઇ ગયો છું !

સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો
પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

ખેતર કે વગડામાં ઝાડવા નીચે
પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો
ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું..

હું કેટલો બદલાઇ ગયો છું !

વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો
એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે..
વાત થતી નથી કે મળાતું નથી..

હું કેટલો બદલાઇ ગયો છું !

બે ચાર મિત્રોનો સહવાસ
આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો
અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા
સાવ એકલો હોઉં એમ લાગે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

કંઇ ખબર ન પડવા છતાય
મંદિરમાં આંખ બંધ કરીને બેસતો
અને ભગવાનની મૂર્તિ દેખાતી,,
આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ
મનને સ્થિર નથી કરી શકતું..

હું કેટલો બદલાઇ ગયો છું !

અગરબતીની સાથે સાવ મફતમાં આવતા
અતરની સુવાસ દિવસો સુધી આવતી અને
આજે નોટીકાના મોંઘા પરફ્યુમની સુવાસ
બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો..

હું કેટલો બદલાઇ ગયો છું !

ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા
આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

બેંક બેલેન્સ વધવા છતા પણ
દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે..

હું કેટલો બદલાઇ ગયો છું !

*******

મારી એકલતાને ઢંઢોળી ગયો
એક જણ મારી ખબર પૂછી ગયો

ઊભા ઊભા ‘બેઠો છું ને ‘એમ કહી
એક જણ આબાદ બસ છટકી ગયો

બોલી નાંખ્યું હોત તો શ્રમ ના પડત
એક જણ ખામોશ રહી હાંફી ગયો

હાથને લંબાવનારાની સમક્ષ
એક જણ બસ હાથ ફેલાવી ગયો

પળ ખુશીની લોકમાં વહેંચી તો લ્યો
એક જણ ટોળું કહી ટોકી ગયો
-પંકજ વખારિયા

*******

મારે ક્યાં તારી હથેળી ની લાંબી રેખા બનવું છે ,
પણ તું એકવાર મારી હથેળી ને સ્પર્શ કરીશને તો મારી જીવન રેખા ચોક્કસ લાંબી થઇ જાશે।

*******

કેટલા ‘અંશે’ તમને પ્રેમ કરવાની આદત….?
કે અમને તો આજીવન ‘પ્રેમી’ રહેવાની આદત……,….

💟Rajni💟

*******

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે…

*******

‘હું તને ચાહું છું’ એ વાક્ય
આમ તો બહુ ‘સામાન્ય’ છે…

પણ,
ખુબ ‘ખાસ’ બની જાય છે
જયારે તું મારા ‘કાનમાં’ કહે છે !!

*******

દિકરી જયારે આંસુઓ લુછે ત્યારે એવું લાગે છે
કે જાણે ચોમાસુ રુમાલ લઇને આવ્યું હોય.!!!

*******

ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
ચાલ ને  સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે….

*******

સમય બદલાય છે ઝીંદગી સાથે, ઝીંદગી બદલાય છે સમય સાથે,

સમય નથી બદલાતો આપણી સાથે, બસ, આપણા બદલાય છે સમય સાથે…….

*******

ન ઘરનું મળ્યું ન બહાર નું મળ્યું,
દુઃખ મુજને આખાય સંસાર નું મળ્યું…!!
ચિરાગ

*******

તે રૂખ બદલ્યું દુઃખ સાથે,
સહુ બદલ્યા દુઃખ સાથે..!!

*******

વિશ્વાસ ની રમત હતી,
મને મારવાની શરત હતી..!!
ચિરાગ

*******

ચાંદની રાત તારા વિના જળહળ તી નથી,
તું છે કે મારા ઘરે કદી વળતી નથી..!!
ચિરાગ ભટ્ટ

*******

તમને જોઈ ભાન ભુલ્યો છું,
સઘળું મારું જ્ઞાન ભુલ્યો છું..!!
ચિરાગ ભટ્ટ

*******

પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે.
પણ,
સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે……

*******

સંધ્યા સુરજ ની વિદાયથી ઉદાસ છે,
એટલે જ આકાશ ની આંખો માં લાલાશ છે……!!

*******

હું તારા માં વહેંચાઇ જઈશ
પણ તને કોઈ જોડે નહીં વહેંચી શકું.

*******

રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું..

*******

હ્રદય નહીં,
તું ધબકે છે મારા મા…!!
ચિરાગ

*******

અંધાર તો નહીં મને,
અજવાળા મા સાથ નથી આપતું કોઈ..

*******

સમય રમી ગયો રમત,
બદનસીબ હતો,
લગાવી બેઠો શરત…!!
ચિરાગ ભટ્ટ

********

ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ, આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

(અઘરુ છે અશક્ય નથી )

*******

ખભો જોઇએ છે ભાડા પટે, ભાડુ મો માગ્યુ…!!

શરત એક જ…..
માથુ ઢાળુ ત્યારે ધકધક સંભળાવવુ જોઇએ…

*******

પોતાની અસમર્થતા છતાં કોઈ માટે ગમે એ કરી છૂટવાની ભાવના અને શક્તિ એટલે લાગણી

*******

તમારા જ રુપ વિશે ચર્ચા કરું….
પણ તમે જ કહો….શરૂઆત કયાંથી કરું….!!!

💟Rajni💟

*******

પ્રહાર પર પ્રહાર થતો જાય છે,
માણસ તલવાર થતો જાય છે.

*******

પિતા નો પ્રેમ છે લાગણી,
માતા ની મમતા છે લાગણી,
મળવાની ખુશી છે લાગણી,
વિરહ નું દુઃખ છે લાગણી,
પ્રેમીકાનો ઠપકો છે લાગણી,
પ્રેમ નો રણકો છે લાગણી,
મૂંગા પશુ માટેની દયા છે લાગણી,
અચેત વસ્તુ સાથેની માયા છે લાગણી,
મોટાભાઈ સાથેની મજાક છે લાગણી,
બહેન સાથેની લડાઈ છે લાગણી,
કેહવું હોઈ ઘણું પણ શબ્દો ના મળે,
ત્યારે જે આખો થી સમજાઈ એ જ છે લાગણી.

*******

ચાલી છે રુપની ચર્ચા…
કોઇક તમને જોઇ તો નથી ગયું ને..?!!!

💟Rajni💟

*******

આ તો ‘એ’ ની મહેરબાની….
બાકી….હૈયાની લાચારી…..

💟Rajni💟

*******

અજ્ઞાની છું,
અપમાનિત નહી…!!
ચિરાગ ભટ્ટ

*******

જે દિ’ આ હૈયું ધબકાર ચુકી જાશે….
આ ‘રજની’ મફતમાં વેંચાઇ જાશે…..

💟Rajni💟

*******

કાં લાગણી, કે વિરહ, કાં હોય છે વેદના,
મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના.

*******

” હું ના હોઉં, એવી કેટલીય પળ છે !

તું ના હોય, એવી ક્યાં એક પણ છે ? ”

*******

કદીક મુરઝાયેલા ફૂલ ને મન થી સ્પર્શજે,

ખીલી ને ખરવુ ખૂબ અઘરું હોય છે…..

*******

સાલું….આ પણ કેવું….!!!!
આપણને વારંવાર લાગી આવવું….
પણ એમનું ‘પથ્થરદિલ’ જ રહેવું…

💟Rajni💟

*******

મળે છે મુજને હરદમ સહારા જે,
સહારા ને સમજનારા નથી મળતા.
હાર્દ

*******

નથી જળવાતું હવે મૌન મારાથી,
હ્રદયની વેદના એ હદો પાર કરી.
– વૈભવ

*******

ખૂણા જ નહીં, દિશા પણ મારી થશે,
જયારે તેવો દિલ મારા પર વારી જશે..!!
ચિરાગ ભટ્ટ

*******

ન ગોફણ, ન ગિલોલ, ન ગન થી ડરે,,;

બંદો તારા પાંપણના પલકારાથી મરે….

*******

મારે પાસે પ્રેમના નકકર પુરાવા ના માંગ…..
મારા હાલ જોઈ લે….

💟Rajni💟

*******

મારી આંખ માં એના માટે સમ્માન છે,
માતાપિતા જેના માટે ભગવાન છે

*******

છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,

વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ……

*******

વધીને તો હું રોજ એમના ચરણો માં શીશ જુકાવીસ,
ખબર નહિ,માબાપ નું ઋણ ક્યાં જન્મે ચુકાવીસ

*******

કોના નસીબમાં શું છે એ કોણ કોને સમજાવે ,
રોજ હીબકા ભરતી આ લાગણીઓને,
નસીબની ઓળખાણ કોણ કરાવે !!

*******

સાદગી આપણે રાખશું કેટલી ?
ચોપડી પર કરચલી હશે એટલી .

કવિ જલરૂપ
મોરબી

*******

કોઇ કહે આવી હશે,
કોઇ કહે તેવી હશે,
તું જેવી હશે તેવી,
મને ગમતી હશે…
…..અલ્પેશ મોણપરા…

*******

સમજે  છે  તું તોયે અનજાન બને છે,
સમજી જાને આ દિલ વેરાન બને છે.

~શહાદત

*******

દિલ માં જેના  પ્રેમ ની ખાણ છે,
મારા પ્રેમ થી એ જ અજાણ છે

*******

અધૂરા સપના….
તારા વિના…
હમેંશા અધુરા જ રહેવાના….

💟Rajni💟

*******

હું થોડો શરીફ શુ થયો !
આખું શહેર બદમાશ થઈ ગયું ! !

*******

ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથી..
થયું નક્કી..
જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે..!

*******

આઘાતોની વસ્તીમાં છું,
હું ઈશ્વરની દ્રષ્ટિમાં છું.
આખાબોલો માણસ,
તેથી મોંઘો તોયે પસ્તીમાં છું.

*******

અહલ્યા બની ગઈ છે બધી લાગણીઓ  ,

જો કોઈ ને રામ નજરે પડે તો કહેજો  !

*******

મારી જિંદગી માં તારા સિવાય બધું જૂનું થતું જાય છે.

*******

હું  ખાલી બરફ નથી….બરફની આગ પણ ધરાવું છું….
મળે જો લાગણી તો પીગળેને પણ બતાવું છું….

💟Rajni💟

*******

યાદ કરનાર ભૂલ્યા છે આજ,
વાત કરનાર ચુપ કેમ છે આજ,

*******

દિલ માં થોડીક તો ચાહત રાખો,
ગરીબ સાથે ભક્તને રાહત આપો,
ચિરાગ ભટ્ટ

*******

ખોટા નાં પગે ખુંદાઈ રહ્યો છે,
વિશ્વાસ આજે લૂંટાઈ રહ્યો છે…!!
ચિરાગ ભટ્ટ.

*******

જયારે સ્વાર્થ નો સંબંધ સુકાઈ ગયો,
ત્યારે સાચો દોસ્ત પરખાઈ ગયો

*******

તારે દિલ થી રમવું હોઇ તો રમી લે હજું,
તને પ્રેમ થાશે તું પછી રમી નહી શકે….
….અલ્પેશ મોણપરા. …

*******

રોજ મળિએ કે નહી શું ફેર પડે છે,
કદર ક્યાં જમાનો આમેય કરે છે!!..
…અલ્પેશ મોણપરા …

*******

જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો,

તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!

*******

જિંદગીમાં જે ખોવાઈ જાય, એજ
કેટલું મહત્વ નું હોય છે,
નહી ?
જેમ કે,
આ વિતેલું વર્ષ અને તું …

*******

મારી શોધ ….

ભટકતો રહું છું
એની શોધમાં
અને દરીદ્રતા જો..!
મારી શોધ
પુરી થાય છે ને
હું ખોવાઇ જાઉં છું…jn

*******

પ્રેમ એટલે…

તારી સંવેદનાઓમાં મારા અહેસાસોને ભેળવી આંખોના રસ્તેથી મનના મહેલમાં રહીને તારા હ્રદયની રાજધાનીમાં મારુ રાજ…

પ્રેમ એટલે…

તારી સંવેદનાઓમાં મારા અહેસાસોને ભેળવી આંખોના રસ્તેથી મનના મહેલમાં રહીને તારા હ્રદયની રાજધાનીમાં મારુ રાજ…

પ્રેમ એટલે…

તારા દિલની દોરનું મારા દિલ સાથેનું એવું ખેંચાણ કે તું તારામાં ના રહે ને હું મારામાં ના રહું બન્નેનું જગત એકાકાર બની જાય….

પ્રેમ એટલે…

તારું મન ભરીને મારા આલીંગનમાં મન ખાલી કરી ક્યાંય સુધી તારા જગતને મારામાં એકાકાર
બનાવીને રહેવું..

પ્રેમ એટલે…

જ્યારે તું કોઇકની સાથે વાત કરે ને મારુ તારા મૌનને સાંભળવા સતત તારી આંખોમાં તને જોયા કરવું….j

પ્રેમ એટલે…
મારા હાથનો તકીયો બનાવી બાહોની રજાઇમાં વિંટળાઇને રાતભર એકબીજા ના રહેતાં એકાકાર  બનીને સુવું…

પ્રેમ એટલે…

હું ઓફિસેથી ઘરે આવું અને કોઇ ખુશ ખબર સંભળાવું ને અચાનક તું દોડીને મારા ગળે વિંટળાઇ મારુ મોઢું મીઠું કરાવી ક્યાંય સુધી એવા એક અનન્ય  જગતમાં એકાકાર બનીને ઝૂલતી રહું….
પ્રેમ એટલે….

રોજ સવારે કબાટમાંથી તું જે કપડા બહાર મુકુ ને મારું હોશે હોશે એને પહેરીને મલકાતા રહેવું…

પ્રેમ એટલે…

હું જ્યારે સાંજે ઘરે પાછો આવું તને જોતાજ એક નવું જોમ, એક નવી તાજગી, એક નવી સ્ફુર્તિનો મારામાં જનમ…

પ્રેમ એટલે…

સતત કોઇને કોઇપણ જાતની અપેક્ષા વિના બસ આપ્યાજ કરવાનો આ જગતમાં થતો વ્યવહાર…..

પ્રેમ એટલે…

એક નાનકડા કોડીયામાં દીપ પ્રગટતો હોય, હજારો માઇલની ઝડપથી વાયરો વાતો હોય, તેમ છતાં એ દીપક નહિ બુજાય આવો અડગ વિશ્વાસ….
પ્રેમ એટલે…

શબરીએ કરેલા એઠાં બોરને જાણતાં હોવા છતાં હોશભેર ખાવા ને તૃષ્ટિનો આસ્વાદ માણવો….

પ્રેમ એટલે…

મારી તમામ તકલીફોને ભૂલી તારા એક એક અરમાનોને પુરા કરવા અથાગ બનીને મારું મથવું….

