RSS

Daily Archives: ઓક્ટોબર 4, 2012

પ્રેમ એટલે – મુકુલ ચોકસી


પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો

સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં

ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો

કલરવ યાદ આવે, એ પ્રેમ છે

દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ

પાલવ યાદ આવે, એ પ્રેમ છે

પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,

ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે

એક છોકરી, ને તે ય શ્યામવરણી

વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,

મને મૂકી, આકાશને તું પરણી

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય

અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 4, 2012 માં Poems / कविताए

 


JVpedia - Jay Vasavada blog

સામાન્ય રીતે છપાયેલા લેખ તરત જ બ્લોગ પર મુકવાના ‘લોકપ્રિયતા’ ઉઘરાવવાના ધખારાનો હું સૈદ્ધાંતિક વિરોધી રહી, અસામાન્ય સંજોગો સિવાય ક્યારેય જે અખબાર મને લખવાનું વળતર આપે છે, એની સાથેનો પ્રિન્ટ કોપીની શાહી પણ સુકાય એ પહેલા ઓનલાઈન વાચકો મેળવવાનો આવો ઉઘાડો દ્રોહ કરતો નથી. પણ આજ (૩ ઓક્ટોબર)નો લેખ કેટલીક મિસ્ટેક્સ સાથે છપાયો છે. એક-બે લીટી ચવાઈ પણ ગઈ છે. અને વિષય તાજો છે. એટલે જરૂરી સુધારા કરી અત્રે મૂકી દઉં છું. ભલે જરાક ‘ઓવર’ લાગે પણ ‘ઓહ માય ગોડ’  ફિલ્મ તો વધુ ને વધુ લોકો જોઈને કંઇક વિચારતા થાય એવી મારાં અનુભવોમાંથી નીકળેલી દિલી તમન્ના છે. મેં મૂળ નાટક જોયું ત્યારે જ મને એ બહુ ગમેલું. એ વખતે સચિન ખેડેકર – કમલેશ મોતાએ ભજવેલું ને એનો ક્લાઈમેક્સ વધુ ડાર્ક હતો. મેં તો ત્યારે ય મારી કોલમમાં એને મેં જોયેલા શ્રેષ્ઠત્તમ ગુજરાતી નાટકો પૈકીનું એક કહ્યું હતું. માટે ફિલ્મ રિલીઝ થઇ એ શુક્રવારે તો હું સવારે રાજકોટ આકાશવાણી પર ઇન્ટરવ્યુ…

View original post 2,517 more words

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 4, 2012 માં Uncategorized

 

ટૅગ્સ: