RSS

યુ ટર્ન


“શું થયું? પુરી વાત કહીશ તો ખબર પડશે, આમ રોતી રહીશ તો કેમ ચાલશે?” ખુશીએ એની બચપણની ફ્રેન્ડ સૂચિને પૂછ્યું.

“પરાગની અમુક વાત અને વર્તન નથી સમજાતું. પહેલા સારી સારી વાતો કરતો હતો અને હવે એમની ખરાબ આદત, પાસ્ટની વાતો અને કુટુંબની વાતો ખબર પડે છે તો એમ થાય છે કે હું કોઈ ભૂલ તો નથી કરતી ને?” સૂચિ આજે પોતાની બધી મૂંઝવણ એની ફ્રેન્ડ ખુશી સાથે શેર કરવા જઈ રહી હતી.

“જેમ કે?” સૂચિને ખુલીને બોલવા માટે ખુશીએ લાંબા સવાલની બદલે ટૂંકો સવાલ પૂછ્યો.

“અમારી પહેલી જ મુલાકાતમાં અમે બંનેએ એક-બીજાને પસંદ કરી લીધા હતા, પપ્પા અને ભાઈએ એમના ઘર વિષે તપાસ કરાવી હતી તો તેમાં પણ કંઈ ખરાબ વાત જાણવા મળી નહોતી એટલે બધું જલ્દી ગોઠવાઈ ગયું. પણ સગાઇ પછી હવે જયારે અમે બંને વાત કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે મેં જેવો ધાર્યો હતો તેવો નથી પરાગ. એજ્યુકેશન સારું છે તો જ આવી સરસ જોબ મળી હોય પણ સમજણનો અભાવ વાત-વાતમાં દેખાઈ આવે. ફોન બીઝી આવે કે મેસેજનો રીપ્લાય આપવામાં મોડું થાય તો પણ શંકા કરે અને હજારો સવાલ કરે છે. આપણે પુરુષોની જેમ કંઈ મોબાઈલ ખિસ્સામાં લઈને ના ફરતા હોઈએ ઘરમાં. તેની ઑફિસનો ગુસ્સો અત્યારથી મારા પર નીકાળે છે. એના ઘરમાં અને કુટુંબમાં આમ નહિ ચાલે તેમ નહિ ચાલે એવી જ બધી વાતો હોય.” સુચિએ એના ફરિયાદોના પોટલાં ખુલ્લા કરતા કહ્યું.

“રૂપિયાવાળા લોકોનું કોઈ ખરાબ ના જ બોલે સમાજમાં. અને તારે પણ જોઈતો હતો એવો મળ્યો, મોટું ઘર, સારી જોબ, કાર વગેરે. તો સ્વભાવમાં જતું કરવું જ પડશે. તું આમ બધામાં વાંધો કાઢીશ તો ક્યાંય ગોઠવાઈ નહિ શકે. લગનનું બીજું નામ જ સમાધાન અને એડજસ્ટમેન્ટ છે. પુરુષોને પ્રેમથી બદલી શકાય, તું ધીરજ રાખ અને તારા પ્રેમથી તેને સમજાવજે, સમજી જશે ધીરે ધીરે.” ખુશીએ સૂચિને સમજાવતા કહ્યું.

“સારી જોબ, બંગલો, રૂપિયા બધું નકામું થઇ જાય જો સમજણ ના હોય તો.” સુચિએ નિઃસાસો નાખતા કહ્યું.

“જ્યાં સમજણ ભરપૂર હતી ત્યાં તને એનો ભૂતકાળ નડ્યો. તું વાંક જોવાનું બંધ કર બધામાં, કોઈ સંપૂર્ણ ના હોય, તું પણ નથી. મને ખબર છે હવે તું નીરંગ અને પરાગ વચ્ચે સરખામણી કરતી હોઈશ એટલે જ મૂંઝવણમાં છો. કેમ બરોબરને?” ખુશીએ ઠપકાના સૂરમાં કહ્યું.

“સરખામણી ના કરવી હોય તો પણ થઇ જ જાય છે યાર શું કરું? નીરંગ સાથે વાત કરતી ત્યારે મને માનવામાં નહોતું આવતું કે કોઈ વ્યક્તિમાં આટલી સમજણ અને સાથ નિભાવવાની ભાવના કેમ હોઈ શકે? એના પર મને ગુસ્સો એટલે આવ્યો કે એણે મને એની બધી વાત અને આદતો કહી હતી અને પાસ્ટની કોઈ વાત ના કરી. એ તો જયારે સગાઈની તારીખ નક્કી થઇ ત્યારે પપ્પા અને ભાઈને કોઈકે કહ્યું એમના પાસ્ટ વિષે. મેં ઘરમાં કેમ સમજાવ્યા હતા એ મારુ મન જાણે હો, અને આ બધી ખબર પડ્યા પછી મારે ખુબ બધું સાંભળવું પડ્યું હતું. એ ગુસ્સામાં મેં નીરંગ સાથે સબંધો તોડી નાખ્યા. એની કોઈ સમજાવટ મને મગજમાં બેસતી નહોતી, કોઈ વાત સાચી લગતી નહોતી પછી પણ અત્યારે મને એની બધી વાત સમજાય છે.” સુચિએ નિખાલસતા થી કહ્યું.

“પાસ્ટની વાત ના કરી એનો મતલબ એવો ના હોય કે એણે છુપાવી, બધાનો ભૂતકાળ ભવ્ય ના હોય સૂચિ. ભૂતકાળની અમુક વાતો ભૂલવા માટે જ હોય છે, એમાં એ ભૂલી ગયો હોય કહેતા તો એનો વાંક નથી. હા, એણે તને વર્તમાનની કોઈ એવી વાત કરી હોય અને ખોટી સાબિત થઇ હોય અને તું આવું કર તો યોગ્ય છે, શું એવું કંઈ જાણવા મળ્યું હતું? શું એણે તને કોઈ એવા સપના બતાવ્યા હતા જે સાકાર ના થઇ શકે એવા લાગ્યા હોય તને?” ખુશીએ વાત પકડી લેતા કહ્યું. નીરંગ અને સૂચિની સગાઈની તારીખ નક્કી થઇ ગયા પછી જે થયું તેનાથી ખુશી માહિતગાર હતી. પરંતુ ત્યારે સૂચિ કોઈનું સાંભળવા તૈયાર નહોતી એટલે આજે જયારે સુચિએ નીરંગની વાત કરી તો તે તક ખુશી મૂકે તેવી નહોતી.

“ના, પણ….” સૂચિની નજર સામે ભૂતકાળમાં જે બન્યું તે ફિલ્મની માફક સામે આવવા લાગ્યું.

*******

“જય શ્રી કૃષ્ણ”

“આપ કોણ?” સુચિએ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજનો જવાબ આપ્યો.

“ગજબ !!! એક જ ગ્રુપમાં હોવા છતાં અને મારી અનેકો પોસ્ટ પર કૉમેન્ટ્સ અને લાઈક કરવા વાળી વ્યક્તિએ મારો નંબર સેવ ના કર્યો હોય તે માનવામાં નથી આવતું…. સેવ ના કર્યો હોય તો હવે ગાંઠિયા કરી નાખો…. હાહાહાહા..”

સુચિએ તરત ડિટેઇલ ચેક કરી અને લાઈટ થઇ કે આ તો અતરંગી નામ વાળો નીરંગ, જેની પોસ્ટ તેને ગમતી હતી. સાહિત્યના ગ્રુપમાં સૂચિનું યોગદાન ફક્ત લાઈક અને કોમેન્ટ કરવા પૂરતું જ હતું. તેને મજા આવતી હતી લોકોની કલ્પનાની દુનિયામાં વિહરવાની. સુચિએ રિપ્લાઈ આપ્યો “બધા ગ્રુપ મેમ્બરના નંબર સેવ કરવા એ શક્ય નથી, ગાંઠિયા તો દૂરની વાત રહી. બોલો, કેમ પર્સનલમાં મેસેજ કરવો પડ્યો?”

“ગુસ્સો ના કરો, આજે તમારી વિગત કોઈકે મોકલી અને મને ગમી એટલે નંબર સેવ કરવા ગયો ત્યારે ધ્યાન ગયું કે આ નંબર તો મારા મોબાઈલમાં સેવ થયેલો છે, એટલે એ બાબતે વાત કરવા મેસેજ કરવો પડ્યો.” નીરંગે ચોખવટ કરતાં કહ્યું.

“ઓહ, હવે સમજી. માફ કરજો પણ મને આમ કોઈ પ્રાઇવેટમાં મેસેજ કરે તે પસંદ નથી. તમે તમારી વિગત મને મોકલી આપો, હું પપ્પાને બતાવી દઈશ અને તેમનો નિર્ણય તમને જણાવીશ.” સુચિએ વાત ટુંકાવના ઈરાદા સાથે કહ્યું.

“ઓકે, આવું જ કરવું હોય તો પપ્પાનો નંબર કેમ નથી વિગતમાં? તમારો નંબર તમે તમારી મરજી થી લખ્યો છે કે મજબૂરી થી?” નીરંગે વાત કરવાના મૂડ સાથે લખ્યું.

“મજબૂરીમાંથી જન્મેલી મરજી. પપ્પા સ્માર્ટફોન યુઝ નથી કરતાં એટલે મારે મારો નંબર આપવો પડ્યો.”

“ઓકે, મોકલું છું વિગત જવાબની આશા સાથે. હા કે ના કહેજો… લટકાવી ના રાખતા બીજા બધાની જેમ.” આટલું કહીને નીરંગે પોતાના લગ્ન માટે બનાવેલી વિગત શેર કરી.

થોડા દિવસમાં કોરોના લોકડાઉન ને લીધે નીરંગ અને સૂચિ જે સવારે અને રાત્રે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ના મેસેજ થી આગળ વધીને સામાન્ય વાતચીત સુધી પહોંચી ગયા હતા. તેમાં શરૂઆત તો JSK ટાઈપ કરવાને લીધે થયેલી દલીલ વધુ કારણભૂત રહી. નીરંગની તર્ક સંગત દલીલ સામે સુચિએ ઝૂકવું પડ્યું હતું અને પછી તો વાતોનો સિલસિલો વધવા લાગ્યો. એક દિવસ સૂચિનો જન્મદિવસ હતો એટલે નીરંગે તેની કવિતાની ભાષામાં જન્મદિવસ વિશ કરવા મેસેજ કર્યો. સુચિએ રીપ્લાય આપ્યો”ઓહો, તમને યાદ હતું?”

“વિગતમાં જન્મતારીખ હોય તો યાદ રાખવું એટલું અઘરું ના હોય.” કહીને નીરંગે ફરી એક જન્મદિવસનો મેસેજ કર્યો.

“ઓહો… સારું યાદ રાખો છો.”

“મને ખરાબ વાતો યાદ રાખવી ગમતી નથી એટલે સારું યાદ રાખું છું. હર એક કલાકે તમને અલગ અલગ મેસેજ મળશે જે તમે અગાઉ ક્યાંય વાંચ્યા કે સાંભળ્યા નહીં હોય.”

“એવું કરવાનું કોઈ કારણ?”

“હું આવો જ છું, હું મારા અંગત હોય તેમને આમ જ વિશ કરું અને હર એક કલાકે ચોકલેટ લઇ આવું. હાહાહાહા…”

“આ વધુ પડતું નથી થતું? હું તમારી અંગત ક્યારથી થઇ ગઈ? મને આવી વાતો કે વર્તન નથી ગમતું.” સુચિએ થોડા ગુસ્સા સાથે કહ્યું.

“એ તમારો સ્વભાવ છે, અને હર કલાકે વિશ કરવું એ મારો સ્વભાવ અને આદત છે. છતાં પણ તમને ના ગમતું હોય તો નહીં મોકલું.”

“એવી વાત નથી, પણ મારો ફોન મારી પાસે જ હોય એવું જરૂરી નથી. એટલે જ આપણે એક ફિક્સ સમય નક્કી કર્યો હતો વાત કરવા માટે.”

“એટલે મારા મેસેજ ગમ્યાં એ પાક્કું. બહું કંજૂસ છો હો, એક પણ વાર થેન્ક યુ પણ કહ્યું નહીં તમે. બસ વાંક કાઢ્યો અથવા બીજી વાતે ચડાવી દો છો. બહું હોંશિયાર છો.”

“બસ બસ, ફ્લર્ટ કરવાનું બંધ કરો. મેસેજ માટે થેન્ક યુ.”

*******

“પપ્પા, એક વાર મળી તો લો. મળ્યા વગર તમે કેમ ના પાડો છો? તમે અને દીદીએ પહેલા પણ વાત કરી હતી તેમની સાથે અને તેમને જવાબ આપ્યા વગર વાતને પુરી કરી નાખી હતી. પણ મારા કિસ્મતમાં હશે તો અમે કોન્ટેક્ટમાં આવ્યા અને અમે વાતો કરી. 3 મહિના વાતો કરવાથી મને એટલી ખબર પડી કે એ મને દુઃખી નહીં કરે. મને તેમનો સ્વભાવ ગમે છે. તેણે મને એમની બધી જ વાતો કરી છે, કોઈ મોટા સપના બતાવ્યા નથી.” સુચિએ આખરે તેના પપ્પાને નીરંગ વિશે વાત કરી.

“પણ બેટા, તેને ઘર અને ઓફિસ બંને ભાડાં પર છે. તેની પાસે કોઈ મિલકત નથી. તેવા છોકરા સાથે મારે તારા લગ્ન કેમ કરાવી આપવા?”

“લગન પછી કોઈ એવી પરિસ્થિતિ આવે કે ઘર વેચવું પડે તો તમે મને પાછી તેડાવી લેશો? મિલકત તો આજે છે અને કાલે ના પણ હોય, પણ માણસનો પ્રેમ, સ્વભાવ અને સમજણ આજીવન રહેવાનો. તમે એક વાર મળી તો લો, જો છતાં તમને ના ગમે તો હું જીદ્દ નહીં કરું. પણ એક ચાન્સ તો આપવો જોઈએ ને પપ્પા!!?” સુચિએ તેના પપ્પાને સમજાવતા કહ્યું.

“તું અત્યારે જીદ્દ જ કરે છે. મેં તારા કરતાં વધુ દુનિયા જોઈ છે. 3 મહિનાની વાતોમાં તને એટલો ભરોસો બેસી ગયો કે મારી સામે દલીલ કરતી થઇ ગઈ? હવે મારે તેના વિશે આગળ કોઈ વાત કરવી નથી.” અંબાલાલભાઈએ વાતનો અંત લાવતો તેનો નિર્ણય જણાવી દીધો.

“ઓકે, તો આ તમારો અંતિમ નિર્ણય છે ને? તો મારો પણ અંતિમ નિર્ણય સાંભળી લો, હું જો લગ્ન કરીશ તો એની સાથે. તમારે સંમતિ આપવી મરજિયાત છે, પણ જો ના પાડશો તો મારુ કુંવારા રહેવું ફરજીયાત છે.” સૂચિ આંખમાં ગુસ્સો અને આંસુ સાથે તેના રૂમમાં ચાલી ગઈ.

થોડા દિવસના અબોલા અને હઠાગ્રહ સામે એક પિતા એમની દીકરી સામે ઝૂકી ગયા અને નીરંગને તેના પરીવાર સાથે ઘરે આવાનું આમંત્રણ આપ્યું. સૂચિ અને નીરંગ બંને ખુશ હતા આ વાત થી, પણ સૂચિ હજુ થોડી સંશયમાં હતી અને નીરંગને ભવિષ્યના સપના બહું ના જોવાની સલાહ આપતી હતી. નીરંગ પ્રેમી હતો એટલે તેને ભવિષ્ય દેખાતું હતું જયારે સૂચિ પ્રેક્ટિકલ હતી અને વાસ્તવિકતામાં જીવવા વાળી હતી. નીરંગ તેના મમ્મી, ભાઈ, ભાભી અને ભત્રીજી સાથે સૂચિના ઘરે આવ્યો. ઓળખાણ અને ચા નાસ્તા પછી સૂચિ અને નીરંગને એકાંત પૂરું પાડવામાં આવ્યું.

સૂચિ, શબ્દકોશમાં ‘અપ્સરા’ શબ્દનો અર્થ સમજાવવા માટે બીજું કંઈ લખવાને બદલે ત્યાં એનો ફોટોગ્રાફ ગોઠવી દીધો હોય તો અર્થ આપોઆપ સ્પષ્ટ થઇ જાય એટલી એ સુંદર હતી અને નીરંગ ચહેરો અત્યંત સોહામણો, વ્યક્તિત્વ સ્માર્ટ, શરીર સુડોળ, અવાજમાં લોહચુંબક, અને આંખોમાં વશીકરણ. બંને આજે પહેલી વાર રૂબરૂ મળ્યા હતા.

“સરસ સજાવટ કરી છે રૂમની.” નીરંગે વાતની શરૂઆત કરતા કહ્યું.

“થેન્ક યુ. ચા ભાવી?” સુચિએ શરમાઈને પૂછ્યું.

“હા, તમારા જેવી જ હતી, મીઠી અને કડક.” નીરંગે તેના સ્વભાવ મુજબ કહ્યું.

“બસ હો. કોઈક સાંભળી જશે તો ઉપાધિ થશે.” મોગરાની કળી જયારે બોલતી હતી ત્યારે મધપૂડો બની જતી હતી પણ અત્યારે નીરંગની વાત સાંભળીને સૂચિએ મીઠો ઠપકો આપતી નજરે કહ્યું.

“ઓકે ઓકે. 3 મહિના વાત કરી એટલે હવે મારે તો કંઈ ખાસ પૂછવાનું છે નહીં, તમારે કંઈ પૂછવાનું હોઈ તો પૂછી શકો.” નીરંગે મુદ્દાની વાત પર આવતા કહ્યું.

“ઘરનું ઘર નથી એ જ વાંધો છે બધાને, મને તેમાં તમે સમજાવી પણ હું ઘરનાને સમજાવી શકી નથી. મારે તમને એટલું જ પૂછવું છે કે હવે કોઈ ટેન્શન નથી ને તમારી પર?”

“બધું ટેન્શન દૂર કર્યું પછી જ હું પણ લગ્ન માટે આગળ વધ્યો છું, મારે લગ્નજીવન સુખ-શાંતિ સાથે માણવું હતું એટલે જ મોડો છું. મેં તમને કોઈ મોટા કે ખોટા સપના નથી બતાવ્યા. જે છે તે બધું કહ્યું જ છે.” પોતાની આર્થિક સ્થિતિની કોઈ વાત એણે છુપાવી ન હતી. ભવિષ્યની ઊંચી છલાંગ મારવાના ઉત્સાહમાં એ વર્તમાનની ધરતી પર ઢાંકપિછોડો કરવા માંગતો નહોતો.

“હું તમારી એ જ વાત પર ભરોસો કરીને આગળ વધી છું, તમને ખબર છે કે હું પ્રેમમાં નથી માનતી અને એટલે જ આમ ઘરનાને સાથે લઈને વાત આગળ વધારી છે.”

“તો હવે આ માખણ જેવી હથેળી જીવનભરનો માટે મારા હાથમાં ક્યારે આવશે? મને તમારા જવાબની પ્રતીક્ષા નથી, મને એ દિવસનો ઇન્તેઝાર છે.” નીરંગે ફરી રોમૅન્ટિક અંદાજમાં કહ્યું.

“ઘરનાં હાં પાડે એટલે તરત.” મોગરાની કળી પહેલા મુસ્કુરાઈ અને પછી શરમાઈ ગઈ.

નીરંગના ઘરના તેમના ઘરે આવાનું આમંત્રણ આપીને નીકળી ગયા. સૂચિના ઘરના પણ નીરંગને અને તેના ઘરનાને મળીને થોડે અંશે રાજી થયા અને નીરંગનું ઘર જોવા અને વાત આગળ વધારવા માટે રાજીખુશીથી સંમત થયા. આ વાતની જાણ નીરંગને સુચિએ કરી ત્યારે નીરંગની ખુશીની કોઈ સીમા ના રહી. નક્કી કરેલી તારીખે સૂચિ તેના ઘરનાની સાથે નીરંગની ઘરે હતી, સામાન્ય રીતે કોઈ છોકરીને આવી રીતે ઘર જોવાનો મોકો બહું મળતો નથી હોતો, પણ નીરંગ અને તેના ઘરનાને આ વાતમાં કંઈ વાંધાજનક લાગ્યું નહોતું. નીરંગની ઘરે પણ એ બંનેને એકાંતમાં મળવાનો ફરી મોકો મળ્યો.

“ઘર ગમ્યું?” આ વખતે પણ નીરંગે જ વાતની શરૂઆત કરી.

“હા, સરસ છે.”

“અને ઘરનાં?”

“એ પણ. તમે કહ્યું હતું તેમ સેટ થવામાં વાર નહીં લાગે મને.”

“તો તમારો જવાબ આજે મળશે કે હજુ પણ એ જ જવાબ આપશો જે અનેકો વખત આપી ચુક્યા છો.” નીરંગે આતુરતાનો અંત લાવવા પૂછ્યું.

“મારો જવાબ તો હજુ એ જ છે. હું ઘરનાની વિરુદ્ધમાં જઈને લગન નહીં કરી શકું. તમારે બીજું કંઈ પૂછવાનું કે કહેવાનું હોઈ તો કહો.”

“હા, આ ઘરમાં આવીને બધાની રુચિ તમારામાં રહે, બધાનાં આશીર્વાદની સૂચિમાં તમારું નામ રહે અને તમે લુચી સાબિત ના થાવ એવી પ્રાર્થના. તમારા જવાબની જ રાહ છે, મારો જવાબતો તમને ખબર જ છે.”

“હમમમ…”

સૂચિના પપ્પા અને ભાઈ ભાભીને પણ નીરંગનું ઘર અને ઘરના ગમ્યા અને રહી-સહી શંકા પણ નીકળી ગઈ. એ લોકો સગાઈની તારીખ નક્કી કરીને કહેશે એમ કહીને જતાં હતા ત્યારે નીરંગની મમ્મીએ મીઠાઈનું બોક્ષ સૂચિના હાથમાં આપ્યું અને સુચિએ આનાકાની કરી તો નીરંગની મમ્મીએ કહ્યું કે “અમારા ઘરમાંથી કોઈ ખાલી હાથે ના જાય.” આ વાતથી સૂચિના ઘરનાને પણ આનંદ થયો.

*******

નીરંગ ખુબ ખુશ હતો, પણ નિયતિ તેનું વરવું રૂપ બતાવવા તૈયાર થઈને બેઠી હતી. હૈયાના હેતને રુધિરની ભીનાશમાં ઝબોળીને મહોબ્બતનો સંગેમરમરી મહેલ બાંધ્યો હતો જે તકદીરના એક જ તમાચા થી ધરાશાયી બની ગયો. કોઈ એક અદેખાઈ વાળી વ્યક્તિએ નીરંગના ભૂતકાળનો ચોપડો સૂચિના પપ્પા પાસે ખુલીને મૂકી દીધો, અંબાલાલભાઈએ તે વાતનો બધો જ ગુસ્સો સૂચિ પર કાઢ્યો અને સુચિએ નીરંગ પર.

“તમે મારાથી તે વાત કેમ છુપાવી? તમને ખબર મારે કેટલું સાંભળવું પડ્યું તે? હવે તો મને તમારી બધી જ વાત ખોટી લાગે છે, હું તમારી બધી વાતો પર ભરોસો કરીને આટલી આગળ વધી હતી અને તમે….” સુચિએ ગુસ્સમાં નીરંગને કહ્યું.

“મેં કોઈ વાત છુપાવી નથી, રહી ગઈ કહેવાની. કોઈ વાત કહેવાની ભુલાઈ ગઈ હોય તો એનો મતલબ એવો ના હોય કે જાણીજોઈને છુપાવી. મારામાં એટલી અક્કલ તો છે કે આવી વાત છુપાવી ના શકાય, આજે નહીં તો કાલે તમને ખબર પાડવાની જ હતી. પણ હું ભવિષ્યના સપના સાચા કરવામાં ભૂતકાળની વાત ભૂલી ગયો તમને કહેતા. અને એ વાત હું દુઃસ્વપન ગણીને મુશ્કેલીથી ભુલ્યો હતો.” નીરંગે અફસોસના સુર સાથે સમજાવતાં કહ્યું.

“હવે હું કેમ ભરોસો કરું કે તમે ભૂલી ગયાં હતાં? કોઈ આવી વાત કેમ ભૂલી શકે કે તે લવગુરુ હતાં અને અનેકો લવ મેરેજ કરાવ્યા, ઘરનાની વિરુદ્ધમાં જઈને. તમને એમના મમ્મી પાપા વિશે વિચાર જ નહોતો આવતો? તેવું કરવામાં તમને જેલ જવું પડ્યું તો પણ … હું નથી માની સકતી કોઈ આવી વાત ભૂલી જાય.”

“એ મારો પાસ્ટ હતો, અને મેં ત્યારે પણ કોઈ અયોગ્ય વ્યક્તિની મદદ નથી કરી કે નથી કોઈ ખોટું કર્યું. રહી વાત એ લોકોના મમ્મી પપ્પાની તો તે બધા અત્યારે રાજી જ છે તેમના સંતાનોને ખુશ અને સુખી જોઈને. બધાએ તેમને માફ કરી દીધા છે પણ મને હજુ માફ નથી કર્યો અમુક લોકોએ. મને એ નથી સમજાતું કે મારો એ ભૂતકાળ મારા અને તમારા ભવિષ્યને ક્યાં અને કેવી રીતે નુકસાન કરી શકવાનું? મારા એ ભૂતકાળને લઈને લોકોની સાથે તમે મારુ ભવિષ્ય દાવ પર સુકામે મુકો છો?”

“વાત ભરોસાની હોઈ નીરંગ, જે હવે મને તમારામાં તસુભાર પણ નથી. એટલે મને ભૂલી જજો અને ફોન કે મેસેજ કરવાની કોશિશ ના કરતાં.” સુચિએ પોતાનો નિર્ણય જણાવતા કહ્યું.

“ઓકે, જેવી તમારી મરજી પણ એક વાત યાદ રાખજો મારા જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને. એ સત્ય ક્યારેય નહીં બદલાય. તને પ્રેમ કરવાનું બંધ કરવું હવે મારા માટે તો શક્ય નથી. હું તને કાયમ ચાહતો રહીશ, આજીવન ચાહતો રહીશ. પ્રેમ મારો ધર્મ છે અને તું મારો ધર્મગ્રંથ.”

“બસ બસ, પ્રેમની મોટી મોટી વાતો કરો છો પણ એટલું ના સમજી શક્યા કે સ્ત્રીને જેટલી જરૂર પ્રેમની છે તેના કરતા હજારગણી જરૂર સન્માનની હોય છે. પ્રેમિકાના સુંદર ચહેરાને હથેળીઓમાં લઈને ચૂમવો એ જ માત્ર પ્રેમ નથી, પણ એની તમામ લાગણીઓને પણ હથેળીમાં કાળજીપૂર્વક સમાવીને એનું જતન કરવું એનું નામ જ ખરો પ્રેમ. અને એ પ્રેમમાં તમે અભણ છો. એક સ્ત્રીનો ભરોસો તોડવો એ દિલ તોડ્યા બરાબર જ કહેવાય, અને આજે તમે મારુ દિલ અને ભરોસો બંને તોડ્યા છે.”

“ઓકે તો એમ રાખો. પણ મારો ઈશ્વર સાક્ષી છે કે મેં કોઈ વાત જાણીજોઈને છુપાવી નથી. ભગવાન તમને એ બધી જ ખુશી આપે જે હું આપવા માંગતો હતો.” નીરંગે થાકીને વાત પુરી કરી.

પ્રેમ એ છે કે જયારે તમે માત્ર એટલું જ ઈચ્છો છો કે તે વ્યક્તિ સુખી થાય, પછી ભલે તે સુખના તમે હિસ્સેદાર ન પણ હો. આ વાતમાં સ્પષ્ટપણે માનતા નીરંગે સૂચિનો કોઈ વાંક કાઢ્યા વગર તેના નિર્ણયને સ્વીકારી લીધો અને સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ પર તે બંને વાત કરતાં હતાં તે મોબાઇલમાંથી હંમેશા માટે ડિલીટ કરી નાખ્યું.

*******

“ક્યાં ખોવાઈ ગઈ?” ખુશીએ સૂચિનો હાથ પકડીને તેને વર્તમાનમાં લાવી.

“શું કરું યાર, કંઈ સમજાતું નથી. એક બાજુ પરાગના શબ્દો અને વર્તન ભાલાની જેમ ખૂંચે છે અને બીજી બાજુ નીરંગની ભૂલને પણ પુરી રીતે માફ નથી કરી શકતી.” સુચિએ રડતાં રડતાં કહ્યું.

“એવું શું કહી દીધું પરાગે?” ખુશીએ સૂચિને ખુલીને વાત કરવા કહ્યું.

“મને કહે કે જે યુવતીની ભૂગોળ અતિ આકર્ષક હોય એનો ઇતિહાસ એટલો આકર્ષક નથી હોતો. આવું કહીને તેણે મારા કેરેક્ટર પર શંકા કરી. લગ્નના પવિત્ર કરારના આલેખન માટે પતિદેવોને કાગળ તો કોરો જોઈએ છે, પણ કલામ કુંવારી રાખવાની સમજ નથી એમનામાં. નીરંગે મને મારા પાસ્ટ વિશે એક પણ સવાલ કર્યો નહોતો.” સૂચિ રડી પડી.

“તો મૂક પડતો એને, શંકાશીલ વ્યક્તિ સાથે સમાધાન ના કરી શકાય. સૂચિ, આપણને આપણી ચોઈસનું ના મળે અથવા જેને ચાહતા હોઈએ એને ન પરણી શકાય તો કઈ નહિ, એને પરણી જવાઈ જે આપણને ચાહતું હોય. નીરંગ તને કેટલો પ્રેમ કરતો હતો તે તને ખબર જ છે. નીરંગનો પાસ્ટ ભલે ગમે તેવો હોય પણ મને તે સાચો પ્રેમી લાગ્યો હતો. કહેવાય છે કે એ માણસ નસીબદાર હોય છે જે કોઈ સ્ત્રીનો પહેલો પ્રેમ હોય…. અને એ સ્ત્રી નસીબદાર હોય છે જે કોઈ પુરુષનો છેલ્લો પ્રેમ હોય. તું તે બાબતમાં નસીબદાર છો. તું નીરંગને કોલ કર.” ખુશીએ સૂચિનું મન જાણીને નીરંગ માટે ફરીથી તેના દિલમાં જગ્યા બનાવાની કોશિશ કરી.

“પણ એ શું સમજશે? હું ક્યાં મોઢે અને શું વાત કરું?” સુચિએ પોતાના મનની શંકા જણાવી.

“જિંદગીમાં અમુક સબંધો pause બટન જેવા હોઈ છે, એ ત્યાંથી જ શરુ થઇ જાય જ્યાંથી તમે મુક્યા હોય. નીરંગ સાચો પ્રેમી અને સમજુ હશે તો તારે કોઈ ચોખવટ કરવી જ નહીં પડે. આપણે જિંદગીમાં બહું બધું ગુમાવી દેતા હોઈએ છે, ક્યારેક “ના” જલ્દી બોલીને અથવા “હા” મોડું બોલીને. એટલે હવે તું બહું વિચાર્યા વગર તેને કોલ કર.” ખુશીએ હિમ્મત આપતા કહ્યું.

સુચિએ ધડકતા હૃદયે નીરંગને કોલ લગાવ્યો…. બીજી બાજુ નીરંગે મોબાઈલની સ્ક્રીન પર સૂચિનું નામ વાંચીને આશ્ચર્ય થયું. ત્રીજી રિંગે કોલ રિસીવ કરતાં બોલી પડ્યો “ઓહો, તમે!!!”

“હજુ નંબર સેવ છે મોબાઈલમાં?” સૂચિને આશ્ચર્ય થયું.

“સેવ પણ છે અને ગાંઠિયા પણ… હાહાહાહા….” નીરંગે તેના નિરાલા અંદાજમાં મજાક કરતા કહ્યું.

“હજુ પણ સુધર્યા નથી તમે. આટલાં સહજ કેમ રહી શકો છો? મને એમ કે તમે મારો નંબર ડીલીટ કરી નાખ્યો હશે.”

“મેં કહેવા ખાતર જ પ્રેમ નહોતો કર્યો, મારી જિંદગીમાં તમારું સ્થાન હજુ એજ છે જે પહેલાં હતું. દૂર અને ડીલીટ તો તમે કર્યો હતો મને તમારી જિંદગીમાંથી.” નીરંગે પહેલા જેટલા જ પ્રેમથી વાત કરી.

“શું આટલું થયા પછી પણ તમે હજુ મને સ્વીકારશો?”

“રિલેશનશિપ, ફ્રેન્ડશીપ અને ફ્રેન્ચ કિસ, આ બધામાં જ્યાં સુધી ટ્વિસ્ટના આવે ત્યાં સુધી મજા ના આવે. આપણી લાઈફમાં અને રિલેશનશિપમાં ટ્વીસ્ટ આવી ગયા, મજા બાકી રહી જે તમે આવશો તો સાથે કરી શકીશું. બોલો એકલો આવું કે ઘરનાને સાથે લઈને?”

*******

-ચેતન ઠકરાર

+919558767835

 
Leave a comment

Posted by on માર્ચ 27, 2021 માં SELF / स्वयं

 

છેલ્લો પડઘો


રામજી આજે દસ દિવસે બોર,આમલી, કેરી..જેવી આથેલી વસ્તુ ઓ ની લારી લઈ બહાર નીકળ્યો…કોરોના વાયરસ ના ફેલાવાથી સરકારે બધું બંધ કરી દીધેલું… સેવા કરનારી સંસ્થાઓ ખાવાનું આપવા આવતી.. પણ બે દિવસથી કોઈ કઈ આપવા આવી નહોતું. ઘરમાં બચાવેલું હતું એ બધું વપરાઈ ગયું..તેની પત્ની એ કહ્યું, એવામાં તમે ક્યાં જશો ?? પોલીસો ની ગાડીઓ ફરે છે..લોકો ને મારે છે…

રામજી બોલ્યો..હા… હું જઈશ..મારાથી આપણી દીકરીના આંસુ નથી જોવાતા..

રામજી ને તેની પત્ની..પાંચ વરસની તેમની ગુડિ યા…રોજ લારી ફેરવી ને રોજ કમાવાનું ને રોજ લાવી ને ખાવાનું…નદીને કિનારે ઝૂંપડી બાંધીને રહેતા..રામજીની પત્ની ફરવા આવતા લોકો ને બોર,આમલી, ખતુમડા, કેરી..આથી ને વેચવા બેસતી.. સાંજ પડે લારી ના વકરા માંથી ત્રણ જણ નું ખાવાનું બનતું… દીકરી માટે રોજ દૂધ લાવવા પૈસા બચાવતા..
પણ દસ દિવસથી દીકરી ના દૂધ માટેનું રુદન રામજી થી નહિ જોવાયું…

આજે લોક ડાઉન એટલે શું ?? એ ખબર ન્હોતી…બસ એટલું સમજતા કે સરકારે બધું બંધ કર્યું છે…માણસો ઘરમાં કેદ ને મંદિર માં ભગવાન પણ કેદ…

આજે દીકરી એ કહ્યું,…બાપુ..દૂધ લાવી દ્યો ને…ભૂખ લાગી છે… ને રામજી લારી લઈને નીકળ્યો..જે થાય તે.. આજે તો દીકરી માટે દૂધ લાવીશ જ..મારી દીકરી દૂધ માટે તડપી રહી છે..

ગલીઓમાં જઈ રડતો રડતો ધીમે થી બૂમો પાડતો જતો હતો… એક ગલી માં કેટલાક છોકરાઓ એ આમલી ને કેરી લીધી…પૈસા આપ્યા… રામજી ખુશ થતો બીજી ગલી મા ગયો..ત્યાં પણ ૧૦ રૂપિયા મળ્યા…

એટલા માં પોલીસ ની જીપ ની સાયરન વાગી… એ એક ખૂણા માં લારી લઈ છુપાઈ ગયો…પોલીસ ની જીપ ગયી…ને બહાર નીકળ્યો…નદી તરફ ઝૂપડા પાસે ના દૂધની દુકાન ખુલ્લી જોઈ ..એક નાની થેલી દૂધની લીધી…ઝડપથી ઝૂંપડા તરફ જવા લાગ્યો..રોડ ક્રોસ કરી સામે જ ઝૂંપડું હતું… એ રોડ પર આવ્યો ને…એક પોલીસ ની જીપ આવી…પોલીસ નીચે ઉતરી ને રામજી ને મારવા લાગ્યા….

રામજી બૂમો પાડતો હતો…સાહેબ..મારી દીકરી ભૂખી છે..પણ…લારી નો સમાન ફેંકાઈ ગયો…માર ખાતા ખાતા પણ રામજી એ દૂધ ની થેલી હાથમાં મજબૂત પકડી રાખી…એના કાનમાં દીકરીના અવાજ નો પડઘો સંભળાતો હતો…બાપુ…ભૂખ લાગી છે….ને જેમતેમ રોડ ક્રોસ કરી ઝૂપડા તરફ ભાગ્યો…પોલીસ જતી રહી..રામજી ઘસાડતો ઘસાડાતો ઝૂંપડા પાસે આવ્યો…એની પત્ની રામજી તરફ દોડી..લોહી લુહાણ રામજીના હાથમાં દૂધ ની થેલી હતી…

રામજી એ દીકરીને બોલાવી… ગુડિ યા… ને ગુડિયા દોડતી આવી. રામજીની પત્ની એ દૂધ પવાલામાં ખાલી કર્યું….ને દીકરી ને પીવડાવ્યું…રામજી દીકરી ને દૂધ પીતી જોઈ રહ્યો…..જોઈ રહ્યો.. ને એની પત્ની એ હૈયાફાટ રુદન થી રામજીની આંખો બંધ કરી. ને…બાપુ…એક છેલ્લો પડઘો રામજીના કાનમાં અથડાઈ ને હંમેશ માટે શમી ગયો….

રીટા મેકવાન “પલ”
સુરત…

 
Leave a comment

Posted by on માર્ચ 18, 2021 માં Rita Mekwan

 

અવસ્થા અને સ્વપ્ન


મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે.
૧. બાલ્યાવસ્થા.
૨. યુવાવસ્થા.
૩. વૃદ્ધાવસ્થા.

માનવી આ અવસ્થાઓ દરમિયાન અનેક અનુકૂળ,પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઈ,સારા..નરસા અનુભવો લઈ, સફળ કે નિષ્ફળ થઈ આગળ વધે છે. આ ત્રણ અવસ્થા દરમિયાન પોતે જોયેલા સપના સાકાર કરવા માટે, પ્રગતિના પંથે ઉડાન ભરતો હોય છે. બાલ્યાવસ્થામાં …માનવી ને કંઈ વધારે સમજ હોતી નથી..એટલે કૈંક મેળવવામાં માટે.. સ્વપ્ન નહિ,પણ બાળકની ” ઈચ્છા” એમ કહી શકાય..

દા. ત. નાના બાળકને ગમતું રમકડું કે બિસ્કીટ કે ચોકલેટ … કંઇ પણ..બાળકની નજર સામે, કે થોડે દૂર મૂકો..તો બાળકએ લેવા માટે. ઘૂંટણિયે પડીને કે ડગુમગુ ચાલતા જઈને , એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરશે.. અને એ માટે બાળક મહેનત કરે છે. આજ વસ્તુને આપણે જ્યારે યુવાવસ્થામાં મેળવીએ તેને સ્વપ્ન સાકાર કર્યાનું કહીએ.. હા.. માનવીએ સ્વપ્ન જોવા જોઈએ..

બાળપણની વિદાય પછી શમણાઓની હારમાળા લઈ શરૂ થયેલ અવસ્થા એટલે યુવાવસ્થા… યુવાવસ્થામાં માનવી પરિપકવ બને છે.પોતે ક્યા ક્ષેત્ર માં આગળ વધવું , એ વિશે સ્વપ્નશીલ બને છે. એ માટે સતત અભ્યાસ કરી,પરિશ્રમથી પોતાના બંધ આંખે જોયેલા સ્વપ્નને ખુલી આંખોએ જીવંત બનાવવા માટે લગાતાર કાર્યશીલ રહે છે.

ત્રીજી અવસ્થા..વૃદ્ધાવસ્થા .વૃદ્ધાવસ્થા એટલે ..જીવનનો સંધ્યાકાળ. પોતાના સંતાનોમાં વાવેલા સ્વપ્નોના સંસ્કારની લણણી ની અવસ્થા.
યુવાવસ્થામાં જે માનવી પોતાના સંસ્કારોને સાકાર કરે છે.. એ હકીકત માં એ સ્વપ્નના બીજ તો માવતરે પોતાના સુખદુઃખની પરવા કર્યા વિના, સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે નાંખ્યા હોય છે.

ત્રણેવ અવસ્થામાં માનવી એ કંઇક મેળવવું છે, પામવું છે.પણ..ફકત સ્વપ્ન જોઈએ બેસી ન રહેતા,લક્ષ્ય સુધી પહોંચવા, સ્વપ્ન સિદ્ધ કરવા..”પુરુષાર્થ ને પારસમણિ” બનાવવો પડે છે…અને એ પણ નિરાશ કે નાસીપાસ થયા વિના.

છેલ્લે એક વાત ..કે જે માવતરે સ્વપ્ન બતાવ્યા,સંસ્કાર સિંચ્યા,સફળતાના આશિષ આપ્યા… એ માવતરને વૃદ્ધાવસ્થામાં થોડો લાગણીનો છાંયડો જરૂર આપજો.માવતરના ઉંમરના અસ્તાચળના પડાવને થોડો સમય આપજો.

વૃદ્ધાવસ્થા એટલે ફરીથી આવેલી બાલ્યાવસ્થા…
વૃદ્ધાવસ્થામાં આપના વડીલોએ પોતાના સંતાન પાસેથી વાંછેલું સ્વપ્ન સાકાર કરજો…

રીટા મેકવાન “પલ”
સુરત.

 
2 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 15, 2021 માં Rita Mekwan

 

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી


સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી ….
હા..હું એક સ્ત્રી છું..એક નારી છું.

પ્રથમ હું રદ ઈશ્વર અને મારા જન્મદાતા સમક્ષ આદરથી શીશ ઝુકાવુ છું ,ને ઋણ સ્વીકારું છું કે જેમણે મને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. સ્ત્રીની ગરિમા પામી શકું એટલી સમજ આપી. દીકરી, બહેન, પત્ની, માતા સ્વરૂપે ફરજ નિભાવી શકું એટલી સમજ આપી. જેમ સ્ત્રીની અવસ્થા બદલાય તેમ તેનો રક્ષક પણ બદલાતો રહે છે.

પહેલા પિતા, ભાઈ, પતિ અને દીકરો….
હે ઈશ્વર,
મારી વેદના તને ન કહું તો કોને કહું…!!!?

ઈશ,
તેં પુરુષ અને સ્ત્રીને સમાન બનાવ્યા છે…પુરુષના શરીરમાંથી એક અંગ લઈ સ્ત્રીનું સર્જન થયું. જો આ વાત સાચી હોય તો હે ઈશ્વર, જ્યારે તારી નજરમાં સ્ત્રી ને પુરુષ સરખા હોય તો આ પુરુષ લક્ષી સમાજમાં પુરુષનું આધિપત્ય વધારે કેમ?!

આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી ને હંમેશા અબળા જ ગણવામાં આવે છે. અરે, સ્ત્રી તો પુરુષ સમોવડી છે, પુરુષ કરતાં પણ ચડિયાતી છે. પણ આ વાસ્તવિકતા સમાજ સ્વીકારતો નથી. કારણકે એમાં પુરુષનો અહમ ઘવાતો હોય છે.

સ્ત્રીને અબળા ગણી તેના પર અત્યાચાર, અનાચાર અને દુરાચાર વધે છે ત્યારે તેની વેદના સભર ચિત્કારની ચિનગારી ઘણાને ભસ્મ કરી નાખે છે. જેમ વાવાઝોડા અને પવનની વચ્ચે દીવો પ્રગટાવવો અને પ્રગટાવ્યા પછી એને ટકાવી રાખવો જેટલું કઠિન છે તેમ આ પુરુષ લક્ષી સમાજની વચ્ચે સ્ત્રીઓનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવું પણ કઠિન છે.

સ્ત્રીને એક “અબળા” નહિ પણ “સબળા” તરીકે જોશો તો સમાજમાંથી “નબળા” તત્વો આપોઆપ દૂર થઈ જશે. સમાજમાં પોતાનાં મોભાનો આંચળો ઓઢીને ફરતા દુષ્ટ દુઃશાસન જેવા પુરુષો જ્યારે સ્ત્રીની અસ્મિતા ને કલંકિત કરે છે ત્યારે એક સ્ત્રી સબળા હોવા છતાં લાચાર ને બેબસ બની ઈશ્વરને પોકારતા કહે છે.

હે ઈશ્વર… તું સર્જનહાર છે તો તારી આપેલી સર્જનશક્તિથી હું પણ સર્જનહાર છું.. ઈશ્વર તેં સ્ત્રીને તારી જેમ જ સર્જનહાર બનાવી છે તો આ પામર ને તુચ્છ પુરુષો સ્ત્રીનું અપમાન કરે છે તેને કલંકિત કરે છે …હે પ્રભુ આ ક્યાંનો ન્યાય?

ત્યારે ઈશ્વર કહે છે… તારી લક્ષ્મણરેખા તું જાતે જ દોર જાનકી… તારા ચીરનું રક્ષણ તું જાતે જ કર પાંચાલી.. તારા અસ્તિત્વના રક્ષણ માટે ખેલ તું રક્તરંજિત હોળી..હું છું તારી સાથે… ચઢાવ નરાધમો ને તું શૂળી…

હા..હું એક સ્ત્રી છું…એક સ્ત્રી છું..

-રીટા મેકવાન”પલ”
સુરત.

 
Leave a comment

Posted by on માર્ચ 8, 2021 માં Rita Mekwan

 

દીકરી


વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”
વાર્તા લેખિકા : – રીટા મેકવાન

મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને જવા દો …”

અને દીકરીને જોર થી ખેંચ આવી.બેભાન થઇ ગઈ. માની આંખમાંથી આંસુ સરી પડ્યા. વાત એ રાતની ભુલાતી નથી..

કોઈ એક અંતરિયાળ ગામમાં એક ગરીબ કુટુંબ રહે.માબાપ અને દીકરી. બાપ મજુરી કરે.નાનકડી ઓરડીમાં ચાર વાસણ એ એમની મિલકત.દીકરીને સાપ નો ભારો માનતા આ લાચાર માબાપે ૨૦ વર્ષે દીકરીને પરણાવી દીધી. પણ ગરીબના નસીબ પણ ગરીબ. સાસરે વળાવેલી દીકરી નો ત્રણ વરસ થવા છતાં ખોળો ખાલી રહ્યો ને સાસરિયાઓનો ત્રાસ શરુ થયો. દારૂડિયો પતિ કહેવા લાગ્યો,” તું હમણાં તારા પિયર જા. હું જુદું મકાન લઈ ને પછી તને તેડી જઈશ.” દીકરી માબાપ પાસે પાછી આવી. દિવસો વિતતા ગયા.જોતજોતામાં વરસ થઈ ગયું.દીકરી ઉદાસ અને આંસુ સભર આંખે પતિની રાહ જોતી હતી.

દીકરી એ વિચાર્યું એ તો ન આવ્યા પણ હું તો જઈ શકું ને ? પણ સાસરે જવાના પૈસા લાવવા ક્યાંથી? બાપની મજુરીના પૈસામાંથી માંડ એક ટંક નું ભોજન બનતું. બાજુમાં રહેતી પડોશણે આ જાણ્યું. તેણે દીકરીને કહ્યું,” હું મજુરી કરવા જાવ છું.એક દિવસના ૧૦૦ રૂપિયા રોજ છે. તું મારી સાથે ચાલ . એમાંથી તું સાસરે જવાનું ભાડું કાઢી શકશે . દીકરી એ હા પાડી.

બીજે દિવસે દીકરી પડોશણ સાથે મજુરી કરવા ગઈ. કોઈ એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આખો દિવસ મજૂરી કરી બળબળતા તાપમાં ભૂખી તરસી રહી દીકરી કામ કરતી રહી. સાંજે ૫ વાગે રોજ પૂરો થયો. હાથ પગ ધોઈ શેઠ પાસે મજૂરી માંગવા લાઈન માં ઉભી રહી.

ગરીબની દીકરી હતી પણ શરીરનું કાઠું સારું હતું. જુવાન હતી. શેઠની આંખોમાં એને જોઈ ને વાસનાના કીડા ખદબદવા લાગ્યા. શેઠે છોકરી ને કહ્યું,”તારું કામ હજુ બાકી છે. એક કલાક વધારે કામ કરશે તો ૧૫૦ રૂપિયા મળશે. દીકરી લલચાઈ ગઈ. પડોશણ ને કહ્યું,” તું જા.હું એક કલાક કામ કરીશ. થોડા વધારે પૈસા મળશે તો બાપુને કામ લાગશે. મારા માબાપને કહી દે જે.” પડોશણ ને બીજા મજુર જતા રહ્યા. ૮.૩૦ થતા વોચમેન દરવાજો બંધ કરવા લાગ્યો. એટલે દીકરી એ શેઠ ને કહ્યું,” મારું કામ પૂરું થયું છે.હું જાવ છું. મારી મજુરી આપો. ૧૫૦ રૂપિયા મળવાથી ખુશ થતી દીકરી ચાલી નીકળી ત્યારે રાતના નવ વાગ્યા હતા.

હજુ તો થોડે દુર ગઈ ત્યાં દારૂના નશામાં ચકચૂર થઈને શેઠ એની પાછળ દોડ્યો. ચોટલો પકડીને એને રસ્તામાં પાડી નાખી. ગંદી ગાળો બોલતો કહેવા લાગ્યો,” સાલી હલકટ નીચ ચોર મારા પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોરી લીધા અને ભાગી જાય છે? ચાલ બાંધકામ કર્યું તે ઓરડીમાં તારી જડતી લેવી પડશે”.

દીકરી તો શેઠનો મિજાજ જોઈ ધ્રુજી ઉઠી.પહેલી જ વાર કામ કરવા નીકળી હતી. બે હાથ જોડી રડતી કરગરતી કેહવા લાગી , “ જુઓ મેં ચોરી નથી કરી.” શેઠે એક પણ વાત નહિ સાંભળી. એને ઘસડીને ઓરડીમાં લઇ આવ્યો.

શેઠનો મિજાજ ઓળખી ગયેલો વોચમેને ઓરડીનો દરવાજો આડો કરી દીધો.

શેઠે છોકરીના પેટમાં લાત મારી જમીન પર પટકી ને કહ્યું,” કપડા ઉતાર તારી જડતી લેવી છે. બોલ પૈસા ક્યાં સંતાડયા છે?

દીકરી બેબસ અને લાચાર બની ગઈ. એણે કપડા ઉતારવાનો ઇનકાર કર્યો. નશામાં ચકચૂર શેઠે ફરી પેટમાં લાત મારી. માર સહન ન થતા દીકરીએ સાડી ઉતારી નાખી.

શેઠની આંખમાં લોલુપતા ધસી આવી. એણે દીકરીના ઉપવસ્ત્રો પણ ઉતારી કાઢ્યા.દીકરી લજ્જાની મારી કોકડું વળી ગઈ. એની પાસે શેઠે આપેલા ૧૫૦ રૂપિયા સિવાઈ કઈ નહોતું.

હવે શેઠ નફફટ થઇ કેહવા લાગ્યો , ચાલ દારૂ પી ને મને સાથ આપ. એમ કરીને પોતાના કપડા ઉતારવા લાગ્યો. દીકરી શેઠની દાનત પારખી ગઈ ને દોડવા ગઈ પણ શેઠે એને પકડી પાડી ને બાંધી દીધી. અને જબજસ્તી થી દારૂ પીવડાવા લાગ્યો.અને પોતાની હવસ ને અંજામ આપવા લાગ્યો.છોકરી બેભાન થઇ ને પડી હતી. શેઠે પોતાની વાસના સંતોષી.દીકરીનું શિયળ લુંટાઈ ગયું.

દીકરીને કલાકેક માં ભાન આવ્યું.એણે જોયું એના ગુપ્તાન્ગમાંથી લોહી વહી રહ્યું હતું.પોતાના કપડા ઉચકીને નિર્વસ્ત્ર જ દોડવા લાગી.બહાર નીકળી દોડતા અથડાતા જેમ તેમ વસ્ત્રો પેહરી દોડી. શેઠ ભુરાયો થઇ ગાડી લઇ એની પાછળ દોડ્યો.દીકરી ગલીના નાકે દીવાલ આડે સંતાઈ ગઈ. શેઠ ને આ તરફ આવતો જોઈ ફરી ભાગવા લાગી.

થોડે દુર રાતના જમી પરવારી ને ચોરે ભેગા થયેલા લોકો સમજી ગયા અને હાથમાં જે આવ્યું તે લઈને શેઠ તરફ ધસી ગયા.

લોકોનો મિજાજ પારખી જઈ શેઠ ત્યાંથી પલાયન થઇ ગયા.લોકોએ દીકરીને પાણી પીવડાવ્યું.એની કથની સાંભળી. એના માબાપને ખબર આપી.હજુ દીકરીને લોહી વહેતું જ હતું.

એમ્બુલન્સ બોલાવી દીકરીને હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટર એ પહેલા તો પોલીસ કેસ કરવા કહ્યું. પોલીસ સ્ટેશને ફરિયાદ લખવી ત્યારે સવારના ચાર વાગી ગયા હતા.ફરીથી હોસ્પિટલ લાવ્યા. ઊંઘ બગડી હોવાથી નર્સે મો મચકોડી પ્રાથમિક સારવાર આપી. અને ઘરે મોકલી દીધા. એમ કહીને કે કાલે સવારે પાછા આવજો.

બીજે દિવસે ન તો હોસ્પીટલમાં જવાના પૈસા હતા,ન તો ડોકટરે લખેલી દવા લાવવાના પૈસા.

આજે પણ પોલીસ ફરિયાદ જ્યાં ની ત્યાં જ ફાઈલમાં બંધ પડી છે.

ગરીબ,લાચાર,બેબસ,નિસહાય દીકરી ખેંચ આવીને બેભાન થઈ જાય છે. ત્યારે એક મા ના હ્રદય નો ચિત્કાર પડઘાઈ ઉઠે છે.

ઉજળો વર્ગ ઉજળા કપડા ઉજળા સમાજમાં રહેતા નરપિશાચો ને

“વિશ્વ મહિલા દિને ” અર્પણ .

મારી દીકરીનું આ તર્પણ.

ભારતીય સંસ્કૃતિ નું દર્શન કરનારાઓ જુઓ આ પણ એક કચડાયેલુ ભારતીય સંસ્કૃતિ નું એક સડી ગયેલું અંગ. તેનું પણ દર્શન કરો.

તો જ ખબર પડશે કે “મેરા ભારત મહાન” કેવું છે….

ઘટના બન્યા ના ત્રીજા દિવસે દીકરીએ આંખ ઉઘાડી….પણ સમાજની આંખ ઉઘડશે ખરી ???

-રીટા મેકવાન “પલ’

 
Leave a comment

Posted by on માર્ચ 8, 2021 માં Rita Mekwan

 

નિરાંત


તારો પડછાયો રાતની નિરાંત.
તારા સ્મરણ એકાંતની નિરાંત.

જીવવાનું એકમાત્ર કારણ છે તું,
નહીં ભૂલવાની વાતની નિરાંત.

નથી તું પણ છે જ, ક્યાં જઈશ ?
ના જુદા થાય તે સાથની નિરાંત.

ચિંગારી છે હજુ, અજવાળું થશે,
આશભરી પ્રેમ-રાખની નિરાંત.

સ્મરણ થકી જ જીવશે ‘અખ્તર’
મળી ગયેલા તે ઈલાજની નિરાંત.

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 31, 2021 માં Dr. Akhtar Khatri

 

સ્વર યોગા અનુભવ – 8


સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે જોઈશું.

કોઈ પણ કામ કરતાં પહેલા વિચારો કે આ કામ પ્રકૃતિ છે કે પુરુષ? આપણા શરીરમાં પણ સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ એમ બંને હોય છે. સૂર્ય એટલે પુરુષ અને ચંદ્ર એટલે સ્ત્રી / પ્રકૃતિ. ચંદ્ર એટલે રેણુ, ELECTRON  અને સૂર્ય એટલે અણુ , PROTON. પ્રકૃતિ પાલન પોષણનું કામ કરે જયારે પુરુષ સંહાર કરે. હવે વારા ફરતી બંને નાડીમાં શું અને ક્યાં કામ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તે જોઈશું.

ચંદ્ર નાડી :

ઉપર કહ્યું તેમ ચંદ્રનાડી એટલે સ્ત્રી-પ્રકૃતિ. પ્રકૃતિ પાલન પોષણનું કામ કરે એટલે પૃથ્વી તત્વ અને પાણી તત્વ પ્રકૃતિ છે. દિવસ, શુક્લ પક્ષ ઉત્તરાયણ એ બધું પ્રકૃતિ માં આવે. આપણા શરીરને પાલન પોષણ કરતો ખોરાક કે કાર્ય ચંદ્ર નાડીમાં લેવું કે કરવું. ચંદ્ર નાડીમાં કરવાના કામની યાદી :

  • પાણી પીવું.
  • પ્રાણાયામ કરવું.
  • જાપ કરવો. (ઋષિમુનિઓ એટલે જ લાકડાની ઘોડી જમણા હાથની નીચે રાખીને જાપ કરતા હોય છે જેથી સતત ચંદ્રનાડી ચાલુ રહે.)
  • ભગવાનની પૂજા કરવી.
  • ધ્યાન કરવું. (ચંદ્રનાડીમાં વિચારોની ગતિ ઓછી હોય છે જયારે સુર્યનાડીમાં વધુ હોય છે.)
  • કોઈપણ વસ્તુ લેવી હોય, ખરીદી કરવી હોય તો તે ચંદ્રનાડીમાં કરવી.
  • ચંદ્રનાડીમાં જમણું મગજ કામ કરે છે અને નિર્ણય લેવાની શક્તિ જમણા મગજમાં જ હોય છે. બધીજ ઈન્દ્રિયોનું (SIXTH SENSES)નું કેન્દ્ર સ્થાન ચંદ્રનાડીમાં હોય છે.
  • દા. ત. કોઈ જમીન ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળો ત્યારે ચંદ્રનાડી હોય, જમીન વાળી જગ્યાએ પહોંચ્યા ત્યારે ચંદ્રનાડી ચાલુ હોય, જમીન પર ઉભા હોવ ત્યારે ચંદ્રનાડી ચાલુ હોય તો તે જમીન તમને 100% ફાયદો વધુ કરાવશે.
  • ચંદ્રનાડીમાં પરિશ્રમ ઓછો અને ફળ વધુ મળે.
  • કામ કરવાની સ્પીડ પણ વધે.
  • જ્ઞાન મગજમાં સાચવવું હોય, યાદ રાખવું હોય, ગોખણપટ્ટી કરવી હોય તો ચંદ્રનાડીમાં કરવું. વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી છે આ, જો તેમણે થિયરિકલ સબ્જેક્ટ કરવા હોય તો તે ચંદ્રનાડીમાં કરવા જોઈએ જેથી યાદ જલ્દી રહેશે.
  • ખરીદી અને વેચાણ બંને ચંદ્રનાડીમાં કરવું.
  • કોઈને ઉછીના રૂપિયા આપવા હોઈ, દાન-ધર્માદો કરવો હોય તો ચંદ્રનાડીમાં કરવું.
  • સારા કામ બધા ચંદ્રનાડીમાં કરવા.
  • અગત્યના ફોન કોલ કે ઉઘરાણી માટેના કોલ ચંદ્રનાડીમાં કરવાથી ફાયદો થશે.

સુર્યનાડી :

ઉપર કહ્યું તેમ સુર્યનાડી એટલે પુરુષ. અગ્નિ તત્વ અને વાયુતત્વ પુરુષ છે જયારે આકાશ તત્વ ન્યુટ્રલ છે. રાત, કૃષ્ણપક્ષ, દક્ષિણાયન બધું પુરુષમાં આવે. સૂર્યનાડીમાં કરવાના કામની યાદી :

  • ખાવાનું ખાવું એ સંહાર છે એટલે સુર્યનાડીમાં જમવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ શાકભાજી કે ફળમાં પણ જીવ હોય છે તેને મારીને આપણે ખાઈએ છીએ.
  • ડાબી બાજુ પડખું રાખીને સૂવાથી બેક્ટેરિયા મરી જાય, સંહાર થાય છે એટલે સૂર્ય – પુરુષ.
  • કોઈ ચીજ વસ્તુ લેશો તો તેનો ઉપયોગ બહુ મોડો કરવા મળશે.
  • સુર્યનાડીમાં ડાબું મગજ કામ કરતુ હોય છે અને તેમાં સાચો નિર્ણય નથી લઇ શકાતો.
  • સુર્યનાડીમાં મહેનત વધુ અને ફળ ઓછું.
  • પૈસા વધુ ખર્ચાશે.
  • સમયનો બગાડ વધુ થશે.
  • કામ કરવાની સ્પીડ ઓછી હોય.
  • શ્રમ વાળું કામ અથવા મગજનો ઉપયોગ જે કામ માં વધુ કરવો પડતો હોય ત્યારે તે સુર્યનાડી માં કરવું. વિદ્યાર્થીઓ માટે લોજીકલ સબ્જેક્ટ્સ જેમ કે મેથ્સ, સ્ટેટેસ્ટિક્સ, કેમિસ્ટ્રી વગેરે ભણવું હોય તો તે સુર્યનાડીમાં કરવું.
  • કોઈ સાથે ઝગડો કરવો હોય તો સુર્યનાડીમાં કરવો.
  • એન્ટિબાયોટિક દવા અને પેઈન કિલર દવા સુર્યનાડીમાં લેવી. બીજી દવાઓ કોઈ પણ નાડીમાં લઇ શકાય.
  • મહેનત વાળા બધા જ કામ સુર્યનાડીમાં કરવા.
  • સારા કામ સુર્યનાડીમાં ના કરવા, અગત્યના ફોન કોલ પણ ના કરવા.

સુશુમના નાડી :

સુશુમના નાડી ચાલુ હોવી એટલે બંને નાક સરખા કામ કરતા હોય, જો કે આવું દિવસ દરમિયાન બહુ ઓછા સમય માટે બનતું હોય છે. આ સમય બહુ જ ખરાબ કહેવાય છે. સુશુમના નાડીમાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો જ સાબિત થશે. સુશુમના ચલાના સહી હૈ, સુશુમના કે ચલના ગલત હૈ, એટલે કે આપણે પ્રેક્ટિસથી થોડીવાર તેને ચલાવીએ તો સારું, તે એની જાતે ચાલે તો ખરાબ.

સાર :

ચંદ્રનાડી ચાલુ હોય ત્યારે શરીરમાં ચેતના ડાબી બાજુ ચાલુ હોય છે, જે શરીરને ઊર્જાવંત (એનર્જેટિક) રાખે. સુર્યનાડીમાં ચેતના જમણી બાજુ હોય છે ત્યારે જમણી બાજુનું શરીર ઊર્જાવંત (એનર્જેટિક) રાખતું હોય છે. સારા / શુભ કાર્યો કરતી વખતે જે બાજુ ચેતના હોય તે હાથથી કામ કરવું જેમ કે પ્રકૃતિ ના કર્મો. અશુભ કર્મોમાં ચેતનાને પાછળ કરવી જેમ કે પુરુષના કર્મો.

હાથથી જમવાનું કારણ:

આપણે અગાઉ જોયું તેમ આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે જે આપણી આંગળીઓ અને અંગુઠામાં પણ હોય છે.

  • અંગુઠો – અગ્નિ તત્વ
  • પહેલી આંગળી – વાયુતત્વ
  • વચલી આંગળી – આકાશતત્વ
  • રિંગ ફિંગર – પૃથ્વીતત્વ
  • ટચલી આંગળી – જલતત્વ.

આમ હાથેથી જમતી વખતે આપણે પાંચેય તત્વોને સાથે રાખીને ખોરાક લઇ શકીએ જે શરીર માટે બહુ જરૂરી અને સારું છે. કોઈ યુદ્ધ કરવા જતું હોય અથવા પરાક્રમ કરવા જતું હોય ત્યારે તમે જોયું હશે કે અંગુઠાથી તિલક કરવામાં આવે છે કારણકે તે અગ્નિ તત્વ છે. જયારે કોઈ સારા કાર્ય માટે તિલક કરવાનું આવે ત્યારે રિંગ ફિંગર નો ઉપયોગ કરવામાં આવે છે કારણકે તે પૃથ્વી તત્વ છે અને પૃથ્વી પ્રકૃતિ છે. સગાઇ કે લગ્નમાં એટલે જ રિંગ ફિંગરમાં વીંટી પહેરવામાં આવે છે. ટચલી આંગળી જલ તત્વ છે તે વિષે તો બધા જ જાણતા હશો કારણકે તેનો ઉપયોગ આપણે બધાએ સ્કૂલમાં ટીચરને યુરિનલ જવા માટે રજા લેવા બતાવતા હતા.

નાડીઓને ચેન્જ કેમ કરવી?

  1. પડખા ફેરવવાથી: ડાબે પડખે સૂવાથી સુર્યનાડી ચાલશે અને જમણે પડખે સૂવાથી ચંદ્રનાડી. જેને આખો દિવસ સૂર્યનાડી ચાલતી હોય તેમણે સાત્વિક ખોરાક લેવો જોઈએ અથવા રોજ મિનિમમ 3-4 સફરજન ખાવા. 8 દિવસ સફરજન ખાવાથી શરીર આલ્કલાઈન થઇ જશે અને પછી ચંદ્રનાડી ચાલુ થઇ જશે. બીજો એક ઉપાય છે જે વાંચીને તમને પહેલા તો માનવામાં નહિ આવે પણ મેં આ અજમાવી જોયું છે અને સચોટ છે. 3 વડાપાઉં ખાઈ લેવા, વડાપાઉં ખાવાથી શરીરમાં એસિડ લેવલ ખતમ થઇ જશે અને ચંદ્રનાડી ચાલુ થઇ જશે.
  2. ઘોડી / બૈસાખી: તમે જોયું હશે કે ઋષિમુનિઓ ધ્યાન અને જાપ કરતી વખતે લાકડાની એક નાની ઘોડીનો ઉપયોગ કરતા હોય છે. હાથ નીચે ઘોડી રાખવાથી તે હાથમાં દબાવ આવશે અને વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે અથવા તે ચાલુ હશે તો તે જ રહેશે. જમણા હાથ નીચે ઘોડી રાખવાથી ચંદ્રનાડી ચાલુ રહેશે અને ડાબા હાથ નીચે રાખવાથી સુર્યનાડી. ઘોડી ના હોય તો બોલ, બોટલ અથવા હાથની મુઠ્ઠી પણ બગલમાં દબાવી રાખવાથી એજ કામ થશે જે ઘોડી રાખવાથી થાય. આમ કરવાથી બે થી પાંચ મિનિટ તે નાડી ચાલુ રહેશે.
  3. ખુરશીનો ઉપયોગ: આજકાલ આપણે બધા ખુરશી પર બેસીને જ કામ કરતા હોઈએ છીએ, તો ખુરશીના હાથા પર હાથ રાખીને થોડીવાર વજન આપવાથી નાડી ચેન્જ કરી શકાય છે. દિવસે ચંદ્રનાડી ચાલુ રાખવાથી ફાયદો થાય તે જોયું આપણે તો જમણી બાજુ હાથ પર વજન આપવાથી ચંદ્રનાડી ચાલુ રહેશે અથવા કરી શકાશે.
  4. નાના બાળકોને તેડવાથી: નાના બાળકોને આપણે તેડીએ ત્યારે જે સાઈડમાં તેડ્યું હોય તે હાથમાં વજન આવવાથી તેની વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે.
  5. ખરીદી: બજારમાં ખરીદી કરવા ગયા હોઈએ ત્યારે જે હાથમાં વજન ઉપાડીએ તેનાથી વિરુદ્ધ બાજુની નાડી ચાલુ થઇ જશે.
  6. મહાત્મા ગાંધી મુદ્રા: તમે ગાંધીજીને બેઠેલા જોયા હશે, જે પગ પર વજન રાખીને બેસો તેનાથી વિરુદ્ધ બાજુની નદી ચાલુ થઇ જશે.
  7. કૃષ્ણ ભગવાન: તમે કૃષ્ણ ભગવાનના ફોટા અને મૂર્તિઓ માં જોયું હશે કે વાંસળી વગાડતી વખતે વજન એક પગ પર વધુ હોય તેમ ઉભા હોય છે, તો તેમ કરવાથી પણ નાડીઓ ચેન્જ કરી શકીએ.
  8. વિચાર: સ્ટ્રોંગ વીલ પાવર કે સ્ટ્રોંગ વિચારથી પણ નાડી ચેન્જ કરી શકાય છે. જ્યાં શંકા / ડાઉબ્ટસ ના હોય ત્યાં વીલ પાવર અને કોન્ફિડન્સ વધુ હોય. કોઈ સવાલ કે ડાઉબ્ટસ ના રહે તેને આધ્યાત્મિકતા કહી શકાય.

નાડીઓનું મહત્વ કાર્યસિદ્ધિ માટે ખુબ જ છે. જે કામ કરતા હોઈએ ત્યારે નાડી ચેન્જ ના થાય તે માટે ઋષિમુનિઓ ઘોડીનો ઉપયોગ કરતા અને કરે છે. જે કામ કરતા હોઈએ ત્યારે એક જ નાડી ચાલવી કાર્યસિદ્ધિ માટે જરૂરી છે.

વાતાવરણ / નેચરની સાથે કેમ જોડાવું?

  1. બપોરે 12 વાગે આકાશમાં સૂર્ય છે તો આપણામાં ચંદ્ર હોવો જરૂરી, એટલે કે ચંદ્રનાડી ચાલતી હોવી જોઈએ ત્યારે.
  2. રાત્રે 12 વાગે આકાશમાં ચંદ્ર છે તો આપણામાં સૂર્ય હોવો જરૂરી, એટલે કે રાત્રે હંમેશા માટે સુર્યનાડી ચાલતી હોવી જોઈએ.
  3. સૂર્યાસ્ત સમયે હંમેશા સુર્યનાડી ચાલતી હોવી જોઈએ.
  4. સૂર્યોદય સમયે ચંદ્રનદી ચાલતી હોવી જોઈએ.

આમ કરવાથી આપણું શરીર વાતાવરણ સાથે તાલ થી તાલ મેળવી શકશે.

નાડીઓ દ્વારા સારું – ખરાબ :

આવનારા કલાકો, દિવસો કે મહિનાઓ તમારા સારા જશે કે ખરાબ તે કંઈ નાડી ચાલુ છે તેના પરથી તમારા મનને ખબર પડી શકે.

નાડી શુક્લ પક્ષ (તિથિ) કૃષ્ણ પક્ષ (તિથિ)
ચંદ્ર 1,2,3,7,8,9,13,14,15 (પૂનમ) 4,5,6,10,11,12
સૂર્ય 4,5,6,10,11,12 1,2,3,7,8,9,13,14,15 (એકમ )
  • સવારે ચંદ્રનાડી ચાલુ હોય તો આખો દિવસ સારો જશે. 
  • શુક્લ પક્ષનો પહેલો દિવસ ચંદ્રનાડી હોય તો આવનારા 15 દિવસો સારા જશે.
  • હર મહિનાનો પહેલો દિવસ એટલે કે અમાસ પછીનો પહેલો દિવસ ચંદ્રનાડી હોય તો આખો મહિનો સારો જશે. 
  • ગુડી પડવો અને દિવાળી પછીનો (અમાસ પછીનો ) દિવસ ચૈત્રી એકમ અને કાર્તિક એકમની સવારે ચંદ્રનાડી હોય તો આગળના છ મહિના સારા જશે. (અમાસને દિવસે સાંજે ન જમવાથી અને રાત્રે ડાબે પડખે સૂવાથી સવારે ચંદ્રનાડી ચાલુ રહે.)
  • સુર્યનાડીમાં મૌન રાખવું સારું અને ચંદ્રનાડીમાં વાતો કરવી કે સલાહ આપવી સારો સમય કહેવાય. 

તણાવ / સ્ટ્રેસ કેમ આવે? અને તેનો ઈલાજ શું?

રાહ: રાહ જોવાથી તણાવ વધે, રાહ જોવી એટલે તણાવ વધારવો. રાહ એની કે દુઃખ ક્યારે દૂર થશે, ગમતું ક્યારે મળશે વગેરે. તેના માટે કૃષ્ણ ભગવાન કહી જ  ગયા છે કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. 

ચીડ / ઘૃણા / દ્રેષ : ક્યારેક આપણને એટલી ચીડ કે ઘૃણા થઇ આવે કે મનમાં 5 પ્રકારના કાર્યો કરવાનું મન થાય.

  • મનમાં ને મનમાં ગાળ આપવી.
  • ઝાપટ / તમાચો / લાફો મારવાનું મન થવું.
  • પકડીને મારવાનું મન થવું.
  • માથું પકડીને બજારની વચ્ચે લઇ જઈને મારવાનું મન થવું.
  • મોકો મળે તો મારી નાખવાનું / મર્ડર કરવાનું મન થવું.

કોઈ વ્યક્તિ તમને ના ગમતી વાત કે કાર્ય વારંવાર કરે એટલે આવું કરવાનું મન થાય. ભૂલ સામે વાળી વ્યક્તિ કરે અને સજા આપણે પોતાને આપતા હોઈએ છીએ. દ્રેષ કરવાથી મન ખરાબ થાય, તેની અસર પુરા શરીર પર થતી હોય છે. જો આવું રોજ ચાલે તો વધીને 6 મહિનામાં માણસ ડિપ્રેશન માં આવી શકે અને નિંદરની તકલીફ શરુ થઇ જાય છે. 

દ્રેષનો નિકાલ કેમ કરવો : સામી વ્યક્તિને માફ કરવું, ક્ષમા આપવી. ક્ષમા કરવી એ પરમાર્થ નથી સ્વાર્થ છે તે યાદ રાખવું. આધ્યાત્મિક લોકો સહુથી વધુ સ્વાર્થી હોય છે, તે પોતાનું કલ્યાણ પહેલા જોતા હોય છે. માટે આપણે પણ ક્ષમા આપતા શીખવું જોઈએ. ક્ષમા 3 પ્રકારની હોય છે. 

  • બુદ્ધિથી ક્ષમા : કોઈ તમને સોરી કહે અને તેને તરત માફ કરવું. 
  • મનથી ક્ષમા : કોઈ ભૂલ કરે અને આપણે કહીએ કે હવે બીજી વાર આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજે. 
  • અંતઃકરણ થી ક્ષમા: અજ્ઞાની લોકો જ વારંવાર ભૂલ કરતા હોય છે અથવા ઘમન્ડી લોકો (EGO) ભૂલ કરતા હોય છે અને તેવા લોકો અજ્ઞાની જ હોય છે. માટે તેમને ઇગ્નોર કરવા. એક મંત્ર યાદ રાખવો : ૐ ઈગ્નોરાય નમઃ 

પ્રેમ :

પ્રેમ કરતા શીખવું હોય તો માઁ પાસેથી શીખવું પડે. માઁ કઈ ટેક્નિક ઉપયોગ કરે છે? તેને બધી જગ્યાએ કેમ ઉપયોગમાં લેવી? માઁ ના પ્રેમમાં ત્યાગ, નિઃસ્વાર્થ અને સંભાળ બધું જ હોય છે. માઁ તેનો પૂરો સમય તેના સંતાનને આપે છે. સમય આપવાથી સહવાસ થાય, સહવાસથી સંવાદ થાય અને સંવાદથી બોન્ડિંગ થાય અને બોન્ડિંગથી પ્રેમ થાય. બધાને સમય આપવો ખુબ જ જરૂરી છે, તો જ પ્રેમ અને સંબંધો જળવાઈ રહે. પહેલા ખુદને સમય આપવો, પરિવારને સમય આપવો અને પછી ધંધાને સમય આપવો. 

*******

આશા રાખું છું કે આ 8 ભાગમાંથી તમને કંઈક સારું અને ગમતું મળ્યું હશે. મારા માટે સ્વર યોગના આ 20 દિવસો ખુબજ આહલાદક રહ્યા છે અને મને ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું છે. આ લેવલ -1 હતું, હું આતુરતાથી લેવલ-2 ની રાહ જોવ છું. 

આ બધી માહિતી એક પીડીએફ માં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો : SWAR YOGA MY NOTES

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – 7

 
3 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 30, 2021 માં SELF / स्वयं

 

ટૅગ્સ: , ,

સ્વર યોગા અનુભવ – 7


એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું.

બ્લડ પ્રેશર / ડાયાબિટીસ :

આ બંને બીમારીઓ બહુ જોવા મળતી બીમારીઓ છે. થોડું ધ્યાન શરીર અને ખોરાક પર આપવાથી આ બંને બીમારીઓમાં રાહત મળી શકે એમ છે. બસ જરૂર છે યોગ્ય જ્ઞાન, રીતભાતની અને માર્ગદર્શનની. વૈજ્ઞાનિક રીતે પુરુષોને એક દિવસમાં 2700 કેલોરી ની જરૂર હોય છે અને સ્ત્રીઓને 2300 કેલોરીની જરૂર હોય છે. સાધના / ધ્યાન રોજ કરવા વાળા લોકોને 1600 કેલોરી જ જોઈએ. રોજિંદા જીવનમાં આપણે મિનિમમ 3000 કેલોરી લેતા હોઈએ છીએ જયારે જરૂરી કેટલી હોય તે આપણે જોયું. હવે આ જે વધારાની કેલોરી છે તે શરીરમાં ચરબી (ફેટ) વધારવાનું કામ કરે અને ઘણાં રોગોનું કારણ બને.