પ્રેમ એટલે…

તારી આંખોમાંથી સતત એકધારા આંસુઓ વહેતા હોય, ને એ જ સમયે તારી સામે હું આવું ને એક બુંદ મારી આંખમાંથી છલકે ને બીજી જ પળે મને આલીંગનમા ભરી તારા આનન પર એક સ્મિતનું રેલાવું….jn

*******

પ્રેમનું માપ….

આમ શું વળી
રોજ રોજ પૂછ્યા કરવાનું
મને કેટલો પ્રેમ કરે છે..!!
એકવાર કહ્યું છે ને
મને બસ ચાહવાની
આદત છે માપવાની નહી..!
તેમ છતાંય માપવોજ હોય
મારો પ્રેમ તારા જગતમાં
તો ચાલ આંખ બંધ કર
તારા રોમે રોમ કહેશે….jn

*******

આંખોમાં એવી પવિત્રતા જોવા મળે,
જાણે કોઇ ગોખમાં ઘીનો દીવો બળે.

*******

પગલા ની નિશાની જોઈ એક
સરનામું લખ્યું વાત વાત મા
અજાણ્યે મેં તારું નામં લખ્યું

*******

જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા, એક તું ને એક હું.

*******

આજે કંઇ અધૂરુ છે તારા વગર,
શું તારુ પણ એવુ જ છે મારા વગર ?

*******

ચુંબન….

જ્યાં થયુ ચુંબન, અચાનક શ્વાસ ભટકી જાય છે..
હોઠના દ્વન્દ્વ વચ્ચે ધબકાર અટકી જાય છે…

સ્પર્શ જો મળશે મને આ આગવો તે અંગનો..
આ બદનમાંથી હજારો  વોટ ઝટકી જાય છે…

પ્રેમના એકજ ડગે અધિરાઇ ભાંગી ઓષ્ઠની..
જાય મળવા આ અધર, ને કોઇ પટકી જાય છે…

સૂર છેડાયો મધુર જો હારમોનીયમ રમે..!
એક હળવા સ્પર્શમાં તો સાવ બટકી જાય છે…

હોઠની હળવાશ, આળસ આંખની શરમાય છે..
આવરણ હૈયાનુ એકાએક છટકી જાય છે…

હું કહું, આજે શરમ તારી તને જો રોકશે..!!
ત્યાં જ તું આલીંગને મારાજ લટકી જાય છે…

સિંચને આમજ હ્રદયની સોળ  માદકતા ભળે..
આ જગત જગદીશનું, લે આમ ભટકી જાય છ…jn

*******

તે કરી ચોરી અને…
ધરપકડ મારા દિલ ની  થઈ ગઈ..

*******

પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,,,,,,

અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું.!

*******

શરમાઈ ને જયારે એની પાંપણ ઝુકી જાય છે,
એની બંધ આંખો પણ દિલ માં ખૂંચી જાય છે

*******

કોમળ હૈયાના સાર છે જુદા-જુદા,
જ્યારે મળે છે બે હ્રદય જુદા-જુદા,

તડપ તલપ ને છે હૈયામા હામ,
દુનિયાથી આ વ્યવ્હાર જુદા-જુદા,

અકબંધ જોડાયેલા અવિરત વહેતા,
ભલેને હોય હૈયાના તાર જુદા-જુદા,

કઈ દિશાથી ફુંકાય કોને છે ખબર?
બનતા સબંધ ભલે રસ્તા જુદા-જુદા,

લખે છે “જીગર” પંક્તિમહિ એટલું,
વાંચો ફરી છે બધે ભાવ જુદા-જુદા…

જીગર રાજપરા “સખી” 6-10-15..

*******

ઘણી દવા લગાડી હવે થાક્યો છું,
આ પ્રેમ નામનું ગુમડું ક્યારે મટશે??

*******

લખી-લખીને તો એના માટે મે ખૂબ લખ્યું…
પણ ફાયદો શું???
એના ફોનમાં તો ગુજરાતી સર્પોટ જ ના થયું.

*******

વાટ મારી પણ જુએ છે કોઈ, એવું માનવા,
મારા ઘરના બારણે મેં ચીતરી લીધા નયન.

*******

મને ફરી એક રેતી નું રણ ભીંજવે છે  .
આજે ફરી તારું સ્મરણ  ભીંજવે છે …

*******

હવે થાકી ગયો છું આ ટોળામાં,

ઓ રાધા તું સુવાડી દે ખોળામાં……..

*******

ક્ષણિક આવે
તારી યાદને
આખો દિવસ
હું ફૂલ જેમ
મહેકતો રહું છું

‘નિરાશ’
અલગોતર રતન

*******

ક્ષમતા ક્ષણિક ભંગુર છે.
તું ખુશ રહે,માત્ર એ મંજુર છે.

વિપુલ બોરીસા

*******

આવો તો તમને ગીત સંભળાવું વાંસળીમાં,

મુઠ્ઠી જેવડું દિલ મારૂં ગાઇ રહયું છે પાંસળીમાં.

*******

મિત્રતા પછી પ્રેમ થઇ શકે છે,
પણ પ્રેમ પછી મિત્રતા નથી થઇ શકતી,
કેમ કે દવા મુર્ત્યું પેહલા અસર કરે છે
મુર્ત્યું પછી નહી.

*******

શબ્દોની નોંધપોથી માં ના
હજારો શબ્દો માં
કોઈક શબ્દ કેટલો મીઠો બની જાય
જયારે  કોઈક નાજુક હોઠ વડે બોલાય
“પપ્પા  પપ્પા”

*******

હા બેશક હું એક દિવાનો છું,
તું શમા છે તો હું પરવાનો છું,
તું મદીરા છે તો હું પયમાનો છું,
જો તું પ્રાણ છે મારા જીવનનો તો હું પણ તારો પ્રાણવાયુ છું.
– વૈભવ

*******

ભર નીંદરમાં હતો
શમણું જોતો હતો
ત્યાં સપનામાં જ
કવિ કાલિદાસ પ્રગટ થયા
મને હળવેકથી
પૂછ્યું ?
કવિ જલરૂપ તારું નામ છે?
મેં
હા પાડી
કવિ કોને કેવાય
હસતાં હસતાં ઉતર આપ્યો
નિજાનંદ મસ્તી , અને
દેશ,
માટે લખે તે સાચો કવિ .
એક કવિએ બીજા કવિને
આશીર્વાદ આપી જતા રહ્યા .
સવારે પથારીમાં
કવિતાના શબ્દો પડ્યા હતા.

કવિ જલરૂપ
મોરબી

*******

મોકલું છુ મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો અમૂલ્ય છે યાદ રાખજો,
તડકા માં છાયડો ના લાવી શકું,
પણ ખુલા પગે તમારી સાથે ,
ચાલીશ એ યાદ રાખજો…

*******

“કોઈ સમજાવશે …
આ સ્વપ્ન ના સ્ક્રીન શોટ કેમ લેવા”??

*******

સ્ક્રીનશોટ સપના ના પણ લઇ શકાય છે,
જ્યારે મનગમતું કોઇ સ્વપ્નોમાં આવી જાય છે.
– વૈભવ

*******

માણસ ની પોસ્ટ ને લાઇક કરવી સરળ છે ,
માણસ ને લાઇક કરવો અધરો છે…..

*******

તું પાણી પીઇ લે થોડુંક ,
લોહી ખારું હોય છે થોડુંક,…
….અલ્પેશ મોણપરા …

*******

મેં હજી તો તારા નામનો પહેલો અક્ષર લખ્યો

ત્યાં તો કલમે આખ મારી,
મારી છેડતી કરી ..

*******

ઈન્તજારમાં બિછાવી છે મેં પાંપણો,
હ્રદય ધડકે છે સતત તમારી યાદમાં,
ઝંખે છે રોમ રોમ કાયમનું મિલન,
ખુશ્બૂ સમાઈ જાય જેમ ગુલાબમાં.

*******

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે !
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે !!

*******

આપ અથવા આપની જો યાદ તડપાવે નહિ,

તો પછી આ જિંદગાનીમાં મજા આવે નહિ.

*******

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

*******

મનની તરસ વિશે તમે મને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને મૃગજળમાં જાઉ છુ…

*******

આઇ લવ યુ સો મચ….

આજે તો ગમે એમ પણ કહીને જ રહીશ..
ઇશારાથી પણ તને સમજાવીને જ રહીશ…

લખીને લાવ્યો  છું નામ તારું હથેળીમાં..
વરસોની ચાહત છે, જતાવીને જ રહીશ…

યુગ યુગ સુધી ગવાશે ચાહતના કિસ્સા..
સોળે શણગાર તને સજાવીને જ રહીશ…

મન મારી ક્યાં સુધી જગતમાં  એકલો રહું..!
ચકાસીલે પંક્તિને હવે જણાવીને જ રહીશ…jn

*******

એમ લાગશે કે કૈક તો આપણુ છે…
ઝખ્મો ને સાચવો…..
સંભારણું છે….!!!

*******

દીકરી માટે કઈ
નહિ લખી શકું….
મારો મોબાઈલ
વોટરપ્રૂફ નથી….!!!

*******

છોડ તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,
માણ મસ્ત મૌસમ નું રુપ,
કર તારા ટ્વીટર ને ચુપ,
સાંભળ મીઠી કોયલ ની કુક,
ફેંક બધા ફેસબુક ના લાઈક,
સાચુકલી વાત કર ને કાંઈક,
છોડ ને અલ્યા ટીવી નો છાલ,
નિહાળ ભીના ફૂલો ના ગાલ,
મૂક હવે લેપટોપ ની લપ,
કર ચા ની ચૂસ્કી પર ગપસપ,
બંધ કર હવે મોબાઇલ ની ગેમ,
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,
બસ એટલું તું સમજી જા યાર…
જીવન છે ટચસ્ક્રીન ની બહાર…

*******

હું તારો પડછાયો હતો, તને હશે ભૂલવાની ટેવ પણ મારો પડછાયો રહશે સુઃખ દુઃખ માં હંમેશા તારી સાથ.
– Jaydeep Dave

*******

કેવી મહેફિલ કેવી વાત, તમારા ગયા પછી
કરતો રહ્યો છું ફરીયાદ, તમારા ગયા પછી

ચાંદ ગયો,પૂનમ ગઈ,ગઇ મખમલી રોશની,
હવે ફક્ત અમાસ ની રાત, તમારા ગયા પછી

–  સેંડી

*******

બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે,

ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો.. ……..