બધાને સવાલ થતો હોય છે કે ચરબી પેટ પર જ કેમ વધુ જમા થતી હોય છે અને પેટની ચરબી કેમ જલ્દી ઘટતી નથી? તો તમે એક વાત વિચારો કે તમારા ઘરમાં સહુથી વધુ કચરો ક્યાં જમા થતો હોય છે? તો જવાબ મળશે કે જે જગ્યા રોજ ઉપયોગમાં ના લેવાતી હોય કે રોજ સાફ ના થતી હોય ત્યાં કચરો વધુ જમા થાય. આપણું પેટ પણ એવું જ અંગ છે જેનું હલન ચલન ઓછું હોય છે એટલે વધારાની કેલોરી દ્વારા જે ચરબી બને છે તે પેટના અને કમરના ભાગમાં જમા થઇ જતી હોય છે.

પેટની ચરબી ઘટાડવા માટે તમે ખુબ બધી કસરતો જોઈ કે સાંભળી હશે, પણ કપાલ ભારતી તે સહુ માં બેસ્ટ છે. સાથે થોડું ખાવાપીવામાં ધ્યાન આપવાથી પણ વધારાની કેલોરી પેટમાં ના જાય તે જોવાનું. આપણા ખોરાકમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન અને ફેટ બધું હોય છે. શરીર માટે ત્રણેય ચીજ જરૂરી છે પણ બધાનું માપ અલગ અલગ હોય છે.

કાર્બોહાઇડ્રેડ 60% (અનાજ અને ફ્રૂટ્સમાં વધુ હોય છે), પ્રોટીન 27% ( 10 પ્રકારની દાળ, કઠોળ, સોયાબીન અને નોનવેજ) અને ફેટ 13%  (તેલ, ઘી, કોકોનેટ વગેરે)જમવામાં લેવું જોઈએ. 1 ગ્રામ કાર્બોહાઇડ્રેડ માં 4 કેલોરી હોય જે શરીરને એનર્જી આપવાનું કામ કરે. 1 ગ્રામ પ્રોટીન માં પણ 4 કેલોરી હોય જે શરીરને મજબૂત કરવાનું કામ કરે છે અને એટલે જ તમે જોયું હશે કે બોડી બિલ્ડર પ્રોટીન તરફ વધુ ધ્યાન આપતા હોય છે. 1 ગ્રામ ફેટમાં 9 કેલોરી હોય જે શરીર વધારવાનું કામ કરે.

સાચી ભૂખ લાગે ત્યારે સામાન્યતઃ સુર્યનાડી ચાલતી હોય છે અને ખોટી ભૂખમાં ચંદ્રનાડી ચાલતી હોય છે. ભૂખ લાગવાથી વધુ કેલોરી લેવાઈ જતી હોય છે, એટલે આપણે એ વાતનું ધ્યાન રાખવું કે ભૂખ્યા ના રહેવું, સમયાંતરે એટલે કે 24 કલાકના દિવસમાં 3 વખત યોગ્ય સમયે શરીરને  ખોરાક આપી દેવો.  બપોર અને રાત્રીના જમવાના સમયમાં 7 થી 8 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. ભૂખ પેન્ક્રિયા લગાડે, અને તે શરીરમાં 2 ગ્રંથિ ઇન્સ્યુલિન અને ગ્લુક્યાગ્લોન ઉત્પન્ન કરે.

  1. ઇન્સ્યુલિન : કંઇક પણ ખાઈએ એટલે શરીરમાં ઇન્સ્યુલિન ક્રિએટ થાય. ઇન્સ્યુલિનનું ખોરાકને ગ્લુકોઝ બનાવીને લોહીને પહોંચાડવાનું કામ કરે છે. તેમાંથી લોહીને જરૂર હોય તેટલું ગ્લુકોઝ લે અને વધેલું ગ્લુકોઝ ફેટ માં કન્વર્ટ થઇ જાય છે, જેને લીધે ચરબી અને વજન બંને વધે. એટલે ઇન્સ્યુલિન શરીરને વધારવાનું કામ કરે તેમ પણ કહી શકાય.
  2. ગ્લુક્યાગ્લોન : ભૂખ્યા રહેવાથી શરીરમાં રહેલી ચરબીમાંથી (ફેટ) ગ્લુકોઝ ખેંચીને લોહીને પહોંચાડવાનું કામ કરે છે. અને તેથી એમ પણ કહી શકાય કે ગ્લુક્યાગ્લોન વજન ઘટાડવાનું કામ કરે છે.

ડાયાબિટીસ જેમને હોય તેમણે તસેલો /તૂરો સ્વાદ અને કડવો સ્વાદ હોય તે ખોરાક ખાસ લેવો જોઈએ. જેમ કે આંબળા, મેથી, કારેલા  વગેરે. (આગળના ભાગમાં આ સ્વાદ વિશેની વિગતવાર વાત થઇ છે.) બે સમયના જમવાની વચ્ચેનો ગેપ વધારવો. લીલા શાકભાજીનો ઉપયોગ વધુ કરવો, બપોરના ભોજનમાં ખાસ. 

શરીરમાં વિટામિનની કમીને લીધે ભૂખ લાગતી હોય છે તો જો સવારના નાસ્તામાં જરૂરી વિટામિન્સ લેવામાં આવે તો બપોરે અને રાત્રે જમવામાં જરૂર કરતા વધુ આહાર લેવામાંથી બચી શકાય અને સવારે લીધેલ વિટામિન્સ આપણને બીજી ઘણી બીમારીઓ અને શરીરના બીજા અંગોની જાણવણી માં પણ ઉપયોગી થશે જે આપણે આગળ જોઈશું. માટે સવારના નાસ્તામાં શું અને કેટલું લેવું તે જોઈએ. નીચે બતાવેલો નાસ્તો તમે કોઈ પણ નાડીમાં લઇ શકો, ત્યારે સૂર્ય કે ચંદ્ર નાડી ચેક કરવાની જરૂર નથી.

  • 2 કાજુ
  • 2 બદામ
  • 5 પિસ્તા (મીઠા વગરના)
  • 10 કિસમિસ
  • 1 અંજીર
  • 3 ખજૂર (ભીના / સૂકા નહિ)
  • એક ચમચી ઘી
  • સૂકા નારિયળ નો એક ટુકડો (શ્રીફળ)
  • સાકર / મિસરી નો નાનો ટુકડો 
  • એક મુઠ્ઠી દાળિયા
  • એક કપ દૂધ.

નોંધ: જેને ભારે નાસ્તો કરવાની આદત હોય અથવા આટલાથી સંતોષ ના થતો હોય તે પનીરના 2 ટુકડા ઉપર કહ્યું તેમાં એડ કરી શકે.

રાત્રેજમવામાં 7 અનાજનો મિક્ષ લોટની વાનગી : નીચેઆપેલી 7 સામગ્રી તે જ માપમાં લઈને તેનો લોટ બનાવીને રાંધવું.

  • જુવાર – 2 કિલો 
  • ચોખા – 2 કિલો 
  • મકાઈ – 1 કિલો
  • રાગી (Finger Millet) – 1 કિલો 
  • લીલા મગ – 500 ગ્રામ 
  • અળદની દાળ ( Black lentil) -500 ગ્રામ 
  • અળસીના બીજ  (Flax seeds) 500 ગ્રામ 

મગજ / બ્રેઈન :

આપણા મગજમાં 78% પાણી હોય છે માટે મગજને સ્વસ્થ રાખવા માટે શરીરમાં વોટર લેવલ મેઈન્ટેઈન કરવું ખુબજ જરૂરી છે. શરીરનું 25% ઓક્સિજન એકલા મગજને જ જોઈતું હોય છે માટે દિવસમાં મિનિમમ 2 વાર પ્રાણાયામ કરવું જોઈએ. (ઓક્સિજનની કોઈ પ્રકારની દવા માર્કેટમાં નથી જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા છીએ.) મગજ માટે બીજા અમુક પોઇન્ટ પણ જોઈએ.

  • ડ્રાય ફ્રૂટ્સનો નાસ્તો. (ઉપર દર્શાવ્યા મુજબ)
  • મિનિમમ 6-7 કલાકની નીંદર.
  • બીજ મંત્રનો જાપ.
  • ધ્યાન / મેડિટેશન
  • અજપા-જપ (મગજના વિચારોને શાંત કરવા માટે.)

આંખો / EYES :

આંખોની મુખ્યત્વે બે સમસ્યાઓ હોય છે જોવાની અને આંખની પાછળની નસ ની તકલીફ. જલન થવી, પાણી નીકળવું વગેરે. આંખોની કાળજી માટે અને ઈલાજ માટે શું શું કરી શકાય તે જોઈએ.

  • સવારે ડ્રાય ફ્રૂટ્સનો નાસ્તો (ઉપર કહ્યા મુજબ) કરવાથી આંખોની 80% સમસ્યા ઉકલી જાય છે.
  • ત્રિફલા નો ભૂકાની એક ચમચી પાણીના ગ્લાસમાં રાત્રે પલાળીને સવારે તે પાણી પીવું. (અગાઉ કહ્યું છે સ્વાદ ના વિભાગમાં.)
  • રાત્રે જમીને પાન ખાવું. (વરિયાળી, ધાણાદાર અને ગુલકંદ સાથે. અગાઉ કહ્યું છે સ્વાદ ના વિભાગમાં.)
  • ગાજરનો જ્યુસ
  • અડધી વાટકી કોથમરી અને અડધી વાટકી ફુદીનો મિક્સ કરી તેનો જ્યુસ બનાવો, સવારે તે જ્યુસ ખાલી પેટે અડધો કપ લેવું. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો.

દાંત / TEETH :

કેલ્શિયમ હાડકાં ની સાથે દાંત માટે પણ એટલું જ જરૂરી છે, કેલ્શિયમ માટે ગુંદ જેવું સારું બીજું કંઈ નથી. 27 થી 50 વરસની ઉંમરમાં ભેગું કરેલું કેલ્શિયમ પાછળની જિંદગીમાં ખુબ ઉપયોગી રહે. બબૂલ ગુંદ (ઓનલાઇન પણ મળે છે, એમેઝોન પર બબૂલ ગુંદ સર્ચ કરવું) લાવી તેનો બારીક ભૂકો કરવો. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગુંદનો પાવડર નાખી ને રાખવો. વહેલી સવારે 4 વાગે પીવું. તે પીધા પછી 3 કલાક સુધી કઈ ખાવું પીવું નહિ એટલે જ સવારે 4 વાગે પીવાનું કહ્યું છે, પછી સુઈ જવાની છૂટ છે. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો ફરી 10 દિવસ લેવું અને 15 દિવસનો બ્રેક લેવો. આમ 4 વખત કરવું. પછી વરસમાં ફક્ત 4 વખત જ કરવું.

કેવિટી થવાનું કારણ પેટમાં જે જમવાનું સડી જાય તે છે. ઓક્સિજન અને વોટર લેવલ મેઈન્ટેઈન થાય તો જમેલુ સડે નહિ અને કેવિટી ના થાય. ત્રિફલાના પાણી થી કોગળા કરવા પણ ખુબ સારું રહે દાંત માટે.

ફેફસા / LUNGS :

ફેફસા શું કામ કરે તે સમજવું નહિ પડે એમ હું માની ને ચાલુ છું કારણકે બધાને ખબર જ હશે. ખાસ કરીને અત્યારે કોરોના ની પરિસ્થિતિમાં ફેફસાનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તે બધા જ જાણે છે.

  • ફેફસા માટે સહુથી બેસ્ટ પ્રાણાયામ. કુમ્ભક 16 સેકન્ડ સુધી પહોંચી જાય તો કોઈ વાયરસ ફેફસાને અસર ના કરી શકે. (પ્રાણાયામ કેમ કરવું તે અગાઉ જોઈ ચુક્યા છીએ.)
  • હાથ ઉપર કરીને ઠેકડો (જમ્પ) મારવો, જયારે ઉપરની તરફ જતા હોવ ત્યારે શ્વાસ લેવો અને નીચે આવતી વખતે જોરથી શ્વાસ છોડવો. આમ કરવાથી ફેફસા સ્ટ્રોંગ બનશે સાથે એલર્જી અને ઇન્ફેકશન જો હોય તો તે પણ દૂર થઇ જશે.

હૃદય / દિલ / HEART :

હાર્ટબીટની નોર્મલ રેન્જ 72 હોય છે. બર્નિંગ મોડમાં 95 થી 105 સુધીની થઇ જાય છે. જમ્યા પછી હાર્ટબીટ બર્નિંગ મોડમાં આવી જાય છે. કંઈ પણ ખાઈએ આખા દિવસમાં ત્યારે બર્નિંગ મોડમાં આવી જાય છે. ઉભા રહીને વાતો કરવાથી પણ બર્નિંગ મોડમાં આવી જાય છે. બર્નિંગ મોડમાં 2.5 કલાક રહે. (તો હવે નક્કી કરો કે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ?) 135 થી 140 ની રેન્જને કાર્ડિયાક મોડ કહેવાય. રનિંગ, સાયકલિંગ કે કોઈપણ શારીરિક શ્રમમાં કે કસરતમાં કાર્ડિયાક મોડમાં આવી જાય છે. 145 થી વધુ ને પીક મોડ કહે જે સ્પોર્ટ્સ પર્સનમાં વધુ જોવા મળે. રાત્રે સૂતી વખતે હાર્ટબીટ 50-55 સુધી નીચે આવી જાય છે. 40 સુધી આવી શકે પરંતુ જો 40 થી નીચે જાય તો હાર્ટ બંધ થઇ જાય છે, એટલે જ તમે જોતા હશો કે હાર્ટ એટેક રાત્રે વધુ આવતા હોય છે.

હાર્ટબીટને કંટ્રોલમાં રાખવાથી બ્લડ પ્રેશરની ગોળીઓ બંધ થઇ જશે. હાર્ટબીટને કંટ્રોલમાં રાખવા માટે મેડિટેશન અને અજપા-જપ ખુબજ અસરકારક સાબિત થયું છે.

હાડકાં / BONES :

હાડકાં કેલ્શિયમથી ભરેલા હોય છે. કેલ્શિયમ વધારવા માટે ગુંદ જેવું સારું બીજું કંઈ નથી. 27 થી 50 વરસની ઉંમરમાં ભેગું કરેલું કેલ્શિયમ પાછળની જિંદગીમાં ખુબ ઉપયોગી રહે. બબૂલ ગુંદ (ઓનલાઇન પણ મળે છે, એમેઝોન પર બબૂલ ગુંદ સર્ચ કરવું) લાવી તેનો બારીક ભૂકો કરવો. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગુંદનો પાવડર નાખી ને રાખવો. વહેલી સવારે 4 વાગે પીવું. તે પીધા પછી 3 કલાક સુધી કઈ ખાવું પીવું નહિ એટલે જ સવારે 4 વાગે પીવાનું કહ્યું છે, પછી સુઈ જવાની છૂટ છે. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો ફરી 10 દિવસ લેવું અને 15 દિવસનો બ્રેક લેવો. આમ 4 વખત કરવું. પછી વરસમાં ફક્ત 4 વખત જ કરવું.

લીવર :

લિવરનું કામ ખોરાકમાંથી પોષ્ટીક તત્વો ભેગા કરવાનું છે. સાથે જમવામાં કંઈ પણ ખરાબ આવે તો લીવર તેને મારવાનું કામ કરે છે. લીવરને ખરાબ કરવાના મુખ્યત્વે દારૂ, બજર / તપકીરી, ચા અને કોફી. રોજની 8-10 કપ ચા લીવરને દારૂ કરતા વધુ ખરાબ કરે છે. કોફીનો સ્વાદ લેવો હોય તો એક ફોર્મ્યુલા: ધાણા ને શેકીને મિક્સરમાં પાવડર બનાવો અને તેને દૂધમાં નાખીને પીવાથી કોફીનો જ સ્વાદ આવશે. ચા ની આદત વાળાએ વગર દૂધની ચા પીવી જે શરીર માટે ખુબ સારી. ચા ની પણ એક અલગ ફોર્મ્યુલા : લેમન ગ્રાસ, આદુ, તુલસી અને ચાઈ પત્તી ને પાણીમાં ઉકાળીને પીવાથી સારું રહેશે.

લીવરને સારું રાખવા માટે કે સારું કરવા માટે રાત્રે ડાબે પડખે સુવાની આદત રાખવી. લીવરના કાર્ય કરવાનો મુખ્ય સમય રાત્રે 11 થી 1:30 સુધીનો હોય છે તો તેના માટે વહેલી સુવાની આદત ઘણી અસરકારક રહેશે. સૂર્ય નાડીમાં જમવાનું રાખવું અને તળેલું કે ફેટ વાળું ખાવાથી દૂર રહેવું. શેરડીનો જ્યુસ લીવર માટે ખુબ સારો. એરંડના પાનનો જ્યુસ સવારે લેવાથી કમળો મટી શકે છે.

પ્રોસ્ટેટ : રાત્રે 9 પછીનું પાણી પ્રોસ્ટેટ પાર પ્રેશર વધારે છે. એટલે રાત્રે 9 પછી પાણી ના પીવું.

કિડની:

યુરિક એસિડ અને કેલ્શિયમ થી પથરી થતી હોય છે. પ્રોટીન વધુ લેવાથી, પાણી ઓછું પીવાથી અને હાડકાંમાંથી કેલ્શિયમ નીકળીને પથરી બનાવાનું કામ કરે છે. કિડની સાફ કરવાનો સહુથી સરળ ઉપાય વોટર લેવલ મેઈન્ટેઈન કરવું. ગ્રીન સલાડનો ઉપયોગ કરવાથી પણ કિડની સાફ થાય. સલાડમાં ગાજર, કાકડી, કોબી, બીટ અને ફણગાવેલા મગ લેવા.

યુરિક એસિડ ઓછું કરવા માટે પેરુ/જામફળ, કાકડીનો જ્યુસ, સફરજન લેવાથી ઓછું થાય છે. પ્રોટીન વધુ લેતા હોય તેમણે સવારે 2 ગ્લાસ અને સાંજે 2 ગ્લાસ પાણી પીવું અને તે પાણી આખા દિવસના પાણીની ગણતરીમાં ના લેવું, એટલે વધારાનું પ્રોટીન યુરિન થકી નીકળી જશે. દરરોજ સવારે 5 થી 10 ની વચ્ચે 2 લીટર પાણી પી શકાતું હોય તો બહું સારું, બધા ઓર્ગન ક્લીન કરવાનું કામ કરશે.

કબજિયાત:

શારીરિક કે માનસિક બીક કે તણાવ હોય ત્યારે દુંટીનો ભાગ અંદરની બાજુ ખેંચતો હોય છે અને કબજિયાત થઇ શકે. મગજનો વધુ પડતો ઉપયોગ એટલેકે માનસિક શ્રમ પણ કબજિયાતનું કારણ હોય છે, જેમને માનસિક શ્રમ ઓછો હોય તેમનું પેટ વહેલું સાફ થતું હોય છે. કબજિયાત દૂર કરવાના થોડા ઉપાયો:

  • શરીરમાં પાણીનું લેવલ મેઈન્ટેઈન કરવું.
  • રાત્રે પપૈયું ખાવાથી સવારે પેટ સાફ થશે.
  • લીલા શાકભાજી કે સ્પ્રાઉટ્સનો ઉપયોગ કરવાથી પણ કબજિયાત દૂર થશે.
  • રાત્રે ભીંડા ખાવાથી પણ કબજિયાતમાં રાહત રહેશે.
  • ઘી ખાવાથી પણ કબજિયાત દૂર થશે.

કોઈક વાર કોઈ પ્રસંગમાં કે વાર તહેવારે રાત્રે વધુ જમાઈ ગયું હોય તો રાત્રે ડાબે પડખે સૂવું અને સવારે 5 નો એલાર્મ મુકવો. સવારે જાગશો ત્યારે ચંદ્ર નાડી (ડાબું નાક ) કાર્ય કરતી હોય ત્યારે 5 થી 7 વાગા સુધીમાં 1 થી 1.5 લીટર પાણી પી લેવું જેથી કરીને પેટ સાફ થઇ જશે અને એસીડીટી પણ નહિ થાય.

સાંધાના દુઃખાવા / વા ની તકલીફ:

રાત્રે તલનું તેલ ખાવાનું રાખવું અને આગળ કહ્યું તેમ ગુંદના પાણીનું સેવન કરવું. સાથે નીચે આપેલ વસ્તુને મિક્સ કરીને એક બોટલમાં રાખવું અને તેમાંથી એક ચપટી રોજ સવારે 7 પહેલા અને રાત્રે 7 પછી પાણી અથવા દૂધમાં મિક્સ કરીને લેવું.

  • સૂંઠ – 50 ગ્રામ
  • તજ નો પાવડર – 50 ગ્રામ (દાલચીની )
  • જેઠીમધ / મુલેઠી – 25 ગ્રામ
  • પીપલી – 25 ગ્રામ
  • મરી – 10 ગ્રામ

વાળ / HAIR :

વાળ માટે નીચે આપેલી સામગ્રીમાંથી સોપારી જેવડા લાડવા બનાવીને રાત્રે એક ખાવો. વરસમાં 4 મહિના કરવું આ, તેમાં પણ શિયાળામાં કરશો તો બેસ્ટ. સાથે આપેલ ફોટામાં તમે જોઈ શકશો કે બન્યા પછી કેવા લાગે તે.

  • સફેદ તલ – 250 ગ્રામ                                                                 
  • મગફળીના દાણા  – 200 ગ્રામ
  • શક્કરટેટી ના બીજ – 150 ગ્રામ
  • મગજના બીજ -150 ગ્રામ
  • કુસુમના બીજ – 100 ગ્રામ
  • કાજુ – 50 ગ્રામ
  • બદામ – 50 ગ્રામ
  • પિસ્તા – 50 ગ્રામ
  • અખરોટ -50 ગ્રામ
  • ગોળ – 1 કિલો
  • દેશી ગાય નું ઘી – 3 ચમચી
  • પાણી  –  અડધો કપ.

નોંધ: તલ અનેમગજના બીજ આખા રાખવા, બીજી બધી સામગ્રીનો ભૂકો કરીને ઉપયોગકરવો. 

થાઈરોઇડ :

થાઇરોઇડ શુકામે થાય તે આપણે અગાઉ પણ જોઈ ચુક્યા છીએ, છતાં ફરી એક વાર. ટાઢું જમવાનું ખાવાથી, જમવાનું બનાવ્યાના 8 કલાક પછી ખાવાથી અને રાંધેલું ફ્રિજમાં મૂક્યુ હોઈ અને તે ખાવાથી થાઇરોઇડની તકલીફ થાય છે. થાઇરોઇડના ઈલાજ માટે : બીજ મંત્ર, અજપા-જપ અને પાણીનું લેવલ મેઈન્ટેઈન કરવાથી રાહત થશે.

વજન ઘટાડવા માટે:

વજન ઘટાડવા માટે સવારે ડ્રાયફ્રૂટ્સનો નાસ્તો કરવો અને બપોરે અને રાત્રે જમવાની વચ્ચેનો ગેપ વધારવો. બપોરે જમવામાં ગ્રીન સલાડનું પ્રમાણ રાંધેલા ખોરાક કરતા વધુ રાખવું.

સ્કિન / ચામડી :

  • મુલતાની માટી, ચણાનો લોટ અને આખી હળદરને પાણીમાં પલાળીને એની પેસ્ટ થી ત્રણ (3) દિવસ નહાવું.
  • મુલતાની માટી, ચણાનો લોટ અને  નમક (મીઠું) મિક્ષ કરીને એક (1) દિવસ નહાવું.
  • ત્રિફલાના પાણીથી ત્રણ (3) દિવસ નહાવું.
  • ચણાના લોટ અને મુલતાની માટીથી બે (2) દિવસ નહાવું.

ક્રમશ:

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – 6                                                                                                                      સ્વર યોગા અનુભવ – 8

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 29, 2021 માં SELF / स्वयं

 

ટૅગ્સ: , ,

સ્વર યોગા અનુભવ – 6


સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી લેવલ-3.

છેલ્લે આપણે જોયું કે ધ્યાન કેમ કરવું, હવે આગળ…..

બીજમંત્ર વિશે આગળ જોયું કે ચક્રોમાંથી તરંગો ઉત્પન્ન થાય, હવે તે તરંગોને સાથે કેમ જોડવા તે જોઈએ. શ્વાસ લઈને લંલંલંલં-વંવંવંવં-રંરંરંરં-યંયંયંયં-હંહંહંહં-ૐૐૐ એમ એક સાથે બોલવું, હવે એ હું લખીને નહિ સમજાવી શકું, તેના માટે તમારે કોઈ વિડીઓ જોવો પડશે અથવા કોઈ પાસે પ્રેક્ટિકલ જોવું પડશે. રોજ 5-7-9-11 કે 40 વાર કરવાનું કહેવામાં આવ્યું છે. રોજ 40 વાર કરવાથી કુંડલિની જાગૃત થઇ શકે. (કુંડલિની જાગૃત વિષે અલગથી માહિતી મેળવી લેવી હિતાવહ રહેશે.)

સાંસારિક અને આધ્યાત્મિક : જે તણાવમાં છે તે સાંસારિક છે અને જે આનંદિત છે તે આધ્યાત્મિક છે. સાંસારિક લોકો પાંચ વાતોમાં (પ્રપંચક) ઉલજાયેલા હોય છે, બીજા આધ્યાત્મિક છે.