*******

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

*******

આંગળીઓ પરબીડિયા ની જેમ વાળી દીધી મે,
માંગ એની ભરેલી જોઈ હથેળી સંભાળી લીધી મે…

*******

માંગવાની ટેવ ઈશ્વર આજની થોડી છે તારી,
જોઈએ તે માંગી લે ને, બોલ શું આપું વચનમાં.

*******

સુની મારી આંખો માં ભલે, રણ ની તરસ છે. ….

ઝાંખી ને જો ભીતર, ત્યાં લાગણી ની પરબ છે. …

*******

જ્યારે બે ઘા જિલવા ની તેવડ હોય..

ત્યારે જ કોક ઉપર એક ઘા કરવો..

*******

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

*******

બે માણસ જ્યારે પાસે આવે ત્યારે પગ કોના ચાલ્યાએ મહત્વનુ નથી,

અંતર કેટલુ ઓછુ થયુ એ મહત્વનુ છે….

*******

શિયાળાની શીત લહેર માં
જોજે –
તારી લાગણીઓ થીજી ના જાય !

*******

છોડે છે સાથ હંમેશા જે દિલ ને પ્યારું હોઈ છે,
બાકી એના ગયા પછી ક્યાં દિલ ને સારું હોઈ છે,
હસાવે આખી દુનિયાને,એ ખુબ રડે છે એકાંત માં,
કેમ કે દિવા તળે હંમેશા અંધારું હોઈ છે

*******

મારા – તારા માં કયા મજા છે,
જેટલી આપણા માં મઝા છે !!!

*******

હિસાબ..બોલ

બોલ મારા જીવનનો હિસાબ કેમ કરીશ..??
આટલા જુના સંબધોનો હિસાન ગણીનાખ લે…

તને કરેલા પ્રેમ અને સ્નેહનો હિસાબ શુ છે..??
એક કામ કર આમાથી રુદન અને હાસ્ય બાદ કર…

આટલા દિવસ સાથે ચાલ્યો એની ગાણતરી કરીને..??
એમા મારો અને તારો સમય બાદ કરી નાખ ચાલશે…

તે વાટ જોઇ હોય એવી પળોનો સરવાળૉ કરી નાખ…
બસ એમાથી મારા ઇંતજારને બાદ કરી નાખ…

હવે ઉજાગરાનો હિસાબ કેમ થશે એ તો કે..!!
અરે હુંતો જાગતો જ સુતો છુ તારી સાથે…

અને હા સમણાનો હિસાબ હુ નહી આપુ તને…
એના પર તો બસ મારો જ અધિકાર છે…

ચાલ હવે બધુ માર ટોટલ અને બાદકર એમાથી…
“જગત” ની સંવેદનાઓ અને હિસાબ બોલ….જગત..jn

*******

જોયુ તુ….

તળાવને કાંઠે એક જહાજ ને ડુબતું મેં જોયું તું…
સાગરના ખોળે એક નાવડું તરતું મે જોયું તું…

નભને ઓલ્યા ક્ષિતીજને અડકતું મેં જોયું તું…
ઝાંઝવાના જળમાં એક પંખી તરતું મે જોયું તું…

આંખોમાં તારી આજ ઉછળતું એક સમણું મેં જોયું તું…
ધબકારમાં તારી ઉછળતું નામ મારું મેં જોયું તું

મૃગજળમાં પાણી પીતું એક હરણ મેં જોયું તું…
બંધ આંખે તારી કલ્પ્નાઓનું એક “જગત” મે જોયું તું..jn…જગત

*******

મારા Dining ટેબલમાં મારા બાજુ ની ખુરશી રોજ તારી રાહ જોવે છે..

*******

જોને હું એ પ્રેમમાં પડ્યો..

પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો…

છાતીમાં નવી કૂપળો ઉગી..
મનદંડીએ વળી એને સીંચી..
મારામાં હું ના મળ્યો, જોને તારામાં જડ્યો…

મન પર સાસન જમાવી બેઠો..
હ્રદયની ધબકાર દબાવી બેઠો..
ખુબ શોધ્યો, છેવટે એ આંસુઓમાં જડ્યો…

વાયરસ બની સુસુપ્ત હતો..
ચેતાતંતુનું ચૈતન્ય ક્યાં એમાં..!!
નિદાન કરતા રક્તમાં એ હાજરમાં જડ્યો…

મારે કાજ તપ્યો આજ રવિ..
લખવા બેઠા “જગત”માં કવિ..
પંક્તિ પંક્તિએ લાગણીઓમાં જડ્યો…

પડ્યો પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં  પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો…jn

*******

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઇએ…
મુલાકાત માં એટલો વજન તો હોવો જ જોઇએ….