  1. અવિદ્યા: જે વાતનું જ્ઞાન ના હોય તે આપણને તણાવ આપે. જેટલું જ્ઞાન વધારે તેટલો તણાવ ઓછો. આપણને પ્રોબ્લેમનું કારણ ખબર પડી જાય તો તેનું સોલ્યૂશન પણ મળી રહે અને તણાવ ઓછો થાય.
  2. અસ્મિતા : ન હસવું. જેમને હસવાની આદત ના હોય તે તણાવમાં વધુ રહેતા હોય છે. જે હસતા રહે તે તણાવ મુક્ત હોય છે, જેમકે તમે કોઈ પણ ભગવાનના ફોટા કે મૂર્તિ જુઓ, નાના બાળકો જુઓ તે હસતા જ હોય છે. આધ્યાત્મિક લોકો પણ હસતા જ હોય છે.
  3. રાગ : આસક્તિ – attachment. આસક્તિમાં અટવાયેલો વ્યક્તિ તણાવમાં જીવતો હોય છે. પરિવાર, નોકરી-ધંધો, સંતાનો વગેરેમાં આસક્તિ ભય પમાડે અને ભય તણાવ લાવે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુને વધુ પડતો પ્રેમ કરવો તેને આસક્તિ કહેવાય. રાગથી વૈરાગ કે આસક્તિ થી અનાસક્તિ જવું તેને આધ્યાત્મિક કહેવાય. (ધાર્યું થાય તો હરિ કૃપા, ધાર્યું ના થાય તો હરિ ઈચ્છા સમજી ને આગળ વધવું.) ગીતામાં પણ આના વિશે સરસ કહ્યું છે.
  4. દ્રેષ : વિરોધ્ધ, નફરત કે ગુસ્સો કરવો. બીજા લોકોની ભૂલને લીધે ખુદને તકલીફ એવી, ગુસ્સો કરવો તેને દ્રેષ કર્યો કહેવાય. આસક્તિ કરતા દ્રેષ કરવાથી વધુ તણાવ આવે. કોઈની આદતને લીધે આપણે દ્રેષ ના કરવો જોઈએ.
  5. અભિનિવેશ : ભય- ફિઅર. જેમ જેમ ઉમર વધે, અનુભવ વધે તેમ ભય ઘટવો જોઈએ તેને બદલે વધતું હોય છે. ભય તણાવને જન્મ આપે છે. ભયનું કારણ ભવિષ્યમાં જીવવું, આવતીકાલની ચિંતા કરવી. આધ્યાત્મિક કહે છે કે આવતીકાલનું આયોજન કરવું અને આજ માં જીવવું. નિર્ભય પ્રેક્ટિસ થી થવાય અને અભય જ્ઞાન થી થઇ શકાય.

ઉપરની પાંચ વાતો પર કામ કરનારને આધ્યાત્મિક કહેવાય.

બીમાર પાડવાનું મુખ્ય કારણ આપણે શરીરને સાફ (અંદરથી) નથી કરતા. શરીરને સાફ કરવાના છ (6) પ્રકાર છે જેને ષટશુદ્ધિક્રિયા કહે છે.

  1. કપાલ ભારતી: કપાલ ભારતી શુદ્ધિ ક્રિયા છે, પ્રાણાયામ નથી. પેટ અને ફેફસાની વચ્ચે એક આવરણ હોય છે તેમાં લચીલાપણું લાવવાનું કામ કરે છે. સવારે 25 અને સાંજે 25 વખત કરવું જોઈએ. જો આવડતું ના હોય તો એક આસાન રીત છે, જોરથી ઉ બોલવું. ઉ અગ્નિનો મંત્ર છે. કપાલ ભારતી વાત-કફ કે અસ્થમા હોય તેના માટે વરદાન છે. જેને પિત્ત હોય તેણે ના કરવું.
  2. વમન : વોમિટિંગ. વહેલી સવારે 6-7 વાગે એટલેકે સૂર્યોદય પહેલા એક લોટો ગરમ (હુંફાળું) પાણીમાં એક ચમચી નમક (સિંધાળુ હોય તો વધુ સારું) નાખી અને પીવું. બાથરૂમમાં જઈને ડાબો હાથ ગોઠણ પર રાખીને નમવું, પેટને અંદરની તરફ ખેંચવું, મોઢાથી શ્વાસ લેવો અને બે આંગળી મોઢામાં નાખી ઉલટી કરવી. આમ કરવાથી આપણી રગોમાં ચોંટેલી ચિકાસ સાફ થઇ જશે અને ચહેરા પરનો કચરો દૂર થશે, ખીલ હોય કે કાળા ડાઘ દૂર થઇ શકશે. ચહેરા પરની ચમક વધારશે. (મેં અનુભવ્યું છે, ખુબ જ સરસ પરિણામ મળે છે.) આ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વમન ચંદ્ર નાડી માં જ કરવું, સૂર્ય નાડી ચાલુ હોય તો ના કરવું.
  3. શંખ પ્રક્ષાલન.
  4. જલ નેતિ.
  5. સૂત્ર નેતિ.
  6. વસ્ત્ર નેતિ.

ધ્યાન માટે એક ખાસ નોંધ. ધ્યાન 15 મિનિટ કરવું ખુબ આસાન છે, પરંતુ 15 થી 30 મિનિટનો સમય અઘરો હોય છે. એટલે રોજ એક એક મિનિટ વધારવી. 30 મિનિટ સુધી પહોંચવું જરૂરી છે.

આહાર : શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર વિશે માહિતી હોવી ખુબજ જરૂરી છે. તો હવે તે જોઈએ. કયો આહાર કેટલા સમયમાં પચે છે તે જાણવું જરૂરી છે.

  1. મધનું પાણી : સહુથી ઓછા સમયમાં પચી જાય એવું હોય છે. 0 થી 2 કલાકમાં પચી જાય છે. ચંદ્ર નાડી અને સૂર્ય નાડી બંનેમાં લઈ શકાય. ચંદ્ર નાડીમાં પાણી સાથે અને સૂર્ય નાડીમાં ચાટીને લઈ શકાય. મધ કે મધના પાણીથી શરીરમાં એનર્જી લેવલ વધે. ડાયાબિટીસ અને પિત્ત વાળાએ ના પીવું.
  2. ફળ / ફ્રૂટ્સ : ફળને પચવા માટે 5 કલાકનો સમય જોઈએ. ફળ ખાવા માટે 3 નિયમ રાખવા.
  • રાત્રે એટલે કે સાંજે સાત (7) પછી ના ખાવું જોઈએ કારણકે ફળની તાસીર ઠંડી હોય છે. પપૈયું, ફણસ અને કેરી રાત્રે ખાઈ શકાય.
  • સીઝનલ ફ્રૂટ્સ પર ફોકસ રાખવું જરૂરી છે. હરેક સીઝનના ફ્રુટ્સ ખાવા જોઈએ. જાંબુ તરફ લોકો બહું ઓછું ધ્યાન આપતા હોય છે.
  • કેરી ખાવાની સાચી રીત: કેરી શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે એટલે રાત્રે વધુ ખાવી જોઈએ, કેરીની સાથે બીજું કંઈ ખાવું ના જોઈએ, એકલી કેરીની જ મજા લેવી

3.  શાકભાજી : સલાડ (કાચા શાક ભાજી) પચવામાં 14 કલાક લાગે છે.

4. બાફેલું જમવાનું: નોર્મલ જે આપણે રોજ જમીએ છીએ તેને પચવામાં 24 કલાક લાગે છે.

5. તળેલું અને નોનવેજ: પચવામાં 72 કલાકનો સમય લાગે છે. આવો ખોરાક શરીરમાં એસિડ લેવલ વધારે છે.

1,2 અને 3 નંબરના ખોરાક વધુ લેવાથી તમારી ચંદ્ર નાડી વધુ ચાલશે, અને બીજા 2 એટલે કે 4 અને 5 નંબરનો ખોરાક વધુ લેવાથી સૂર્ય નાડી વધુ ચાલશે.

3 પ્રકારના ખોરાક :

તમસ આહાર:

  • ડુંગળી, લસણ, વાસી ખોરાક, તળેલું વગેરે તામસી ખોરાક કહેવાય.
  • તામસી ખોરાક શરીરનું ઓક્સિજન ખાવાનું કામ કરે છે. જેને લીધે આળસ અને નીંદર વધુ આવે.
  • બપોરે જમવાનું ચંદ્ર નાડી માં જમો તો તે જમવાનું તમસ પેદા કરે. રાત્રે 9 પછી જમવાનું તમસ પેદા કરે.
  • જમવાનું બનાવ્યા ના 8 કલાક પછી ખાવ તો તામસ પેદા થાય.
  • વેજીટેબલ ઓઇલ તમસ માં આવે. બને ત્યાં સુધી વેજીટેબલ ઓઇલ ના ખાવું, ખાવું જ હોય તો ખુબ મહેનત વાળું કામ કરવું જેમ કે ખાડો ખોદીને ફરી ભરવો. મહેનત કરવાથી ઓક્સિજન વધે.
  • ગરમ બનાવેલું જમવાનું રેફ્રિજરેટર / ફ્રીજ  માં રાખવું તે પણ તમસ ખોરાક કહેવાય અને તે બહુ જ ખરાબ અસર કરે. થાયરોઇડ નો પ્રોબ્લેમ આને લીધે જ થાય છે. રોટલી રોટલાનો બાંધેલો લોટ ફ્રિજમાં રાખીને તેની રોટલી બનાવતા હોય છે તે તો બહુજ ખરાબ.
  • માઇક્રોવેવ નવી ચીજ બનાવા માટે સારું પણ જૂની ચીજ ગરમ કરવા માટે ખરાબ.
  • તમસ ખોરાક શરીરનું ઓક્સિજન બધું ઉપયોગ કરી લે છે અને શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવાથી ઘણી બીમારીઓ થઇ શકે જેની કોઈ પ્રકારની દવા નથી. શરીરમાં ઓક્સિજન લેવલ ફક્ત પ્રાણાયામ કરવાથી જ વધે છે.

રજસ આહાર:

શરીરમાં ઉર્જા વધારવાનું કામ કરે છે અને ઓક્સિજનનો ઉપયોગ ઓછો કરે છે. આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને બધા તત્વોના અલગ અલગ સ્વાદ છે. 1)પૃથ્વી તત્વ : મીઠો સ્વાદ, 2) જલ તત્વ : તૂરો / તસેલા સ્વાદ, 3) અગ્નિ તત્વ : તીખો સ્વાદ, 4) વાયુ તત્વ: ખાટ્ટો સ્વાદ, 5) આકાશ તત્વ: કડવો સ્વાદ. શરીરમાં સ્વાદનું બેલેન્સ બગડે એટલે બીમારી આવે. હવે આ પાંચ સ્વાદને બેલેન્સ કેમ કરવું તે જોઈએ.

  1. પૃથ્વી તત્વ – મીઠો સ્વાદ : 1)ગોળ, રાત્રે જમ્યા પછી એક ટુકડો ગોળ ખાવાથી મીઠો સ્વાદ બેલેન્સ થઇ શકે. ગોળની તાસીર ગરમ એટલે રાત્રે  લેવો. ગોળમાં પણ 3 પ્રકાર હોય છે, પીળો ગોળ જે આવે છે તેમાં કેમિકલની માત્રા વધુ હોય છે એટલે તે ના લેવું. બ્રાઉન અને કાળા કલરનો ગોળ લેવાનું રાખવું. 2) ખાંડ ની બદલે સાકરનો અથવા મિસરીનો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં એક વાર ગોળની મીઠાઈ બનાવીને ખાવાથી પણ મીઠા સ્વાદનું બેલેન્સ થઇ શકે છે.
  2. જલ તત્વ – તૂરો / કસેલો સ્વાદ: 1) આંબળા. રોજ કોઈને કોઈ પ્રકારે આંબળા ખાસ ખાવા જોઈએ, મુખવાસ-જ્યુસ-અથાણું કે પછી એકલા લુખ્ખા આંબળા. 2) હરડે / ત્રિફલા : આયુર્વેદમાં સહુથી વધુ મહત્વ ત્રિફલાને આપ્યું છે. એક ચમચી ત્રિફલાનો પાવડર રાત્રે પાણીના ગ્લાસમાં નાખી દેવો, સવારે જે ઉપરનું પાણી હોય તે પીવાનું અને નીચેનો કચરો ફેંકી દેવાનો. 10 દિવસ પીવાનું પછી 15 દિવસનો ગેપ રાખવાનો. ત્રિફલાના પાણીનો ઉકાળો બનાવીને પણ લઇ શકાય. 3) લીલા શાકભાજી: પાલક, કોથમરી, મેથીની ભાજી માં પણ જલ તત્વ હોય છે. 4) ખાવાનું પાન : બનારસી, કલકત્તી કે નાગરવેલનું પાન પણ કસેલાં સ્વાદ વાળા હોય છે, પાનમાં થોડો ચૂનો લગાડી થોડી વરિયાળી અને ધાણાદાર અને ગુલકંદ નાખીને રાત્રે જમ્યા પછી ખાઈ શકાય. પાનમાં કાથાનો ઉપયોગ ના કરવો.
  3. અગ્નિ તત્વ : તીખો સ્વાદ. તીખું એટલું ખાવું જે પાણી પીધા વગર ખાઈ શકાય. લીલું મરચું ખુબ જ સારું, જમવામાં રોજ ઉપયોગમાં લેવું. ગરમ મસાલાનો ઉપયોગ રાત્રે જમવાનું બનાવામાં કરવો અને ઠંડા મસાલાનો ઉપયોગ બપોરે. ડુંગળીની તાસીર ઠંડી એટલે બપોરે જમવામાં ખાવી જયારે લસણની તાસીર ગરમ એટલે બપોરે ના ખાવું અને રાત્રે ખાવું જોઈએ.
  4. વાયુ તત્વ: ખાટ્ટો સ્વાદ. ખાટ્ટા સ્વાદની વાત આવે એટલે બધાને લીંબુ પહેલાં ધ્યાનમાં આવે. પરંતુ લીંબુ શરીરમાં ધાતુને પાતળા કરવાનું કામ કેરે એટલે લીંબુનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. બહુંજ મહેનત કરવા વાળા માટે જ લીંબુ સારું. લીંબુની જગ્યાએ નોર્મલ લોકો ટામેટા, દહીં, અને આંબલી ઉપયોગ કરી શકે. આંબલીની ચટ્ટણી ખુબ સારી. આમચૂર પાવડર અને કોકમનો ઉપયોગ પણ ખાટ્ટા સ્વાદ માટે કરી શકાય.
  5. આકાશ તત્વ: કડવો સ્વાદ. કડવો સ્વાદ વાંચીને જ અમુક લોકોનું મોઢું બગડી જતું હોય છે પરંતુ આ સ્વાદ પણ શરીર માટે જરૂરી છે. કડવા સ્વાદ માટે ઘણું કરી શકાય એમ છે.
  • કારેલા : અઠવાડિયામાં એક વાર તો કરેલા ખાવા જ જોઈએ અને તે બનાવતી વખતે તેની કડવાશ જતી ના રહે તે ધ્યાન રાખવું.
  • મેથીના દાણા : લોકો રાત્રે મેથીના દાણા પલાળીને ખાતા હોય છે, તેમાં ખોટું નથી પરંતુ બીજી રીતે પણ લઇ શકાય. બપોરે અને રાત્રે જમતા પહેલા મેથીના બીજનો પાવડર એક ચપટી મોઢામાં નાખીને પાણી પીવાનું અને પછી જમવાનું રાખવું. મેથીના દાણાને સ્પ્રાઉટ બનાવી ને અઠવાડિયામાં એક વાર એક વાટકી ખાવું. અથવા એક કિલો મેથીના ધાણાનો સ્પ્રાઉટ બનાવીને તડકે સુકવી કાંચની બરણીમાં ભરીને રાખવું. રોજ સલાડમાં એક ચમચી તે સ્પ્રાઉટને પાણીમાં પલાળીને સલાડમાં નાખીને ઉપયોગમાં લઇ શકાય. મેથીના દાણાના 3 ફાયદા છે. 1) આકાશ તત્વને બેલેન્સ કરે. 2) તાસીર ગરમ એટલે સાંધાના દુખાવામાં (જોઈન્ટ પેઈન) કે કમરના દુઃખાવા મટી જાય છે. 3) શરીરને ચીકાશ પુરી પાડે.
  • કડવા લીમડાના પાન : સવારે 2-3 પાન ચાવીને ખાવા. દાંતણ પણ કરી શકાય.
  • ગિલોઈ: ગિલોઈની ગોળી મળે છે (ઝંડુ અને ડાબરની ) તે સવારે ખાલી પેટ 2 ગોળી અઠવાડિયામાં 2-3 દિવસ ખાવી.

સૂર્યાસ્ત થી લઈને રાત્રે 9 વાગા સુધીનું તમસ જમવાનું પણ રજસ ખોરાકમાં આવે જયારે રાત્રે 9 પછી રજસ જમવાનું પણ તમસ માં આવી જાય. સૂર્યાસ્ત થી રાત્રે 8:30 સુધી ધરતી ગરમ હોય છે એટલે રોજ રાત્રે 8:30 પહેલા જમી લેવું. રાત્રે 9 પછી વાતાવરણ ઠંડુ થઇ જતું હોય છે એટલે શરીર પણ ઠંડુ પડી જાય અને ખોરાક પચવામાં મદદ ના મળે. રાત્રે વહુલું જમવાથી ઓક્સિજન લેવલ પણ મેઈન્ટેઈન થાય છે, જો રાત્રે મોડું જમો તો સવારે કસરત અથવા પ્રાણાયામ કરવું જરૂરી છે.

તેલ : તલનું તેલ શિયાળામાં ખાવું. મગફળીનું તેલ ઉનાળામાં ખાવું. સોયાબીન કે રિફાઇન તેલ કોઈ દિવસ ના ખાવું. સનફ્લાવર અને સરસોનું તેલ ખાઈ શકાય.

સાત્વિક ખોરાક:

શારીરિક શ્રમ વધુ કરતા હોય તે લોકોને તમસ આહાર આસાનીથી પચી જાય. મન લગાવીને કે ધ્યાન (કોન્સન્ટ્રેશન)વાળું કામ હોય તેના માટે રજસ આહાર સારો, અને જે લોકોને મગજનો ઉપયોગ એટલે કે બ્રેઈન વર્ક વધુ હોય તેણે સાત્વિક આહાર લેવો જોઈએ. સાત્વિક ખોરાક જ્ઞાન વધુ આપે, ધ્યાન / ફોકસ વધુ રહે અને માણસને વિવેકી / નમ્ર બનાવે છે.

  • લીકવીડ ફૉર્મ (રસયુક્ત) માં જે ખાય તે સાત્વિક ખોરાક કહેવાય.
  • વધુ સમય ટકી શકે તેવો ખોરાક જેમ કે ફ્રૂટ્સ, શાકભાજી, સ્પ્રાઉટ્સ. ફ્રૂટ્સમાં ઉપરથી કંઈ એડ ના કરવું.
  • દેશી ગાયનું ઘી.
  • સૂર્યાસ્ત પહેલાં જમવું.
  • સૂર્ય નાડી હોય ત્યારે જમવું.
  • જમવાનું બન્યાના 3 કલાકમાં જ ખાઈ લેવું.

ઉપરની બધી વસ્તુ સાત્વિક ખોરાકમાં આવે. 100% સાત્વિક બની ના શકાય રેગ્યુલર લાઈફમાં એટલે આપણા માટે બેસ્ટ આહાર રજસ આહાર કહેવાય. અઠવાડિયામાં એક દિવસ શાહી ભોજન (બધા સ્વાદ) લેવું.

પંચ તત્વોના આહાર? અને તેને બેલેન્સ કેમ કરવા?

  1. પૃથ્વી તત્વ: ચાવીને જે ખાઈએ તે પૃથ્વી તત્વમાં આવે. દેખાવમાં વધુ હોય અને એનર્જી ઓછી હોય.
  2. જલ તત્વ: પીવાની બધી જ વસ્તુ જલ તત્વમાં આવે. સૂપ, લીંબુ પાણી, શરબત, દૂધ, ચા વગેરે. દેખાવમાં ઓછું પણ એનર્જી વધુ હોય.
  3. અગ્નિ તત્વ : સૂર્ય સ્નાન વિટામિન D  ક્રિએટ કરે જે પૌષ્ટિક ખોરાક જમા કરવાનું કામ કરે છે. માખણમાં પણ વિટામિન-D  પુષ્કળ પ્રમાણમાં હોય છે. માખણ ખાવાથી સ્કિન ગ્લો થાય, પાચન ક્રિયા સારી રહે, કબજિયાત દૂર કરે, શરીરની ગરમી દૂર કરે. માખણ સવારે જ ખાવું જોઈએ. જમ્યા પછી માખણ ખાવું ના જોઈએ, જમવાની સાથે અથવા જમ્યા પહેલા લેવું. માખણ વોટર લેવલ પણ વધારે છે. ફુદીનામાં પણ વિટામિન-D હોય છે, તેને પણ રોજ જમવામાં ઉપયોગમાં લેવું જોઈએ.
  4. વાયુ તત્વ: વાયુ તત્વ માટે અગાઉ કહ્યું તેમ પ્રાણાયામ ઇઝ બેસ્ટ.
  5. આકાશ તત્વ: શરીરમાં આકાશ તત્વ ઓછું થાય એટલે સહનશક્તિ ઓછી થાય, સ્વભાવ ચીડિયો થઇ જાય, કોઈ સાથે વાત કરવાનું મન ના થાય. આકાશ તત્વ વધારવા માટે ધ્યાન ધરવું, અજપા-જપ અને બીજ મંત્ર બોલવા. કુદરતી વાતાવરણ માં રહેવાથી પણ આકાશ તત્વ શરીરમાં વધે જેમ કે ગ્રીનરી, પહાડ, દરિયો વગેરે. આધ્યાત્મિક લોકોમાં આકાશ તત્વ ભરપૂર માત્રા માં હોય છે. તમે અમુક લોકોને જોતા હશો કે તેમને બધાને ગળે લગાડવાની આદત હોય છે, તો તેમનામાં આકાશ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં આકાશ તત્વ હોવું ખુબજ જરૂરી છે એટલે નેચર સાથે 2-3 દિવસ રહેવું જોઈએ જયારે એવું ફીલ થાય કે આપણામાં આકાશ તત્વ ઘટી ગયું છે ત્યારે. આકાશ તત્વ હોય તો જ આપણે કોઈકને પ્રેમ કરી શકીએ અને શાંતિ થી જીવી શકીએ.

ક્રમશ:

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 5                                                                                               સ્વર યોગા અનુભવ – 7

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 28, 2021 માં SELF / स्वयं

 

ટૅગ્સ: , ,

ખાડો


વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું…..

“કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના પાવડાથી તગારુ ભરી દીધું અને ધીરે હાલી આવતી કંકુને જોરથી અવાજ દીધો.

છઠ્ઠે મહિને કંકુનુ દેખાતુ પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું છતાં પણ કંકુએ તેની ઝડપ વધારી. ‘આવી આવી…!!’ એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યુ અને ઝીણાએ ભરેલું તગારું લેવા થોડી વાંકી વળી…!

વાંકી વળતા જ પેટનું દબાણ વધતા મોં પર દુ:ખની કરચલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો. ‘ખમ્મા….!! હવે થોડી જ વાર હોં…!! પશી…બેસુ સુ નિરાંતે… તું’ય જપ ખા’ને તારે ક્યાં ખાડા ખોદવાના શે કે માટી ઉપાડવાની શે…? તને હેનું દુ:ખ ઉપડે શે…??’ જાણે તે તેના ગર્ભના બાળકને વઢી રહી હોય તેમ બોલી.

ઝીણાએ ભરેલું તગારું પોતાના હાથમાં જ રાખ્યું અને કીધુ, ‘કંકુ, તુ જા… તને ક્યારનો કહુ શુ કે હું માટી નાખી દઇશ… તુ પો’રો ખા…!! પણ તુ મારુ કોઇ’દી માનેશે ?’ ઝીણો કંકુને કામ ન કરવા સમજાવતો પણ કંકુ માનતી જ નહોતી.

‘એક ખાડો તો રોજ પૂરો કરવો પડે’ને, નહિ તો…?’ કંકુને પણ ખબર હતી કે તેમને રોજ એક ખાડો પુરો કરે ત્યારે અડધા દા’ડાની મજૂરી મળતી. રોજ એક ખાડો ખોદવાનો અને તેની માટી દૂર નાંખવા જવાની હતી. ઝીણો એકલો કરે તો એક દાડે ખાડો પુરો નો પડે…. અને આ ખાડો પુરો નો પડે તો પેટનો ખાડો’ય ખાલી રે એવી એમની હાલત…!

‘હું કે’શે ઇવડો ઇ… તને ખબર પડે ?’ ઝીણાએ કંકુના પેટ તરફ ઇશારો કરીને કહ્યું.

કંકુએ તગારુ માથે લઇ લીધું અને કહ્યું, ‘ઇ કે’શે કે બાપુ અને માડી હું આવીશ એટલે તમારે દાડીયે નહી જવુ પડે… હું ભણીને તમને શેરમાં લઇ જઇશ.’ કંકુએ મીઠા સપના સાથે તગારુ માથે લીધું અને ઝીણાના રોમેરોમમાં જોર આવી ગયું. કંકુ પાછી આવી ત્યા સુધીમાં તો  ઝીણાએ ફરી કેટલુંય ખોદી નાખ્યું હતું અને માટી ભેગી કરી દીધી હતી. કંકુને પોતાની હાલત પર સહેજેય વલોપાત નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ સહજ હતુ.

કંકુએ સંભાળીને  તગારુ માથે મુક્યુ અને કહ્યું, ‘કહુ શુ સાંભળો શો ?’

‘હા બોલને…!’ કોદાળીના ઉંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો.

‘તમે બાજુમાં પેલા લુણાભાઇનો ખાડો જોયો… ઇ ઉંડો’ય નહી કરતા અને પહોળોય નહી કરતા…પેલા સાહેબ તો જોવાય આવતા નહી…. જો તમે’ય…??’ કંકુ ઝીણાના જવાબની વાટ જોવા ઉભી રહી.

‘હાય… હાય ઇ શું બોલી ? ઇમ કરીએ તો આપણો ભગવાન રુઠે…!’ કંકુનો ઇશારો ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ તેને કંકુના મનમાં આવેલા કામચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો, ‘તને નો વેઠાતું હોય તો રે’વા દે’જે…! આ તગારુ હું નાખી આવીશ… પણ ખાડો માપનો થશે અને એની માટી’યે સામે પાળી સુધી જ જશે…!’ ઝીણાએ કંકુને સખત શબ્દોમાં કહી દીધુ હતુ કે બીજા બધા ભલે માટી અધવચ્ચે નાખી આવે પણ આપણે આપણું કામ ઇમાનદારીથી જ કરવાનું છે.

જો કે સરકારી મજુરી કરવામાં બધા કામચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દુરથી જોઇને દાડી આલી દેતા હતા. લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને વેલા વેલા નીકળી જતા અને ઇમને જોઇને બીજા પણ એવું શીખ્યા હતા.

લુણાએ તો કીધુ હતુ, ‘હવે બે ચાર દાડામાં વરસાદ આવશે એટલે બધા ખાડા પાણીથી ભરાઇ પણ જશે એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના…!! કોઇ ક્યાં જોવા જવાનું છે પાણીની અંદર…??

આ તો ઝીણો, એને તો તરત જ કીધું, ‘મારો ભગવાન પાણીમાં’ય જુએ ને ખરા તડકામાં’ય જુએ….! થોડી ઓશી માટી કાઢીશ તો હું એનો ગુનેગાર બનીશ..!!’ બધા ઝીણાને વેવલો કે’તા પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઇ છોડી નહોતી.

તડકો માથે ચડ્યો હતો.. ઉકળાટ વધી રહ્યો હતો… હવે કંકુ અને ઝીણો બે જ બાકી બચ્યા હતા… તે બન્નેને કામ કરતા જોઇ ત્યાંના સાહેબ ઝીણા પાસે આવ્યા અને કહ્યું, ‘લે ઝીણા આ તારી દા’ડી… બસ બહુ થયું.. જા ઘરે અને રોટલા ભેગો થા… તારી બૈરીને પણ આરામ આલ…!’

‘સાહેબ, આ થોડો ખૂણો બરાબર ખોદી લઉ એટલે મારુ કામ પતશે….!’ ઝીણાએ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું.

‘અલ્યા.. ઝીણા…!!!  અહીં કુણ જોવા નવરું શે કે તેં ખાડાનો ખૂણો બરાબર કર્યો કે નહી? તું તારે જા… હું કહું શુ’ને…!!’ સાહેબે ઝીણાને સમજાવ્યો.

‘સાહેબ… મારો વાલો ઉપર બેસીને જોઇ રીયો શે… અને જો આ ખૂણો બાકી રાખીશ તો ઇ જ મને કહેશે કે કામ અડધું કર્યુ’ને દામ પુરા કેમ લીધા…?? તો શુ જવાબ આલીશ..?’

સાહેબ તો ઝીણાને જોઇ જ રહ્યા અને બોલ્યા, ‘વાહ… ઝીણા તારા જેવી સમજણ ભગવાન બધાને આલે…!! તું તારે કામ પતાવ હું સામે જ બેઠો છું…. કામ પતે એટલે દા’ડી લઇ જજે…!!

ઝીણા અને કંકુએ કામ પુરુ કર્યુ અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યાં. ઝીણાએ ખોદેલા બધા ખાડા સરકારે કહેલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામચોરી દેખાઇ આવતી હતી. ઝીણાના ખોદેલા ખાડા અલગ અલગ તારવી લીધા અને કામ બરાબર થયું છે તેવો રીપોર્ટ પણ બનાવી દીધો હતો.  એમાનો એક ફોટો જે સાચો હતો કે ઝીણાએ એક તસુભાર પણ કામચોરી નહોતી કરી અને બીજાની કામચોરી દેખાતી હતી તે ફોટો કોષ્ઠી સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે પોતાની પાસે રાખી લીધો હતો.

નોકરીઓની બઢતી અને પરીક્ષાઓ આપીને તે કોષ્ઠી સાહેબ અત્યારે કલેક્ટર બની ગયા હતા. આજે તે યાદ આવવાનું કારણ જડ્યું હતું… તે યાદ આવતા તસ્વીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ દોડાવી.

ત્યાં પહોંચતા સૂરજ માથે ચઢી ગયો હતો.. ગામની હાલત એવી જ હતી. ગામમાં પેસતા જ તેમને ઝીણાનું મકાન પૂછ્યુ.

‘ઇ તો તળાવે દાડીએ ગ્યો’શે…!!’ બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તળાવનું ખોદાણ ચાલુ હતું. આ સાંભળતા જ કોષ્ઠી સાહેબે ગાડી તળાવ તરફ દોડાવી.

રસ્તામાં એક છોકરો કોઇ ઘરડા ડોસાને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવી રહ્યો હતો. કોષ્ઠી સાહેબે ગાડી ઉભી રાખી અને ઉતરીને તેને પકડ્યો… અને ત્યાં જ તેમની નજર પેલા ડોસા તરફ ગઇ…!!!  ‘લુણાકાકા…!!! તમે..?’ સાહેબની સહેજ નજર હટતા જ પેલો છોકરો તેમની પક્કડ છોડાવી ભાગી ગયો.

કોષ્ઠી સાહેબ તેને પકડવા જાય ત્યાં તે ડોસા બોલ્યા, ‘જવા દો’ને સાહેબ…. અમારા નસીબમાં કપાતર હશે… મારો જ છોરો શે… જુગારની લતે ચડી ગ્યો’શે…. મજુરી કરીને આવુ એટલે તે રોજ અહીં ઉભો રે’શે ને મને આમ જ મારીને લઇ જાય શે…!! પણ તમે કુણ…??’

કોષ્ઠી સાહેબે તેમની વાત સાંભળતા જ યાદ આવ્યું કે આ એ જ લુણાકાકા જેમને તેમના ખાડા ખોદવામાં કાયમ ચોરી જ કરી હતી…!! ‘ઇ તો ઝીણાભાઇને મળવા આવ્યો છું…!!’ એમ કહીને સાહેબ જલ્દી તળાવ પાસે ગયા. તે તળાવમાં આજે પણ એક ખાડાની લાઇન બધા કરતા સરસ હતી. કોષ્ઠી સાહેબ સમજી ગયા કે આ ઝીણાનું જ કામ…!

ગવર્મેન્ટની ગાડી જોઇને ત્યાંનો સુપરવાઇઝર દોડીને આવ્યો…. પણ કોષ્ઠી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા…!!

ત્યાં એક યુવાન પુરા ખંતથી ખાડો ખોદી રહ્યો હતો. ‘અલ્યા એય…! બધા ચાલ્યા ગયા છે.. તુ’ય જા…! તારી દાડી મળી જશે. તું આ ખાડા નાના કરીશ તો ચાલશે… એક બે દા’ડામાં વરસાદ આવશે…!! હું આ બધાનો સાહેબ છું, કોઇને નહી કહુ….!! તળાવ પાણીથી ભરાઇ જશે પછી પાણીમાં કોણ જોશે…??’  કોષ્ઠી સાહેબ જાણી જોઇને તેની પરીક્ષા કરી રહ્યા હતા.

‘સાહેબ… એવું ના બોલો… મારા બાપા સાંભળશે તો તમને વઢશે.. અને કહેશે કે તમને સાહેબ કોને બનાવ્યા છે ? અને હા, સાહેબ પાણીની અંદર ભગવાન તો હોય જ છે’ને..! ઇમને શું જવાબ આપીશ ?’ એનો જવાબ અસ્સલ ઝીણા જેવો જ હતો.

 ‘તું હરીશ છે ને ?’

‘હા… પણ મેં તમને ઓળખ્યા નહી..!!’

‘તું મજુરી કેમ કરે છે?’

‘મારી પરીક્ષાઓ પતી ગઇ છે…. મારા બાપા એકલાથી કામ નથી થતું એટલે તેમને મદદ કરું છું.’

‘તારા પપ્પાનું નામ ઝીણાભાઇ’ને..? અને કંકુબેન ક્યાં ?’

‘હા…! મમ્મી તો ઘરે છે.’ પેલાએ જવાબની સાથે પેલા ખાડાની માટી ઉલેચવા માંડી.

‘હરીશ, મને ગર્વ છે તારા મા બાપના સંસ્કારો પર….!! જો કે તને એક સમાચાર આપવા આવ્યો છું કે તારે હવે મજુરી કરવાની કોઇ જરુર નથી… તુ કલેક્ટરની પરીક્ષામાં પાસ થઇ ગયો છું…!!’ કોષ્ઠી સાહેબે આખરે પોતાના હૈયામાં ક્યારનીયે ધરબી રાખેલી ખુશી વ્યક્ત કરી.

‘ઓહ્હ્હ… ખરેખર….!! થેંક્યુ…!!’ તે ખુશ થયો.

‘ચલ હવે અહીંથી… આ કામ તારુ નથી.’ કોષ્ઠી સાહેબે તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમા તગારુ લઇને તેની નજીક ગયા. હરીશે તેમના ચરણસ્પર્શ કરી તેમને બધી વાત જણાવી.

તેના પિતાજીએ બન્ને હાથે તેને આશીર્વાદ આપ્યા. કોષ્ઠી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઇ જવા માંગતા હતા… પણ ઝીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય તેમ ઉભો રહી ગયો હતો.

હરીશે કોષ્ઠી સાહેબનો હાથ છોડાવ્યો અને કોદાળી ફરી હાથમાં લીધી અને બોલ્યો, ‘સાહેબ, માફ કરશો.. આજનું મારું કામ બાકી શે અને ઇ પુરુ કર્યા વિના હું બહાર નહી આવી શકુ.’

હરીશે કોદાળી હાથમાં લીધી… ઝીણાએ તે પછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારુ માથે ચઢાવી કીધું, ‘સાહેબ, કામચોરી અમારા લોહીમાં આવે તો અમારો ભવ લાજે…!!  હરીશેને ઇનુ કામ પુરુ કરી લેવા દો… પશી તમતમારે લઇ જાઓ..!!’

બાપ દિકરાએ ફરી પોતાનું કામ શરૂ કર્યુ અને કોષ્ઠી સાહેબે તેમને સેલ્યુટ કર્યુ.

ત્યાં જ કોષ્ઠી સાહેબના મોબાઇલની રીંગ રણકી. તેના દિકરા શ્લેષનો ફોન હતો. ફોન ઉપાડતા જ અવાજ આવ્યો, ‘પપ્પા, કલેક્ટરના લીસ્ટમાં મારુ નામ નથી.. તમે તો કહ્યું હતુ કે ઉપર સુધી વાત થઇ ગઇ છે ..?’

કોષ્ઠી સાહેબ બોલી ઉઠ્યાં, ‘હા બેટા, કદાચ, છેક ઉપરવાળા સુધી મારી વગ નહી પહોંચી હોય…!’ અને કોષ્ઠી સાહેબની નજર સામેના અને તસ્વીરના ખાડામાં ચોંટી ગઇ…જ્યાં તેમને ઇશ્વરતત્વના અલૌકિક દર્શન થઈ રહ્યા હતા… અને ત્યાં સુધી કોઈની લાગવગ આજ સુધી પહોંચી નથી.

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 14, 2021 માં Dr. Vishnu M. Prajapati

 

ટૅગ્સ:

આગમન


શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી સાથે તારાં  મમ્મી આવાના છે અને સાંજે તું ઓફિસથી ઘેર આવીશ ત્યારે ખબર તાે પડશે જ ને?”

આખા રસ્તે શૈલ  વિચારતો હતો કે આટલી ખુશીના સમાચાર હોવા છતાંય ક્ષમાના ચહેરા પર આનંદ કેમ નથી? કદાચ તબિયત વધુ ખરાબ હશે કે અન્ય કોઈ કારણ હશે? શૈલની ઈચ્છા તાે દાેડીને ક્ષમા પાસે પહોંચી જવાની હતી પણ નીચે રસોડામાંથી મમ્મી બોલી, “શૈલ! હાથ પગ ધોઈને રસોડામાં આવી જા. ચા તૈયાર જ છે અને ગરમ નાસ્તો પણ બનાવ્યો છે.” છતાંય શૈલ દાેડતાે દાદર ચઢી ક્ષમા પાસે પહોંચી ગયો.

ક્ષમાને જોતા જ બોલી ઊઠયો, “ક્ષમા! ડાેકટરે શું કહ્યું?”

ક્ષમા શૈલ સામે જોતા ઉદાસ સ્વરે બોલી, “હા આપણી ઈચ્છા  ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે.”

શૈલ ક્ષમા સામે જાેતાં બોલ્યો, “ક્ષમા!આટલી મોટી ખુશીની વાત હોવા છતાંય તું ઉદાસ કેમ છે? આપણા લગ્નને સાત વર્ષ થઈ ગયા અને સાત વર્ષ પછી એક બાળકના આગમનના સમાચારે મને પાગલ બનાવી દીધો છે. પણ તું ઉદાસ કેમ છે? ક્ષમા આજે  તાે હું  તારી ઉદાસીનું કારણ જાણીને  જ રહીશ .”

“શૈલ બેટા! તારી ચા ઠંડી થઈ જશે. જલ્દી આવી જા.” શૈલની મમ્મીએ એને ફરીથી બુમ પાડી. ક્ષમા શૈલ સામે જોતાં બોલી, “મમ્મી બોલાવે છે.”

“મને ખબર છે, પણ જ્યાં સુધી તું કારણ નહીં કહે ત્યાં સુધી હું અહીંથી ખસવાનાે નથી.” શૈલે જક  કરતાં કહ્યું ત્યાં સુધીમાં શૈલની મમ્મીએ ફરીથી શૈલને  બૂમ  પાડી તેથી તાે શૈલ  બોલી ઉઠ્યો ,” ક્ષમા! હવે મમ્મી મને બોલાવવા ઉપર આપણા રૂમમાં આવે એ પહેલા તું મને કારણ કહે.”

ક્ષમા ગભરાઈ ગઈ હતી. બોલી “શૈલ હું તને બધું જ કહીશ,  મારે પણ કોઈ વાત મનમાં રાખવી નથી. પણ તું પહેલા ચા-નાસ્તો કરી આવ.” ક્ષમા વિચારતી હતી કે  શૈલ ને શું કહે? કયાંથી શરૂઆત કરે? શૈલ ખૂબ સમજુ અને સંસ્કારી યુવાન છે, બહુ મોટી પોસ્ટ પર છે. લગ્નના સાત વર્ષ સુધી બાળક નહીં હોવા બાબત કોઈ વાત ઉચ્ચારી નથી. આજની શૈલની ખુશી અસીમ છે એ જોતાં લાગે છે કે સાત વર્ષ સુધી એનું દુઃખ છુપાવી રાખ્યું હશે?

કદાચ આટલી બધી ખુશી મારા આગમન વખતે મારા પપ્પાને થઈ હશે? જવાબ  કદાચ સંજોગો  જ આપી શકે. પોતે કેટલું યાદ કરે? એનું જીવન જ વ્યથાથી  ભરેલું છે. પણ એ ભરપૂર વ્યથાથી શૈલ અજાણ છે. પોતાને જેટલો અન્યાય થયો છે એટલો અન્યાય આવનારને એ થવા નહીં દે. પાેતે તાે કયારેય  પ્રેમનાં બે શબ્દો સાંભળ્યા ન હતા. એ  સમજતી થઇ ત્યારથી એના કાને માત્ર એક જ શબ્દ સંભળાતો રહેલો, “પથરાે.” પાેતે પથરાે એટલે શું એ કયાં સમજી શકતી હતી? એટલે તો એકવાર એની દાદી ને પૂછેલું, “દાદીમા …દાદીમા…હું પથરાે છું?”

ત્યારે દાદીમાની આંખો કરુણાથી છલકાઈ ઊઠી હતી અને દાદી માં એના કપાળે ચુંબન કરતા બોલેલા “ના બેટા, તું તાે મારી પરી છું. એક દિવસ એક રાજકુમાર ઘોડે ચડીને આવશે અને તને લઈ જશે પરીઓના દેશમાં.”

“દાદીમાં,  તમે પણ મારી સાથે પરીઓના દેશમાં આવજો. હું તમને મારી સાથે લઈ જઈશ. તમે ખૂબ સારા છો.” ક્ષમા દાદીમાને ગળે બાઝી પડતા બોલી ઊઠી હતી.

એ જેમ જેમ  સમજણી થઈ તેમ તેમ પથરાનાે અર્થ  સમજતી થઈ ગયેલી. આમ તો એને એક મોટી બહેન પણ હતી. પણ અે પ્રથમ સંતાન હોવાથી લક્ષ્મી ગણી એનું સ્વાગત કરેલું. ત્યારબાદ જ્યારે એના આગમનની શક્યતા જણાઈ  ત્યારે  તેની મમ્મી ડોકટર પાસે દોડી ગઈ  હતી અને કહેલું, ” ડાેકટર! તમે ટેસ્ટ કરી આપો તો મારે તો પુત્ર જ જોઈએ છે. પુત્રી હોય તો પડાવી નાંખીશ. પણ કુદરત ને કંઈક જુદું જ મંજૂર હતું એટલે રિપોર્ટમાં ‘ મેલ ચાઈલ્ડ’ આવ્યું. રિપોર્ટ ખોટો આવ્યો. જો કે દાદી માં ના કહેવા મુજબ રિપોર્ટ આવ્યા બાદ મમ્મી ખુબ  ખુશ રહેતી હતી. એનો પગ જમીન પર પડતો ન હતો એના રોમરોમમાં ખુશી વ્યાપી ગઈ હતી. પણ ત્યારબાદ એની જિંદગી નું શું? વારંવાર એની મમ્મી એની સામે જોઈ ને કહેતી, ‘મારું નસીબ ફૂટલું; બીજું શું? લોકોને ભગવાન છોકરાઓ આપે છે અને મારે જ પથરાઓ …’કયારેક  કોઈક ને ત્યાંથી પુત્ર જન્મ ના પેંડા આવે ત્યારે પણ એ નિ:સાસા સાથે કહતી, ” મારા કરમ…મારા નસીબ જ …”અને આંસુ સારતી .

ક્યારેક એ  કોઈ ચીજની માગણી કરતી તેની મમ્મી તરત બોલી ઉઠતી, ‘ જેટલું ઘસડાય એટલું બાપનું ઘસડી જાવ. ‘

કયારેક એના પપ્પા એના માટે નવી  ચીજવસ્તુ લાવતા તો એની મમ્મી તરત  બરાડી  ઉઠતી,” આપણા બુઢાપાનાે વિચાર કર્યો છે કે  બધું લુટાવી દેવાનું છે?  આપણા પેટે છોકરો નથી કે પાછલી ઉંમરમાં આપણને કમાઈને  આપવાનાે છે. જે ખર્ચ કરો એ રીતમાં કરો. આપણે તો બધું કમાઈ  કમાઈને પેલા જમ જેવા જમાઇઓને જ આપવાનું…? અરે.. રે…મારા નસીબમાં એક પુત્ર નથી. ‘ કહેતાં એ  અવારનવાર એની મમ્મી રડતી. એ જ્યારે એસએસસી બોર્ડ માં પ્રથમ આવી ત્યારે ને આશા હતી  કે મારી પ્રગતિ બદલ મારી મા મને ચોક્કસ બીરદાવશે. પણ એની  આશા ઠગારી નીવડી. કેટલા બધા ઈનામો અને રોકડ મળી હતી! એ જોઈને પણ મમ્મી પણ ખુશ થઇ ન હતી ,”  ઠીક છે ,તારા પૈસા આવ્યા છે તો સોનું ખરીદી લેજે .જે થોડું ઘણું આવ્યું  એ ખરું. તારો બાપ  તાે બેંકમાં સામાન્ય ક્લાર્ક છે. બધું તમારી પાછળ ઉડાવી દઈએ તો અમારું  ભવિષ્ય  શું?”

ક્ષમા તો મમ્મીની દરેક બાબત હસવામાં કાઢી નાખતી હતી .પણ પોતે તો કેટલી બધી સ્વમાની હતી?  મમ્મીના વ્યંગ  બાણોથી કંટાળી એને ભણવાની સાથે ટ્યુશન વગેરેનું પણ નાનું મોટું કામ કરવા માંડેલું અને પોતાનો ખર્ચ પોતે જ ઉપાડી લીધી હતી. આ બદલ પણ એની મમ્મી એને ક્યારેય એની પ્રશંસા કરી ન હતી. અને ક્યારેય એની મમ્મી એ પૂછ્યું પણ નહોતું કે, “ક્ષમા! તારે  પૈસાની જરૂર છે?”  અને ક્ષમાએ  પણ ક્યારેય પૈસા માગ્યા ન હતા .છતાં ક્ષમાનું  મન કહેતું કે પોતે પણ મા-બાપ પાસે જક કરે, રિસાય,કોઈ મનાવે. અરે, એમાં તો જિંદગીની ખરી મજા છે.  પણ એને ક્યારેય જિંદગીની આવી  મજા માણવા મળી જ કયાં હતી?

જો કે કદાચ દાદીમાનું ભવિષ્ય સાચું પડેલું. શૈલ રાજકુમાર થી કંઈ કમ ન હતો અને ખરેખર લગ્ન બાદ એને એવું જ લાગતું હતું કે એ પરીઓના દેશમાં આવી ગઈ છે. કેટલા પ્રેમાળ લોકો વચ્ચે આવી પડી હતી! એની સાસુ ને જોતાં અેને હંમેશ લાગતું  કે આ જ મારી મા છે. કેટલો પ્રેમ આપેલો! વારંવાર કહેતા હતાં, “ઈશ્વરે મને ક્ષમા આપીને દીકરી નહીં હાેવાનું દુખ ભુલાવી દીધું છે.” ક્ષમાને કયારેય છીકં પણ આવે તેની સાસુ જાગે અેને બામ ઘસવા  બેસી જાય .અને શૈલ…એની તો વાત જ જુદી હતી.

ગ્રેજ્યુએટ થયા બાદ બંને એક જ ઓફિસમાં સાથે નોકરી કરતા હતાં. પરિચય ધીરે ધીરે પ્રેમમાં પલટાતાે ગયો. ક્ષમાએ શૈલને  કહેલું, “શૈલ,  લગ્ન એકદમ સાદાઇથી કરવાનું હોય તો જ મને આ સંબંધ મંજૂર છે.” અને બિલકુલ  ધામધૂમ વગર શૈલ અને ક્ષમાના લગ્ન પતી ગયા હતા. આડકતરી રીતે તો ક્ષમા એ એની માને  લપડાક મારવા બરાબર જ આ પગલું ભર્યું હતું. અને ક્ષમા ઘરમાંથી પણ કયાં કોઈ ચીજ વસ્તુ લઈ ગઈ હતી?  હા,  એની દાદીએ અેને લગ્ન સમયે આપવા માટે આપેલો અછોડેા એ સાથે લાવેલી. દાદીની યાદ આવતા ની સાથે જ એનો હાથ ગળામાં પહેરેલા અછાેડા બાજુ ગયો.  દાદીની યાદ સાથે કેટલી યાદો સંકળાયેલી હતી! દાદીમાએ તાે એને  કહેલું, “ક્ષમા બેટી, તારી મા તને ધિક્કારે છે એનું કારણ એની પુત્રેએષણા છે. એટલું જ નહીં, જ્યારે તારો જન્મ થયો ત્યારે અમે બધાએ દિવસો સુધી વાત નહીં કરવાનું વિચારેલું. પણ થોડા કલાકો બાદ જ એને ખબર પડી ગઈ કે એણે જન્મ પુત્રને નહીં પણ પુત્રીને આપ્યો છે, અને આ સમાચાર મળતાની સાથે એણે રડવાનું ચાલુ કરી આખી હોસ્પિટલના સ્ટાફને ભેગો કરેલો .અને કેટલાય દિવસો સુધી તારું મોં પણ જોયું ન હતું .

આ વાત સાંભળ્યા બાદ ક્ષમાને દિવસો સુધી ખાવાનું ભાવતું ન હતું. અરે ,એનું આગમન આટલું બધું દુઃખ દાયક હતું! “ક્ષમા! સોરી … મમ્મી ની બેનપણી આવી ગઈ હતી એને મૂકવા જવું પડ્યું. “હા, તો આપણી વાત આગળ કહે…. બોલ ક્ષમા તને શું દુઃખ છે? “

શૈલ મને તારા થી દુર જવું  નહિ ગમે. હવે હું મહિનાઓ સુધી તારાથી દૂર જતી રહીશ. ક્ષમા ઉદાસ ચહેરે બનેલી.  શૈલ!

ખડખડાટ હસતાં  હસતાં બોલ્યો, ” બસ આટલી જ વાત …મમ્મી તો કેટલાય દિવસોથી કહે છે કે ક્ષમા ને  હું મારાથી દુર કરવાની નથી. હું એને પિયર મોકલવાની નથી એને ડિલિવરી આપણે ત્યાં જ કરાવીશું મારી વહુ નહીં,  દીકરી છે .હવે તો ખુશ ને?”

ક્ષમા ફિક્કું હસી બોલી “અને શૈલ,બીજી પણ એક વાત છે. ધાર કે આપણું આવનાર બાળક પુત્રને બદલે પુત્રી હોય તો …શું તું, મમ્મી …બધા પ્રેમથી સ્વીકારશો?”

“ક્ષમા !પુત્ર હોય કે પુત્રી, શું ફરક પડવાનો છે? અને અત્યારે તો ખુશ રહેવાને બદલે આવું  બધું વિચારે છે ?” શૈલે ક્ષમાનો હાથ હાથમાં લેતાં કહ્યું.

“એ તો ઠીક છે શૈલ,  પણ બીજી…ત્યારબાદ ત્રીજી પણ પુત્રી જ  જન્મસે તો તું એનો પ્રેમથી સ્વીકાર કરી શકીશ?” ક્ષમા એકી શ્વાસે બોલી ઊઠી.”