*******

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું

*******

મહોબત ન થાય તો કેસ કર મારા પર..
મુદતે મુદતે મળાશે તો ખરું….!!!

*******

સાચા પ્રેમી પ્રેમ માટે તરસી જાય છે,
માટે એમનો પ્રેમ આંસુ બની વરસી જાય છે

*******

આંખો માં કાજળ લાગે ,અને ઘબકાર પાછો આવ્યો
બસ હવે  મારા નામનો સિંદુર લગાવૉ,
તો શ્વાસ પાછો આવે .

*******

આટલા દર્દો સહી મને હવે એટલું સમજાઈ છે,
ખુબ લાગણી રાખી માણસ હમેશા પસ્તાય છે

*******

તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને
બધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી

*******

ખરી ગયા એમને પામવાના સ્વપ્નો મારા,
પુષ્પ બની મહેકી હતી એમને પામવા આ જિંદગી.
– વૈભવ

*******

પ્રેમ નું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે મીરા,
કૃષ્ણ ભક્તિનું પ્રતિરૂપ એટલેએ મીરા,

પ્રેમની શુદ્ધતા એટલે મીરા,
ચરિત્ર ની અણીશુદ્ધતા એટલે મીરા,

જેની ભક્તિ થી કૃષ્ણ થયા તૃપ્ત એ મીરા,
જેના માટે ઝેર નું પણ કીધું અમૃત એટલે.મીરા

*******

મન મારું મીરા બને જો તું કાન  બની જાય,
હ્રદય મારું રાધા બને જો તું ઘનશ્યામ બની જાય.
– વૈભવ

*******

ક્રુષ્ણ નુ રુધિર ( લોહી  ) ભક્તિ  થઈ જેના મા વસ્યું એ  મીરા

*******

જે લય છે
જે વહેતુ ઝરણું
જે પ્રેમ નુ હરણું
જે રાજવાડા ની લાશ
જે હરિજનો ની આશ
જે આત્મા નો પ્રવાસ
જે રોહિદાસનો અવાજ.
તે મીરા…..

*******

“જાણી ના શકે તારા સિવાય…
કોઈ મારા ચહેરા ના ભાવો…
તેથી જ હું મારી
જાતને એકાંત મા રાખું છું..!!!!

*******

અશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની;
વિશ્વ આખામાં વરસવું, એટલે મીરાં થવું!

*******

મૂળ પહેલા પર્ણ ફૂટવું, એટલે મીરાં થવું!
બીજ અંદર વૃક્ષ ઊગવું, એટલે મીરાં થવું!

*******

માપી શક્યા નહી તમે પ્રેમને મારા,
મે તો કહ્યું જ હતું મારો પ્રેમ અમાપ છે.
– વૈભવ

*******

જડ એટલે કાનો અને ચેતન એટલે મીરાં !

*******

મુકી ને ક્યાં ચાલ્યા તમે એકલા,
તમારી યાદોમાં શેકાય છે મારા રોટલા.
– વૈભવ

*******

ઘણા લોકો માટે હુ સારો નથી હોતો ..
તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો..

*******

કોઈ કોઈ ને એવી રીતે
પ્રેમ મળી જાય છે
મીરા ઝંખના કરે છે

અને રાધા ને શ્યામ મળી જાય છે

*******

એમના ગયા બાદ જોડેલા હાથ માં પણ બંદગી ન હતી,
શ્વાસ હતો દેહ માં, પણ ઝીંદગી ન હતી !

*******

નહોતું પડવું મારે આ મોહ-માયાનાં બંધનમાં,
પણ તમને જોયા પછી ઇરાદો જ બદલાઇ ગયો…..

*******

છે ફરીયાદ મને પણ જીંદગીથી
પણ જીવવુ છે માટે જતુ કરુ છુ..

*******

આશાનું, ઈન્તેઝારનું, સપનાંનું શું થશે ?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે ?

*******

તારા માટે લખેલા શબ્દો માં મળે છે બધાની દાદ,
બસ જાણવું છે એટલું કે શું તને પણ છે એ બધું યાદ?

*******

મેં છુપાવ્યા, એ છતા થઈને રહ્યાં
અશ્રુ એની જાત પર જઇને રહ્યાં.

*******

શું આવા જ છે પ્રેમ ના નિયમો??
કોઇ એક વ્યક્તિને ચાહો તો બીજા હજાર વ્યક્તિ ની નફરતથી પીડાવું પડે…

*******

હું શબ્દ સાથે હાથ મા આકાશ લાવ્યો છુ.
હુ ગજલ મા જો દિવાને ખાસ લાવ્યો છુ.
અંધકારે આમ તો ઉજાસ લાવ્યો છુ,
આ નગર ના ચોક મા કઈ ખાસ લાવ્યો છુ…

*******

એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી,
એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી,
કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા,
કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી.

*******

ઘણા લોકો માટે હુ સારો નથી હોતો ..
તમે જ કહો ક્યો એવો દરિયો છે જે ખારો નથી હોતો..