“ક્ષમા ! આજ પછી તું ક્યારેય એવી વાત કરી મારી નજરમાંથી ઉતરી ના જઈશ. ક્ષમા એક વાત યાદ રાખ. બાળક એ બાળક છે. પછી એ પુત્ર હોય કે પુત્રી…શું ફરક પડે? બાળક એ તો દેવદૂત છે. ઈશ્વરને જ્યારે પૃથ્વી પર અવતારવાનું  મન થાય છે ત્યારે એ બાળક સ્વરૂપે આવે છે અને ઈશ્વરનું આગમન તો પ્રિય જ  હોય.” ક્ષમા શૈલના ચહેરા સામે જાેઈ રહી. ક્ષમાના ચહેરા પરથી ઉદાસીનતા ગાયબ થઈ ગઈ હતી. તેની જગ્યાએ એક સંતોષદાયક સ્મિત ફરકી ઉઠ્યું હતું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 13, 2021 માં Nayna Shah

 

ટૅગ્સ:

સ્વર યોગા અનુભવ – દિવસ 5


આજનો દિવસ અનુભવ માટે શ્રેષ્ઠ રહ્યો. નાનપણમાં જેમ જાદુ જોઈને અચંબિત થતા અને ખુશી થતી તેવી જ કંઈક ખુશી આજે થાય છે. આટલું મોડું કરવા માટે અફસોસ થાય છે. આજે જે શીખવા અને જાણવા મળ્યું તેનાથી મને તો આગળ જતાં ખુબ જ લાભ થવાનો છે એ પાક્કું, અત્યારે પણ થાય છે. મારી વર્ષો જૂની અનિંદ્રાની બીમારી દૂર કરવાની અને વિચારોના વંટોળને શાંત કરવાની ચાવી આજે મને હાથ લાગી. તો ચાલો આજે હવે હું આજે શું શીખ્યો કે જાણ્યો એ જણાવું.

આંતર મનના વિચારો કેમ શાંત કરવા?

વિચારોને વારંવાર કરવાથી નેગેટિવિટી વધે છે. જે વિચારો વારંવાર રિપીટ થાય તે સબકોન્સીઅસ માઈન્ડમાં સેવ થાય અને એ વિચારો ભય, ચિંતા અને નેગેટિવિટી ને જન્મ આપે અને બ્લડ પ્રેશર અને માનસિક તાણ જેવી બીમારી થાય. આનો ઉપાય એ જ કે જેની સાથે તેવા થવું એ. એટલે કે વિચારોને વિચારો વડે મારવું. ખાડા માં ગંદુ પાણી હોય તો તેને સાફ પાણી વડે જ સાફ કરી શકાય તેમ. હકીકતમાં ચિંતા, ભય અને નેગેટિવિટી એ બધું છે જ નહિ એ ફક્ત મનના વિચારો જ છે. 

વિચારો બે પ્રકારના હોય છે. એક સારા વિચાર અને બીજ ખરાબ વિચાર. આપણે કંઈક નવું કામ ચાલુ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે જે વિચાર આવે તેને નવનિર્મિત વિચાર કહેવાય જે સારા વિચાર જન્માવે. અર્થાત કંઈ પણ કામમાં હોઈએ ત્યારે સારા વિચારો જ આવતા હોય અથવા ખરાબ વિચાર ના આવતા હોય. પરંતુ જયારે આપણે કંઈ કામ વગર બેઠા હોઈએ ત્યારે ભૂતકાળની ભૂલો, અનુભવો યાદ કરીને ખરાબ વિચારો મન પર કબ્જો જમાવીને બેસી જતા હોય છે. ક્યારેક કોઈક માણસ આપણું મગજ ખરાબ કરી જતું હોય કોઈ એવી વાતો કરીને. તો હવે એ શીખવાનું કે એ બધા નકામા વિચારોને કેમ બહાર કાઢવા? 

સંસ્કૃતમાં સારા વિચારને મંત્ર કહે છે. ।। मन ना प्रायेति इति मंत्रः।। મંત્ર બે પ્રકારના હોય છે. સગુણ અને નિર્ગુણ. સગુણ મંત્ર એટલે આપણે કોઈ એક ચોક્કસ ધ્યેય કે પ્રાપ્તિ માટે કોઈ જાપ કરીએ તેને સગુણ મંત્ર કે કાર્ય કહેવાય. જેમ કે સોળ સોમવારનું વ્રત કે બીજું કોઈ આવું વ્રત કે માનતા. નિર્ગુણ મંત્ર એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જપવામાં આવતો મંત્ર. જેમ કે ગાયત્રી મંત્ર કે ૐકાર. હવે આપણે આ મંત્રને અનવોન્ટેડ વિચારોને દૂર કરવા માટે કેમ ઉપયોગમાં લેવું એ જોઈએ.

ૐ કાર મંત્રનો ઉપયોગ કેમ કરવો?

ૐ કાર ને બે ભાગમાં વહેંચી દેવાનું. ઓમ અને કાર. શ્વાસ લેતી વખતે મનમાં ઓમ (ૐ) બોલવું અને શ્વાસ છોડતી વખતે કાર બોલવાનું. એક મિનિટમાં કેટલા શ્વાસ થાય તે ગણવાનું. પહેલા દિવસે જયારે શ્વાસની સંખ્યાની વાત કરી હતી ત્યારે મારા શ્વાસની સંખ્યા 14 હતી અને આજે જયારે ઓમ – કાર નો ઉપયોગ કર્યા પછી ગણ્યા તો માનવામાં નહીં આવે પણ ખાલી 6 જ થયા. આમ કરવાથી મનમાં એક પણ વિચારો આવ્યા નથી અને એટલે શ્વાસની સંખ્યા ઘટી ગઈ. કંઈક ઘટતું હોય તો સામે કંઈક વધતું હોય. મગજને કંઈક કામ આપશો તો ઓક્સિજન આપવું પડશે, કામ ના આપો તો ઓક્સિજન ઓછું જોઈએ એટલે શ્વાસની ગતિ ઘટે. મનને વિચાર શૂન્ય સુધી લઈ જવાની શક્તિ રાખે છે મંત્ર અને ધ્યાન.

ધ્યાનના સ્ટેપ :

  • વિચાર શૂન્ય : ધ્યાનથી આપણે વિચારને શૂન્ય લેવલ સુધી લઈ જઈ શકીએ.
  • શ્વાસ શૂન્ય : ધ્યાનથી આપણે શ્વાસને શૂન્ય લેવલ સુધી લઈ જઈ શકીએ. તમે જોયું સાંભળ્યું હશે કે કોઈ યોગી કેટલીક મિનિટો સુધી શ્વાસ વગર રહી શકે છે. 
  • દેહ શૂન્ય : ધ્યાનથી આપણે દેહ વગર ના છીએ તે પણ અનુભૂતિ કરી શકીએ. 
  • સ્થાન શૂન્ય : આપણે કંઈ જગ્યાએ છીએ તે પણ ભૂલી જઈ શકીએ.
  • સમય શૂન્ય : આપણે કેટલી વખતથી ધ્યાનમાં છીએ તેનું પણ ભાન ના રહે.

જપા કે જાપ 2 પ્રકારના હોય છે. (1) જપા – અજપ  અને (2) અજપા – જપ. જેમ રામ રામ રામ જલ્દી બોલો અને એ મરા મરા થઇ જાય. જપા જયારે અજપા માં ફેરવાઈ જાય ત્યારે તે સબકોન્સિયસ માઈન્ડમાં છપાઈ ગયું કહેવાય. એવું જરૂરી નથી કે તમે ઓમ-કાર નો જ ઉપયોગ કરો. તમારા ગુરુદેવે કોઈ મંત્ર આપ્યો હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો બીજું કંઈ પણ લઈ શકાય. જેમ કે જયશ્રી- કૃષ્ણ, જયસિયા-રામ, જલા-રામ, ઓમ-શાંતિ, કે બીજું કંઈ પણ. બસ એ મંત્રને બે ભાગમાં અલગ કરીને એકને શ્વાસ અંદર લેતી વખતે બોલવાનું અને બીજો ભાગ શ્વાસ છોડતી વખતે.  40 દિવસ આમ કરવાથી સબકોન્સીઅસ માઇન્ડને આની આદત પડી જશે. જેને જપા – અજપા  માંથી અજપા – જપ  ની સ્થિતિ પણ કહી શકાય. પહેલાં ધ્યાનમાં પણ બેસી શકાતું નહોતું સરખું, નીંદર માટે પણ ટેબ્લેટ લેવી પડતી હતી. વિચારો સતત પીછો કરતાં હતા. પણ આજના આ અનુભવે મને જાદુઈ અનુભુતી કરાવી છે. જેને હું શબ્દોમાં ધારું તો પણ વર્ણવી શકું એમ નથી. 

આજનો સારાંશ:

  • ૐ અગિયાર વખત બોલવું અને અંતમાં શાંતિ મંત્ર.
  • દિવસમાં પાંચ વખત પાંચ-પાંચ મિનિટ પ્રાણાયામ કરવું.
  • દિવસમાં ચાર વખત બીજ મંત્ર બોલવા. (લં, વં, રં, યં, હં, ૐ)
  • ધ્યાન કરવું પણ આજે ઓમ-કાર નો ઉપયોગ કરીને. (મિનિમમ સાત મિનિટ થી પંદર મિનિટ )

*******

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 4                                                                                                                  સ્વર યોગા અનુભવ – 6

 

 
4 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 9, 2021 માં DIARY, SELF / स्वयं

 

ટૅગ્સ: ,

સ્વર યોગા અનુભવ – દિવસ 4


ધ્યાન : ધ્યાન કરવાનું કારણ.

ધ્યાન વિશ્રાંતિની સ્થિતિ છે. નીંદર પણ વિશ્રાંતિની સ્થિતિ છે. ફર્ક એટલો કે નીંદરમાં હોઈએ ત્યારે આપણને કંઈ ખબરના હોય પણ ધ્યાનમાં આપણે જાગતા હોઈએ છીએ. નીંદરમાં આપણી કરોડરજ્જુ આડી હોય છે, ધ્યાનમાં ઉભી હોય છે. નીંદરમાં શ્વાસ દોઢ ગણો વધી જાય છે અને ધ્યાનમાં શ્વાસને શૂન્ય સુધી લઈ જઈ શકાય. નીંદરમાં સ્વપ્નો આવે, જયારે ધ્યાનમાં વિચાર શૂન્ય થઈ શકાય છે. પંદર મિનિટના ધ્યાનમાં બે થી ત્રણ કલાકની નીંદરનો અનુભવ થઇ શકે છે.

ધ્યાન એટલે એકાગ્રતા (એક+આગ્રતા=એકાગ્રતા). નીંદર અને ધ્યાનમાં વિચારોના પ્રોબ્લેમ હોય છે. વિચારો બે પ્રકારના હોય છે, એક ખુશી આપતા વિચાર અને બીજા ડિસ્ટર્બ કરતા વિચાર. એકાગ્રતા મનની કરવાની છે, કહે છે ને કે ધ્યાન હટ્યું, દુર્ઘટના બની. તો એકાગ્રતા કેળવવા માટે ધ્યાન ધરવું અગત્યનું છે.

મન કેટલા છે? આંતરમન અને બાહ્ય મન. (Conscious Mind – Subconscious Mind)

  • બાહ્ય મન : બાહ્ય મન પાંચ ઈન્દ્રીઓ સાથે જોડાયેલું હોય છે. આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. આંખ વડે જે જોઈએ તેના વિશે આપણને વિચારો આવે. મોટો અવાજ આવે તો કાન સરવા થાય અને વિચાર આવે કે શેનો અવાજ આવ્યો? આંખ બંધ કરીને બેઠા હોઈએ અને કોઈ સુગંધ કે દુર્ગંધ આવે તો તેના વિચારો આવે. તેમજ કોઈના સ્પર્શથી પણ વિચારો આવે. ટૂંકમાં બાહ્ય મનમાં વિચારો બહારથી આવે.
  • આંતર મન : બાહ્ય મન દ્વારા જે વિચારો આવ્યા હોય તેના પર વિચાર કરવો અથવા ભૂતકાળમાં બનેલી ઘટના પર વિચાર કરવાનું કામ આંતર મન કરે છે. આંતર મનની સાથે બુદ્ધિ કામ કરતી હોય છે. મન જે ડેટા લઈ આવે તેના પર થી બુદ્ધિ નિર્ણય કરે. બુદ્ધિ જે નિર્ણય કરે અને જે ક્રિયા થાય તેનાથી અનુભવ મળે જે સારો કે ખરાબ હોય શકે. એ બધા જ અનુભવ મગજમાં સાચવતા હોય છે. 

આપણે જયારે કોઈ કામમાં પરોવાયેલા ના હોઈએ, ફ્રી હોઈએ સાદી ભાષામાં નવરા હોઈએ ત્યારે વિચારો વધુ આવે. રાત્રે સૂતી વખતે પણ વિચારો વધુ આવતા હોય છે. વિચાર શૂન્ય થવા માટે બંને મનને સાથે કામ આપતા આવડવું જોઈએ. વ્યસની લોકો આમ જ કરતાં હોય છે, અમુક લોકો કામ કરતા કરતા સંગીત સાંભળતા હોય છે. 

ધ્યાન કેમ કરવું?

પાંચ ઈન્દ્રીઓ માં થી સહુથી વધુ કામ આંખ કરે છે. માટે ધ્યાન ધરવા માટે આંખને બંધ કરવી જેનાથી બાહ્ય મન બંધ થઇ જશે. આંખ બંધ કરીને સ્થિર કરવાથી વિચાર આવવાના બંધ થઇ જશે, વિચારોને લાવવા પડશે. બીજા મનને એટલેકે આંતર મનને શ્વાસ સાથે જોડી દેવાનું. સવાલ થશે કે શ્વાસ સાથે જ કેમ? કારણકે શ્વાસથી જ જીવીએ છીએ, શ્વાસ શક્તિ આપે છે. શ્વાસ જન્મ મૃત્યુનું ચક્ર છે. વિચારોની ગતિ વધે એટલે શ્વાસની ગતિ વધે એ આપણે પહેલા પણ જોઈ ગયા. ધ્યાનના સ્ટેપ જોઈએ.

  • શરીરને સ્થિર રાખીને બેસવું, હલાવું – ડુલાવું નહિ.
  • આંખોને બંધ કરીને આંખોની પુતળીઓને ( આઈ બોલ ) સ્થિર કરવું.
  • ધ્યાન પગની આંગળી તરફ કરવું અને રિલેક્સ કરવી, સાથળ તરફ ધ્યાન લઇ જઈને રિલેક્સ કરવા, પેટને રિલેક્સ કરવું, છાતી-ખભા-પીઠ-ગરદન-આંખની ઉપરનો ભાગ- ગાલ એમ બધા અંગો તરફ વારા ફરતી ધ્યાન લઇ જઈને રિલેક્સ કરવા.
  • ધ્યાન શ્વાસની તરફ કરવું.
  • શ્વાસ ડાબા નાકમાંથી આવે તો એ તરફ અને જમણા નાકમાંથી આવે છે તો એ તરફ ધ્યાન આપવું. 

આ સ્ટેપ કરવાથી બાહ્ય મન શાંત થશે. આંતર મનને શાંત કરવાની પદ્ધતિ આવતી કાલે.

આજનો સારાંશ:

સારાંશ તો ના કહેવાય પણ આજે હોમવર્ક આપ્યું છે તે સારાંશમાં કહીશ. 

  • ૐ અગિયાર વખત બોલવું અને અંતમાં શાંતિ મંત્ર.
  • દિવસમાં પાંચ વખત પાંચ-પાંચ મિનિટ પ્રાણાયામ કરવું.
  • દિવસમાં ચાર વખત બીજ મંત્ર બોલવા. (લં, વં, રં, યં, હં, ૐ)
  • ધ્યાન કરવું (મિનિમમ સાત મિનિટ થી પંદર મિનિટ )

*******

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 3                                                                                                                સ્વર યોગા અનુભવ – દિવસ 5

 

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 9, 2021 માં DIARY, SELF / स्वयं

 

ટૅગ્સ: ,

સ્વર યોગા અનુભવ – દિવસ 3


જેમ જેમ અનુભવ થતો જાય છે, શીખવા મળે છે એમ એમ વધુ રસ પડતો જાય છે. અફસોસ થાય છે કે આ બધું પહેલા શીખવાનું કે જાણવાનું મન કેમ ના થયું!!? પણ જાગ્યા ત્યારથી સવાર. જેમ આધ્યાત્મિક પુસ્તકો વાંચીને મજા આવી અને તેમાં વધુ ઊંડા ઉતારવાનું મન થયું અને ખુબ બધા પુસ્તકો, ગ્રંથો વાંચ્યા અને હજુ ચાલુ જ છે તેમ યોગા માં પણ મજા આવે છે અને વધુ શીખવાની અને જાણવાની ઈચ્છા વધતી જાય છે. આજે મારા યોગ ગુરુ ખુબ સ્પીડમાં બોલતા હતા અને ઘણું પ્રેક્ટિકલ પણ હતું એટલે બધું નોટ-ડાઉન કરવાનો સમય રહ્યો નહોતો, પણ જેટલું યાદ છે તે લખું છું.

ૐ (ઓમ) કંઈ રીતે બોલવું જોઈએ?

ૐ ત્રણ અક્ષરથી બન્યો છે, અ-ઉ-મ. અ + ઉ = ઓ. ઓ એ અકાર કહેવાય અને મ મકાર કહેવાય. ૐ માં અકાર અને મકાર બંને આવે છે. શ્વાસ લઈને ૐ બોલવું જેમાં ઓ (અકાર) બોલતી વખતે મનમાં ત્રણ વાર ગણવું…. અને પછી મ બોલવો જ્યાં સુધી શ્વાસ પૂરો છોડો ત્યાં સુધી. આવી રીતે ૐ અગિયાર વખત બોલવું. અગિયાર વખત બોલી લીધા પછી લાસ્ટમાં ૐ શાંતિ શાંતિ શાંતિ (શાંતિ મંત્ર) બોલવું. 

શાંતિ મંત્રમાં શાંતિ ત્રણ (3) વખત કેમ?

આપણા હાથમાં ત્રણ ચીજો ના હોય. (1) દૈવિક તાપ, (2) ભૌતિક તાપ અને (3) દૈહિક તાપ. આ ત્રણને શાંત કરવાં માટે શાંતિ મંત્રમાં શાંતિ ત્રણ વખત બોલવામાં આવે છે. સવાલ એ થશે કે આ વળી ક્યાં પ્રકારના તાપ? તો એની થોડી ડિટેઇલ જોઈએ.

  • દૈવિક તાપ : વાતાવરણમાં ચેન્જીસ કે નુકશાન થતું હોય તે. જેમ કે જોરદાર ગરમી, વરસાદ કે ઠંડી પાડવી. સુનામી કે પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફતો. આ બધાને દૈવિક તાપ કહેવાય જેમાં આપણે ધરવા છતાં પણ કંઈ કરી શકીએ નહિ.
  • ભૌતિક તાપ : ભૌતિક એટલે ભૂત. (ભૂત પિશાચ વાળો ભૂત નહિ, કે ભૂતકાળ વાળો ભૂત નહિ.) સંસ્કૃતમાં ભૂત એટલે માણસ અને પ્રાણી. લોકોને લોકોથી તકલીફ થતી હોય તેને ભૌતિક તાપ કહેવાય. આપણી આજુબાજુના કોઈક ને કોઈક માણસોથી આપણને તકલીફો થતી હોય છે પણ આપણે કંઈ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે એક ધોબીને લીધે રામ અને સીતા ને તકલીફ પડી તેને ભૌતિક તાપ કહી શકાય.
  • દૈહિક તાપ : દૈહિક એટલે દેહ-શરીર કે બોડી. આપણા શરીરની કોઈ ગેરંટી છે? આપણને સાજા કરનાર ડોક્ટર પણ બીમાર પડે અને એ પણ અકસ્માતે મૃત્યુ પામે. આપણને જ્ઞાન આપનાર ગુરુ પણ દૈહિક તાપ થી બચી ના શકે. 

એટલે જે ચીજ આપણા હાથમાં ના હોય તેને શાંત કરવા માટે શાંતિ મંત્રમાં (ૐ શાંતિ શાંતિ શાંતિ) શાંતિ ત્રણ વખત બોલવાનું હોય છે. આ બોલતી વખતે બે હાથ જોડી માથું નમાવીને પ્રણામ કરીને ઉપર જે ત્રણ તાપ કહ્યા તે વાત સ્વીકારી લેવી. હાથ જોડીને અને માથું નમાવીને જ પ્રણામ કેમ કરવાનું? તો આપણો ડાબો હાથ એટલે ચંદ્ર, શરીરમાં રહેલું સ્ત્રી તત્વ અને જમણો હાથ એટલે સૂર્ય, પુરુષ તત્વ. બંને મળીને માથામાં રહેલ અહંકાર અને બુદ્ધિને સમર્પિત કરવાની સંજ્ઞા એટલે માથું નમાવિને પ્રણામ કરવું.

પ્રાણાયામ :

આજે પ્રાણાયામ કરતા શીખવાડ્યું અને તેના વિષે કહ્યું. પ્રાણાયામ એટલે પ્રાણ + આયામ. પ્રાણ એટલે એનર્જી / શક્તિ અને આયામ એટલે પામવું. શક્તિ/એનર્જી માણસને વાતાવરણ, ખોરાક, પાણી, વ્યક્તિ વગેરેમાંથી પણ મળતી હોય છે તો પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય તે પણ સવાલ થાય. તો તેનો જવાબ છે કે પ્રાણાયામથી શ્વાસની ગતિ ઘટે છે અને શક્તિ પણ મળે છે. 

વ્યાયામ એટલે વ્યય + આયામ. વ્યય એટલે કંઈક ખોવું. કંઈક ખોઈને કંઈક પામવું એટલે વ્યાયામ. વ્યાયામ કરવાથી શું થાય તે બધાને ખબર જ છે એટલે એની ચર્ચા નથી કરતો, પણ વ્યાયામ અને પ્રાણાયામ વચ્ચેનો ફર્ક સમજવાનું સહેલું રહે એટલે વ્યાયામનો ઉલ્લેખ કર્યો છે. શ્વાસની ગતિ વધે એ વ્યાયામ, શ્વાસની ગતિ ઘટે એ યોગા / પ્રાણાયામ. મેટાબોલિક રેટ વધે તે વ્યાયામ અને મેટાબોલિક રેટ સ્થિર રહે કે ઘટે તે યોગા / પ્રાણાયામ.

પ્રાણાયામ મુખ્યત્વે બે (2) પ્રકારના છે.

  • રાજયોગ પ્રાણાયામ : આ પ્રકારના પ્રાણાયામ સ્પિરિચુઅલ સેન્ટરમાં વધુ શીખવાડવામાં આવતા હોય છે જેમ કે આર્ટ ઓફ લિવિંગ અને બીજા પણ છે. 
  • હઠયોગ પ્રાણાયામ : આ પ્રકારના પ્રાણાયામ સર્ટિફાઈડ યોગા ટીચર દ્વારા શીખવાડવામાં આવતા હોય છે. હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. શરીરની ગરમી અને ઠંડી બંનેને બેલેન્સ કરવી એટલે હઠયોગ પ્રાણાયામ. સ્વર યોગા હઠયોગ છે. 

નાડી શોધન પ્રાણાયામ:

શરીરની નસો (નાડીઓ) ને સાફ કરવાનું કામ કરે છે. આપણા ફેફસાની કેપેસીટી 6000 ML શ્વાસની હોય છે. આપણે જયારે શ્વાસ લઈએ છીએ ત્યારે 2500 ML નો શ્વાસ લેતા હોઈએ અને નોર્મલી આપણે શ્વાસ લઈને તરત છોડી દેતા હોઈએ ત્યારે 500 ML કાર્બન ડાયોક્ષાઇડ ફેફસામાં એમને એમ પડ્યો રહે છે કારણકે આપણે શ્વાસ પૂરો છોડતા નથી અને તરત નવો શ્વાસ લેતા હોઈએ છીએ. 

શ્વાસની ક્રિયાના 4 પ્રકાર હોય છે. શ્વાસને લેવું, શ્વાસને અંદર રોકવું, શ્વાસને છોડવું અને શ્વાસ છોડ્યા પછી થોડીવાર રોકાવું (શ્વાસ વગર રહેવું.) બધા બે ક્રિયા તો કરતા જ હોય છે શ્વાસ લેવું અને છોડવું, બે ચીજ જ શીખવાની હોય છે પ્રાણાયામ માં થી. શ્વાસ અંદર રોકવાથી ફેફસા ઓક્સિજન પૂરું લઈ શકે અને અંદર રહેલો કાર્બન ડાયોક્ષાઇડ બહાર ફેંકી શકે. શ્વાસ છોડીને રાહ જોવાથી શરીરના સેલ ઓક્સિજનની ડિમાન્ડ કરશે, ત્યારે ત્રણ સેકન્ડ રાહ જોવડાવ્યા પછી શ્વાસ લેવાથી શરીરના સેલ ઓક્સિજન પૂરેપૂરું ખેંચી લેશે અને આમ કરવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ ધીરે ધીરે વધતું જશે. 

શ્વાસ કેટલી વાર રોકી રાખવો?

આજે પહેલો દિવસ હતો પ્રાણાયામનો એટલે અમને છ (6) સેકન્ડ રોકી રાખવાનું કહ્યું. જે ધીરે ધીરે અને વધુ માં વધુ 16 સુધી પહોંચાડવાનું કહ્યું છે. રોજ પાંચ મિનિટ પાંચ વાર છ સેકન્ડ રોકવાનું કહ્યું છે. જેને પ્રાણાયામની ક્રિયા કહેવામાં આવે છે. 16 સુધી પહોંચ્યા પછી દિવસમાં બે વખત જ કરવાનું થશે. આમ કરવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ 99 સુધી પહોંચી શકે. 

બીજ મંત્ર :

આપણા શરીરમાં સાત (7) ચક્રો હોય છે. મૂલાધાર ચક્ર, સ્વાધિસ્ટાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આ બધા જ ચક્રો શરીરમાં અલગ અલગ તત્વો દર્શાવે છે અને બધાને જાગૃત કરવા માટેના અલગ અલગ મંત્રો છે. પ્રાણાયામ કર્યા પછી અને ધ્યાનમાં (જે આવતીકાલના સેશનમાં આવશે) બેસવું. તો હવે સાત ચક્રો ક્યાં તત્વોના છે અને તેના મંત્રો ક્યાં છે તે જોઈએ.

  • મૂલાધાર ચક્ર : પૃથ્વી તત્વ. આ ચક્ર આપણા પગના ભાગે હોય છે. આ ચક્રનો મંત્ર છે : લં (LAM) લ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે.
  • સ્વાધિસ્ટાન ચક્ર : જલ / પાણી તત્વ. આ ચક્ર ડુંટીની ત્રણ આંગળ નીચે હોય છે. જે પાણીનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : વં  (VAM) વ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી સ્વાધિસ્ટાન ચક્ર જાગૃત થાય છે.
  • મણિપુર ચક્ર : અગ્નિ તત્વ. આ ચક્ર ડૂંટીના ભાગમાં હોય છે. જે અગ્નિનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : રં  (RAM) ર બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી મણિપુર ચક્ર જાગૃત થાય છે.
  • અનાહત ચક્ર : વાયુ તત્વ. આ ચક્ર છાતીના ભાગમાં હોય છે. જે વાયુનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : યં (YAM) ય બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
  • વિશુદ્ધ ચક્ર : આકાશ તત્વ. આ ચક્ર ગળાના ભાગમાં હોય છે. જે આકાશનો વિસ્તાર કહેવાય છે. આ ચક્રનો મંત્ર છે : હં (HAM) હ  બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી વિશુદ્ધ ચક્ર જાગૃત થાય છે.
  • આજ્ઞા ચક્ર : મહત્ત તત્વ. આ ચક્રને ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે કારણકે તે બંને આંખની ઉપર બંને નેણની વચ્ચે છે. આ ચક્રનો મંત્ર છે : ૐ / ઓમ (AUM) ઓ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી વિશુદ્ધ ચક્ર જાગૃત થાય છે.
  • સહસ્ત્રાર ચક્ર : તત્વાતીત તત્વ. ચક્રોમાં શિરમોર એવું ચક્ર, સૌથી ઉપરનું, નીચેથી સાતમું એવું આ ચક્ર. સહસ્ત્રારચક્ર, ક્રાઉનચક્ર, શૂન્યચક્ર – આ બધા એના નામ. આ ચક્રનો પણ મંત્ર છે : ૐ / ઓમ (AUM) ઓ બોલીને મ લાંબો ખેંચવાનો બોલતી વખતે. આ મંત્રથી સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે.

આ બધા મંત્રો યાદ રાખવાનો સરળ ઉપાય  : લ વ ર – ય હ – ઓ 

આજનો સારાંશ:

સારાંશ તો ના કહેવાય પણ આજે હોમવર્ક આપ્યું છે તે સારાંશમાં કહીશ. 

  • ૐ અગિયાર વખત બોલવું અને અંતમાં શાંતિ મંત્ર.
  • દિવસમાં પાંચ વખત પાંચ-પાંચ મિનિટ પ્રાણાયામ કરવું.
  • દિવસમાં ચાર વખત બીજ મંત્ર બોલવા.

*******

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 2                                                                                                           સ્વર યોગા અનુભવ – દિવસ 4

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 7, 2021 માં DIARY, SELF / स्वयं

 

સુખ, સુખ અને સુખ


ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે!

બપોરના બે વાગ્યા હતા. પોતે બરાબર બાર વાગ્યાની લખવા બેઠી હતી. પરંતુ તેના સાસુ તેને કેટલું સમજે છે! તેનું કેટલું ધ્યાન રાખે છે! એ હજી વિચારતી ત્યાં તેના સાસુ બોલ્યા “બેટા, હું બે-ત્રણ કલાકમાં પાછી આવી જઈશ. તું તારું લખજે. મેં તારી ચા પણ તૈયાર કરીને થમાેઁસમાં ભરી છે .” અને ઉષ્મા તરફ પ્રેમાળ સ્મિત કરી એ બહાર નીકળ્યાં.

ઉષ્માએ થોડું લખ્યું ત્યાં ડોરબેલ રણકી ઉઠી. ઉનાળામાં ભર બપોરે કોણ આવ્યું હશે? એવું  વિચારતાં ઉષ્મા ઊભી થઈ થઈ. બારણું ખોલતાં જ સ્તબ્ધ બની ગઈ. થોડી મિનિટો સુધી એ કંઈ બોલી જ ન શકી. આવનાર સ્ત્રી ઉષ્માને ઉમળકાભેર ભેટી પડી અને ઉષ્મા રુંધાયેલા  સ્વરે બોલી ઊઠી, “દીદી!”  બંને એકબીજાને ક્યાં સુધી જોતાં જ રહ્યા.  ઉષ્માને  એકાએક કંઈક ખ્યાલ આવ્યો હોય તેમ બોલી, “દીદી! અંદર તો આવ. દીદી! આખરે તેં મને શોધી કાઢી,નહીં? દીદી! સાચુ કહે,તમે બધાં મને યાદ કરતા હતા? ઘરે બધા મજામાં છે? અરે દીદી  તારો સામાન ક્યાં છે? તું એકલી આવી છે?”

“ઉષ્મા, તું એક સાથે આટલા બધા સવાલો પૂછે તો હું કઈ રીતે  જવાબ આપું? તારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ, પણ થોડી ધીરજ તો રાખ.”

“હા દીદી, તારી વાત સાચી. તું બેસ. હું પહેલા પાણી લઇ આવું. પછી આપણે વાતો કરીએ. ઉષ્મા પાણી લેવા ગઈ એ દરમિયાન દીદીએ એક નજર ઘરમાં ચારે તરફ નાખતાં તેમની ઉચ્ચ મધ્યમ વર્ગીય સ્થિતિનો સહેજે ખ્યાલ આવી જતો હતો. દરેક વસ્તુ ઢંગ થી  સુરુચીપૂર્ણ રીતે ગોઠવાયેલી હતી. ” દીદી! પાણી. હવે તો કહે દીદી, તેં મને કઈ રીતે શોધી? તમે મને યાદ કરતા હતા?”

“ઉષ્મા, તને શોધવા નો એક રસ્તો હતો અને તે એ કે તારી વાર્તાઓ. પરંતુ મુંબઈના કોઈ મેગેઝીમાં તારી વાર્તાઓ તારા ગયા પછી વાંચવા માં આવતી ન હતી એટલે માની લીધેલું કે તે લખવાનું છોડી દીધું હશે. પરંતુ એક મહિના પહેલાં મારા પતિની બદલી ઇન્દોર થી બે કલાક દુર એવા ગામમાં થઈ. અહીંના છાપાઓમાં તેમજ મૅગેઝિનમાં હું વાર્તાઓ વાંચતી હતી. મેં એકવાર મારા પતિને કહ્યું ‘ગુલમોહર ‘ના ઊપનામે લખતી વ્યક્તિ ઉષ્મા જ લાગે છે. શૈલી પણ ઊષ્મા જેવી જ છે. વળી અમુક પ્રસંગો નું વર્ણન પણ આપણા જીવનને મળતું આવતું હતું. મેં આ બાબતે મારા પતિનું ધ્યાન દોર્યું  તેા એ કહે, “ઉષ્મા! એવું કાંઈ નહિ. વાર્તાની વિશેષતા એ છે કે વાંચનારને લાગે કે જાણે કે આ આપણું  જ જીવન છે. અને વાર્તા પણ વાસ્તવિકતા વગર તો બનતી જ નથી ને?” પરંતુ આ બધી વાતો માનવા મન તૈયાર ન હતુ. મેગેઝીનના તંત્રીને વિનંતી કરી કે મને ‘ગુલમહોર’ નું સરનામું આપો અને એમને જ્યારે સરનામું આપ્યું ત્યારે હું આનંદવિભોર બની ગઈ. કારણ મારી ધારણા સાચી ઠરી હતી. ઉષ્મા !મા બાપનું દિલ છે, તને યાદ તાે કરે જ  ને ?પણ તું જે રીતે ઘર છોડીને જતી રહી એ આઘાત એટલો તો અસહ્ય હતો કે….”

ઉમા થોડુ અટકી એ જોતાં ઉષ્મા બોલી, “દીદી! શા માટે અટકી? જે હોય તે કહે ,બેધડક કહે .હું સાંભળવા તૈયાર જ છું .”

“ઉષ્મા જ્યારે પણ તું યાદ આવે છે ત્યારે તારી સાથે તારી અસામાન્ય બુદ્ધિ અને તેજસ્વિતા પણ યાદ આવે છે. મમ્મી-પપ્પાને એ જ દુઃખ હતું કે તારા જેવી સમજું અને ગુણીયલ છોકરી લગ્નના આગલા જ  દિવસે ઘર છોડીને ચાલી જાય અને અઠવાડિયા પછી છાપામાં આવે કે તેં કોઇક અજાણ્યા સૂચિત નામના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો કેટલું દુઃખ થાય? તું નહીં સમજી શકે. દુઃખનું ઓસડ દહાડા. મમ્મી પપ્પા દુઃખ ભુલતાં ગયા. દુઃખ ભુલ્યા વગર છુટકાે  પણ ન હતો. તારા તાે કંઈ સમાચાર જ ન હતા. એમની પણ ઉંમર થવા આવેલી છે. સાજામાંદા  રહે છે અવારનવાર. હું ત્યાં જતી હતી. એમને આપણા બે સિવાય બીજું છે પણ કોણ?”

ઊમાએ ઊષ્મા  સામે જોયું .એની આંખોમાંથી આંસુ ટપકતાં હતા. બોલી “દીદી, મેં તો માનેલું કે મમ્મી પપ્પા મને સમજી શકશે પણ…હવે જવા દો એ વાત. હું ભાગી ગઈ ન હતી, પરંતુ લગ્નના ત્રણ દિવસ પહેલાં જ હું ધૈવત ને મળવા ગઈ હતી. તેને કહ્યું, “તારા મા-બાપ ને તમે બે બહેનો  સિવાય છે પણ કોણ? ઉષ્મા! લગ્ન બાદ હનીમૂન કરવા આપણે અમેરિકા જઈશું. બે ટિકિટની વ્યવસ્થા કરી લીધી છે. પણ એ પૈસા તારા પપ્પા પાસે ફેરા ફરતી વખતે માંગીશ. દીદી! મેં ત્યારે જ  નિશ્ચય કરી લીધો કે જે છોકરો લગ્ન વખતે સસરા પાસે પહેલાં જ  ફેરામાં અમેરિકા ની ટિકિટના પૈસા માંગે તે બાકીના ફેરામાં તાે શું નૂ શું માંગે? તે ઉપરાંત પૈઠણમાં ખૂબ મોટી રકમ આપવાનું નક્કી થયું હતું. સોનું, ટીવી, ફ્રીઝ બધું ખરીદેલું. સ્કુટર પણ આપવાનું હતું. ત્યારબાદ પપ્પા પાસે મૂડી ખાસ રહેતી ન હતી. તેમાંય ધૈવત  વધારે માગણી કરે, પપ્પા મારા સુખ અને એમની ઈજ્જત ખાતર જરૂર તેની માગ પૂરી કરત-  દેવું કરીને પણ. તો પાછલી જિંદગીમાં એમનું શું થાત? હું માત્ર આ કારણે જ ધૈવત  સાથે લગ્ન કરવાની ના પાડું  તાે પપ્પાને એમની ગરીબી અને પુત્ર નહીં હોવાનું દુઃખ થાત. અને હું ચાલી ના ગઈ હોત તો બળજબરીથી પણ  ધૈવત સાથે મારા  લગ્ન કરાવત. એક આખો દિવસ મેં ખૂબ વિચાર્યું અને નિર્ણય કર્યો કે ઘર છોડીને જતા રહેવું. પણ મુંબઈમાં તો તમે મને ખાેળી જ કાઢેા. તેથી મેં મારી એક બહેનપણી જે હોસ્ટેલમાં રહેતી હતી અને ઈન્દોર ની હતી, તેને વાત કરી કે થોડા દિવસ મને તારે ત્યાં ઈંદાેર લઈ જા. અમે ઇંદાેર આવ્યા. તેના ઘરનાને મારી વાતની ખબર પડી. દરેકે મારા પ્રત્યે હમદર્દી બતાવી. પરંતુ મારી બહેનપણીના કાકાનો દીકરો સૂચિત મારી પાસે આવીને બોલ્યો, ” હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મારે તમારા જેવી જ પત્ની ની જરૂર છે તમારી ઈચ્છા હોય તો ….”અને મેં પણ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો .બસ પછી હું અહીં જ છું. મુંબઈ આવી જ નથી.”

ઉષ્મા થોડીવાર અટકી. ઉમા આશ્ચર્યથી તેના તરફ જોતી રહી .પછી કંઇક યાદ આવી ગયુ હોય તેમ બોલી, “ધૈવતના ત્યારબાદ એક મહિને લગ્ન થયેલા. તેણે તેની પત્નીને કાઢી મૂકી હતી. અને અત્યારે બીજી કોઈ શ્રીમંત યુવતિ સાથે લગ્ન કર્યા છે. ઉષ્મા !તેં ખરેખર સારું પગલું ભર્યું! પરંતુ આ રીતે લગ્ન કરી ને તું સુખી તો છે ને ? દીદી !સાચું કહું તાે મેં માત્ર સુખ, સુખ અને સુખ જ જાેયું છે. પ્રેમાળ પતિ છે. માબાપના પ્રેમ ની ઉણપ ન સાલે એવા સાસુ-સસરા છે અને એક બાબો છે. એ અત્યારે સ્કૂલે ગયો છે. તારો સંસાર કેવો ચાલે છે દીદી?”

“મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા. પરંતુ હાલમાં એમને નોકરી બદલી. એ ફાેરેસ્ટ ઓફિસર છે.  બે બેબી છે. બંને મજામાં છે.” ઉષ્મા હજી કંઈ પૂછવા જતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઊઠી. તેના સાસુ પાછા આવી ગયા હતા. બોલ્યા ,”ઉષ્મા! મારૃં કામ જલ્દી પતી ગયું. તારી વાર્તા લખાઈ ગઈ? તેં ચા પીધી કે નહીં ?અે હજી આગળ કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ એમની નજર એક અજાણી સ્ત્રી પર પડી ને અટકી ગયાં.

ઉષ્મા બોલી, “મમ્મી! મારી મોટી બહેન છે. એની બદલી નજીકમાં જ થઇ છે. મને મળવા આવી છે.”

“ચા નાસ્તો કર્યો કે નહીં? ઉષ્માને હવે  જ ખ્યાલ આવ્યો કે વાતોમાં  એ વિવેક કરવાનું પણ ભૂલી ગઈ હતી. ઊમાએ નમસ્કાર કર્યા અને ઉષ્માનાં સાસુએ આશીર્વાદ આપતાં કહ્યું, ” બેટી! સદા સુખી રહે. હવે તો તું અહીંયા આવી એટલે મારી ઉષ્મા પણ ખુશ રહેશે.”

ઉમા આ સાંભળીને  સ્તબ્ધ બની ગઈ. એ વિચારી રહી હતી કે દહેજ વગર ઉષ્મા એ લગ્ન કર્યા છે એટલે તેને સાસરે દુઃખ હશે. એના બદલે ઉષ્માને કેટલો બધો પ્રેમ મળે છે !એના સાસુ પણ ઉષ્મા માટે ‘ મારી ઉષ્મા’ શબ્દ વાપરે છે. ઉમા વધુ વિચારે તે પહેલાં જ એને સાસુ બોલી ઊઠયાં ,”તારા મમ્મી પપ્પાની તબિયત સારી છે? તેઓ મજામાં છે? તું એકલી કેમ આવી છે ?”

ઉમા ફરીથી ચમકી. એને હતું કે ઉષ્માએ મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે એટલે એના સાસરે કોઈ મમ્મી-પપ્પા વિષે પૂછે છે જ નહીં. પણ વસ્તુસ્થિતિ બિલકુલ ઉલટી હતી.  ઉષ્માના સાસુ બીજા રુમ માં ગયા કે ઉમા બોલી ઊઠી ,”ઊષ્મા તું તો ખરેખર નસીબદાર છે. તારા સાસરે બધા તને ખૂબ પ્રેમ કરે છે, નહીં?”

“સાચું કહું દીદી!   મારા સાસુ તો હંમેશા કહે છે કે મારી  ઊષ્મા ને કંઈ પણ દુઃખ પડે તેા તે ક્યાં જાય? બિચારી માટે પિયર નો દરવાજો બંધ છે. જે ગણો એ એના માટે અમે  જ છીએ. અને અમારી ફરજ છે કે તેને ક્યારેય મા-બાપની ખોટ સાલવા ના દેવી.”

ઉષ્મા આગળ કંઈક બોલવા  જતી હતી, ત્યાં તેના સાસુ રૂમમાં પ્રવેશતા બોલ્યા, “હવે તમે બંને નાસ્તો કરી લો.” અને ઉમા સામે જોઈને બોલ્યા, “ઉષ્મા,  લખવા બેસે ત્યારે તેને ખાવા-પીવાનું ધ્યાન જ રહેતું  નથી. મારે જ યાદ રાખવું પડે છે. જો હું થર્માેસમા ચા મૂકીને ગઈ હતી, અને એને એ પીવાનું  ય યાદ ન રહયું.” ઊમાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એ માની પણ શકતી ન હતી કે સાસુ વહુનું આટલું બધું ધ્યાન રાખે. અત્યારે પણ ઉષ્મા તેની સાથે વાતો કરી રહી હતી અને ચા નાસ્તો તેના સાસુ જ  લાવેલા…તે પણ કેટલા પ્રેમથી !

ત્યાં જ ડોરબેલ રણકી અને ઉષ્માનો પતિ અને તેનો પુત્ર દાખલ થયા. ઉષ્માએ ઘડિયાળમાં જોયું પતિ તથા પુત્રને જોડે વહેલા આવેલા જોઈ આશ્ચર્ય પામતા કોઈ કંઈ પૂછે તે પહેલાં જ તેના સાસુ હસતાં હસતાં બોલ્યા ઘડિયાળમાં જોવાની જરૂર નથી. મેં  જ સૂચિત ને ફોન કરીને બોલાવ્યો અને કહ્યું કે અદ્વૈતને એ સ્કૂલેથી સાથે લેતો આવજે. એ પણ એના માસી ને મળે ને? થોડીવાર વારમાં એના પપ્પા પણ આવી જશે “.ઉષ્માને થયું કે તેના મનની વાત જાણે  એના સાસુએ સાંભળી લીધી હતી.

ઊમાએ તાે આટલા બધા પ્રેમાળ વાતાવરણની કલ્પના પણ કરી ન હતી.એ તો હજુ પણ માની શકતી ન હતી કે સાસરીમાં વહુ ને માટે આટલો બધો પ્રેમ- ઇજ્જત હોઈ શકે. ઊમાને તાે બીક હતી કે ઉષ્મા કદાચ સુખી નહિ હોય. કોણ જાણે એના સાસરે  બધાનાે સ્વભાવ પણ કેવાે હશે? પરંતુ અહીં તો બધા એની સાથે એવી રીતે વાતો કરતા હતા જાણે કે વર્ષો નો પરિચય હોય. વાતોમાં પણ પ્રેમની સરવાણી વહેતી હતી. જૂની વાતોનો ક્યાંય ઉલ્લેખ સરખો ન હતો .

ઊષ્માના સસરા પણ હવે આવી ગયા હતા .ઉષ્માના સાસુ-સસરા તો એની સાથે એવી રીતે વર્તતા હતા જાણે કે એમની પુત્રી ! અને ઉમાને  અધિકારપૂર્વક ઠપકાે પણ એકલા આવવા બદલ આપ્યો. ઊમા  બચાવ કરતાં થોડાક ઉદાસ સ્વરે બોલી, “મારી બે બેબીઓને અહીં ગામડામાં ગમતું નથી. ઘરની બહાર જ નથી નીકળતી. મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી હતી. ગામડામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી એટલે સ્કુલે પણ છોકરીઓ જતી નથી. ઘેર હું અને એના પપ્પા છોકરીઓને ભણાવીએ છીએ.”

વાતમાં ને વાતમાં સાંજ થવા આવી. ઊમા જવા તૈયાર થઈ ગઈ ત્યારે બધાએ ખૂબ આગ્રહ પૂર્વક રોકાવાનું કહ્યું,પરંતુ ઊમાએ “ઘેર બંને પુત્રીઓ અને પતિ રાહ જોતા હશે” કહી  વાત ટાળી અને જ્યારે ઊમા  જવા તૈયાર થઈ ત્યારે  ઊષ્માના સાસુ સાડી આપતા બોલ્યા, “બેટી! સહેજ પણ આના-કાની ના કરીશ. નહીં તો અમારું દિલ  દુઃખાશે. તું પણ અમારી ઉષમા જેવી જ દીકરી છું.” વિદાય વખતે ઊમાનુ દિલ લાગણીથી ભરાઈ આવ્યું. ઊમા ઘેર પહોંચી ત્યારે ખૂબ ખુશ હતી.

બહેનનાે સુખી સંસાર તેની સામે ખડો થઇ ગયો હતો. કેટલું સંસ્કારી અને પ્રેમાળ કુટુંબ હતું !આખી રાત તે પતિ અને પુત્રીઓ સાથે ઊષમાની તથા તેના ઘરની વાતો કરતી રહી એટલું જ નહીં, તે રાત્રે પત્ર દ્વારા ઉષ્માના સુખી સંસાર નું વર્ણન તેના મમ્મી-પપ્પાને લખી નાખ્યું. બે દિવસ બાદ એક  બપોરે ઉમાના ઘરની ડોરબેલ રણકી ઉઠી. ઉમા એ બારણું ખોલ્યું તો સ્તબ્ધ બની ગઈ. સામે ઉષ્માના સસરા ઉભેલા.  શું બોલવુ   એ ખબર પડતી ન હતી ત્યાં જ સ્નેહાળ  સ્મિત વેરતા ઊષ્માના  સસરા બોલ્યા,”મને ઘરમાં આવવાનુ નહીં કહે?”

ઊમા ક્ષોભ છુપાવતા બોલી, “હું તાે તમને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તમને કયા શબ્દોમાં આવકાર આપવો એ જ ખબરના પડી.”

ઉષ્માના સસરા બોલ્યા ,”બેટી !  હું ખાસ કામે આવ્યો છું. તારા પતિ …” ત્યાં જ એક જુવાન આવ્યો. ઉષ્માએ પતિ નો પરિચય કરાવ્યો અને ઉષ્માના સસરા વાત આગળ ચલાવતા બોલ્યા, “હું ,તમારી બંને પુત્રીઓને લેવા આવ્યો છું. ઈન્દોરમાં મારા મિત્રની ઓળખાણથી બંને જણને અંગ્રેજી માધ્યમની શાળામાં એડ્મિશન મળી ગયું છે અને બંને જણાં મારે ત્યાં જ રહેશે”.

ઉમા અને તેના પતિની ખુશીની સીમા ન હતી. તેમની મૂંઝવણનો અંત સહેજમાં આવી ગયો હતો. પરંતુ હજી આ વાત માન્યામાં આવતી ન હતી. પતિ-પત્નીના મનની મૂંઝવણ તેઓ સમજી ચૂક્યા અને હસતાં  હસતાંબોલ્યા, “અમારા અધ્વૈત ને બહેન નથી. એને એક સાથે બે બહેનો મળશે તો બહુ જ ખુશ થઇ જશે .”

દિવસો પસાર થવા લાગ્યા. બંને બહેનોને માસીને ત્યાં ગમવા લાગ્યું. હવે ઉષ્માના માતા-પિતાએ પણ ઉષ્મા સાથે  પત્ર વ્યવહાર ચાલુ કર્યો હતો. એકવાર ઉષ્માનો સાસરીયા ના આગ્રહ ને  વશ થઈને દીકરી ને ત્યાં નહીં રહેવાનો નિયમ નેવે મૂકીને  ઈંદાેર પણ આવી ગયા. દાૈહિત્ર અધ્વેતને રમાડી ગયાં અને પુત્રીનો સુખી સંસાર જોઈ આનંદિત બની ગયા.

પરંતુ બંને પુત્રીઓ દૂર જવાથી ઊમા અને તેના પતિને ઘર ખાલી લાગવા લાગ્યું અને તેઓએ  નિર્ણય કરી લીધો કે આ નોકરી છોડી પાછા મુંબઈ જતા રહેવું અને તેમના નસીબ એ ત્યાં નોકરી પણ મળી ગઈ. એ દરમિયાન વર્ષ પૂરું થવા આવ્યું હતું. બંને પુત્રીઓ પ્રથમ નંબરે પાસ થઈ હતી. હવે તેઓ પાછાં મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલી છતાં ઈંદાેર છોડીને મુંબઈ પાછા ફરતાં બંને પુત્રીઓની આંખો  માં આંસુ આવી ગયા. એ જોઈ  ઊમા અને તેનો પતિ ઉષ્માના સાસરિયાંએાને કહ્યા વગર ના રહ્યા કે ,”અહીં કંઈક એવું છે કે આવનાર ને આ જગ્યા છોડીને જવું ગમતું નથી.”

ઉષ્માના  સસરા ગંભીર અવાજે બોલ્યા, “સાચી વાત છે . અહીં માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે. એક મનુષ્ય બીજા મનુષ્યને સમજવા પ્રયત્ન કરે, તેની મુસીબતોમાં મદદ કરે, હૃદયથી સ્નેહ આપે,  એવા વાતાવરણમાં દુઃખ પ્રવેશી પણ ના શકે. ત્યાંનું વાતાવરણ સ્વર્ગ થી સહેજ પણ ઊતરતું ના હોય.” સહેજ સ્મિત કરતા ઉમેર્યું, “અને સ્વર્ગ છોડીને જવું તો  કોઈને ગમે જ નહીં ને?”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 7, 2021 માં Nayna Shah