*******

સમય, સ્થાન અને સ્વરુપને જ અહીં મહત્વ અપાય છે,
એક જ મંદિરના બે પથ્થર,
એક પર ચઢે છે જળ અને બીજા પર શ્રીફળ વધેરાય છે.

*******

તારા માટે દિલ માં પ્રેમ ની ખાણ છે,
દુઃખ છે એ વાત નું કે તું જ અજાણ છે

*******

કલ્પનાઓ અને વાદળો ,
દરિયા ના મોજાઓ ,
અણધાર્યા મહેમાન ,
મારી કલમનું પણ કાંઈ આવું જ છે…
~ ~ ~ બાવરીકલમ ~ ~ ~

*******

સમજાતી નથી જીંદગી ની રીત . .  એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે  અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી

*******

તને આજ મળવાનો મારો વાયદો હતો
લોક નજરથી બચવાનો કાયદો હતો

*******

લોક નજરથી તને બચાવું કેમ,
તું ચાંદ છે આસમાનનો તને છૂપાવું કેમ?
– વૈભવ

*******

જ્યારે માણસ ને સ્વાર્થ નો મતલબ સમજાઈ છે,
બસ એ જ ક્ષણ થી માણસ બદલાઈ છે

*******

હવે જામશે માહોલ અહીંનો સૌ ખૂંખાર શેર અહીં આવ્યા છે,
લડશે શાયરીઓ એકબીજાની અહીં ઘાયલ થઇ સૌ આવ્યા છે.
– વૈભવ

*******

રાખ તું પણ મારા માટે થોડી લાગણી,
તારી પાસે મારી માત્ર આટલી માંગણી

*******

ધીરજ રાખી મેં ઘણી છતાં આજ હું તૂટ્યો,
આવ્યો એ દિવસ ફરી જયારે આપનો સાથ છૂટ્યો

*******

એ અલગ વાત છે કે કિનારે ઊભો છું,

પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.

*******

જિતવી છે દુનિયા,બસ એક મિત્ર ની રાહે છુ….,

મળે છે સુદામા ઘણા,પણ હુ કર્ણ ની રાહે છુ.

*******

“ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે !”

*******

અમને નાખો તમે જીંદગી ની આગમાં
અમે આગને પણ ફેરવી દઈશું બાગમાં

*******

લઈ જા મારા બધા સપના,
તારી આંખોમાં એક રાત માટે,
તો તને વિશ્વાસ બેસશે
કે હું તને કેટલુ ચાહું છું.

*******

” આવીશ ને ?”
હું અને ચાતક…
બન્ને સરખા….
તે રાહમાં વરસાદની…
હું રાહમાં તારી….
બન્ને અજાણ….
વરસાદ આને તુ આવશો કે નહી ?…..
છતાં પણ…
રાહ જોતા જ…
તરસ છીપે ચાતકની…
એક એક બુંદથી….
મને તો ….
અનરાઘાર જોઇએ…
તુ આવીશ ને ?…..
-દિપા સોની

*******

મને મેઝર ટેપ નહિ
અશ્રુઓ નો લેપ આપ
મારે અંતર નહિ આસીમ
લાગણીઓ માપવી છે !!

આસીમ .

*******

દીકરી એટલે મોરપીંછ ની મુલાયમતા, એમાં રંગ પણ હોય અને  ઉમંગ પણ,
દીકરી રૂપી મોરપીચ્છ પામ્યા પછી કોઈ બાપ કદરૂપો નથી રહેતો.

*******

કેમ કહું મને એ સવાલ કેવો ખુચ્યો,
જયારે દર્દ આપનારે મારો હાલ પૂછયો

*******

વેર માં હમેશા વાંધો હોય છે..
જયારે..
સ્નેહ માં હમેશા સાંધો હોય છે..

*******

ન બાંધશો વેર મારી સાથે અમે વેરી થઈ જશું,
સાપ કરતા પણ વધારે અમે જેરી થઇ જશું.
– વૈભવ

*******

આંખોમાં વસેલો પ્રેમ એનો છે
નયનમાં લખેલો ઇન્કાર એનો છે
અગર જોઇને મારી આંખો એ સમજી જાય તો ઠીક છે
નહી તો જનમ જનમ નો મને ઇન્તજાર એનો છે.

*******

માફ કરી શકો છો તમે અમને તમે તો ઉદાર દિલના છો,
બસ કંજૂસાઇ તો અમારી જ પ્રખ્યાત છે.
– વૈભવ

*******

કયાંક એવુ તો નથીને કે
‘લખાય છે લાગણીઓ અને વંચાય છે શબ્દો.

*******

#ChetanThakrar

#+919558767835

 
1 ટીકા

Posted by on નવેમ્બર 24, 2015 માં Hindi Shayari, Poems / कविताए

 

ટૅગ્સ:

1 responses to “Gujarati Shayri & Kavita Part 4

  1. hinakulalhradaymaruchegujrati

    ડિસેમ્બર 1, 2015 at 1:45 એ એમ (am)

    wah adbhut sanklan 🙂

    Like

     

Leave a comment