RSS

તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )

12 માર્ચ

એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.?

બિરબલ બોલ્યો જહાપનાહ આપણા રાજ્યની વાત છોડો આખી દુનિયાના ઘરોમાં પત્નીનું જ રાજ ચાલતું હોય છે પતિ તો બિચારો બહાર બડાશ મારે તેટલું જ બાકી ઘરમાં એનું કાંઇ ના ચાલે. પણ બિરબલ ના આવા જવાબથી બાદશાહને સંતોષ ના થયો તેમણે કહ્યું બિરબલ હું આ વાત નથી માનતો તારે મારી જોડે શરતમાં આવવુ પડશે જો હું હારુ તો હું મારી મુંછો મુંડાવી નાખીશ પણ બિરબલ જો તું હારે તો તારે તારી મુછો મુંડાવી નાંખવી પડશે. બિરબલે કહ્યું ઠિક છે જહાપનાહ કાલે વાત. બિરબલે તરત જ રાજ્યમાં ઢંઢેરો પિટાવી નાખ્યો કે આ રાજ્યના અતિ મહત્વ ના પ્રશ્ન માટે રાજ્યના સર્વે પરણીત પુરુષોએ રાજ દરબારના ક્રીંડાંગણમાં કાલે સવારે હાજર થવાનું છે.

વાત વાયુવેગે ફેલાઇ ગઇ ને બીજા દિવસે રાજયના તમામ પરણીત પુરુષો નો જમાવડો થઇ ગયો .પછી તરત જ બિરબલે કહ્યું કે ભાઇઓ અહીંયા સ્ટેજની એક બાજુ એક સરસ પાણીદાર ઘોડા છે અને બીજી બાજુ સરસ લાલ ઉંચી જાતના સીમલાથી મંગાવેલા સફરજન છે. અહીંયા જેના ઘરમાં પત્નીનું ચાલે છે તેણે સફરજન લઇ નીચે ઉતરી જવાનુ છે અને જે વીરપુરુષ પત્નીનું નથી માનતો તેને આ પાણીદાર ઘોડો આપી નવાજવામા આવશે. પણ જે કોઇ ખોટુ બોલશે તેને કડક મા કડક સજા કરવામા આવશે. થોડીવારમાં તો સફરજન ફટાફટ ખાલી થવા માંડ્યા .કોઇ જોખમ લેવા માંગતુ નહોતુ. બાદશાહની મુંઝવણ વધતી જતી હતી ને બિરબલ મનમાં ને મનમાં મલકાતો હતો. ત્યાં જ અચાનક બાદશાહના મોંઢા પર ચમક આવી.

બિરબલે જોયું તો એક જણ ઉભો થઇ ઘોડા તરફ આગળ વધ્યો બાદશાહે તેને બોલાવી પીઠ થાબડી ને ખેશ પહેરાવી સન્માન કર્યુ ને ઘોડો આપી રવાના કર્યો. બાદશાહે બિરબલ સામે જોયું ને મુછો પર તાવ દિધો જોયું બિરબલ રાજ્યમાં બધાય કાંઇ જોરુ ના ગુલામ ના હોય. બિરબલે નીચુ જોયું. સમારોહ સમાપન સુધી આવી ગયો પણ પછી કોઇ માઇ નો લાલ ઉભો ના થયો. દરબાર ખાલી થઇ ગયો બાદશાહ બોલ્યા બિરબલ હજામ ને બોલાવુ હવે?

બિરબલ કાંઇ બોલે ત્યાં તો પેલો ઘોડાવાળો પાછો આવતો દેખાયો બિરબલ પાસે આવી સલામ કરી કહેવા લાગ્યો બિરબલજી આ ઘોડો પાછો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો ને. બિરબલે પુછ્યું કેમ ભાઇ આમા સુ ખરાબી છે.? તો પેલો ભાઇ બોલ્યો બિરબલજી મારી પત્ની ને સફેદ ઘોડો પસંદ છે એટલે તમે આ કાળો ઘોડો લઇ લ્યો ને મને સફેદ ઘોડો આપો.!

આ સાંભળી બિરબલ ના મોઢા પર ચમક આવી ગઇ ને તરત જ બોલ્યો સિપાહીઓ આને કેદ કરી નાખો.પછી બિરબલ તરત જ બાદશાહ સામે જોયુ ને કહ્યું કે રહેવા દેજો જહાપનાહ હજામ ને ના બોલાવતા કારણ કે મુંડાયેલી મુંછોમા તમે સારા લાગશો નહીં ને રાણી સાહેબા પાછા તમને રાણીમહેલમા આવવા નહીં દે આટલું બોલ્યા પછી તરત જ બિરબલે મુંછ પર તાવ દિધો. બિરબલની વાત સાંભળી બાદશાહે તરત જ નીચું જોયુ. અને પછી બિરબલ પાસે આવી તેની પીઠ થાબડી.

તો બોલો હવે તમે પણ નક્કી કરો કે તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા….

 
4 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 12, 2013 માં Laughing Zone, Very Nice

 

4 responses to “તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )

  1. અમિત પટેલ

    માર્ચ 12, 2013 at 1:30 પી એમ(pm)

    એમાં કાંઇ પુછવાનું હોય !!! અમે સફેદ ઘોડાવાળા !!! 🙂 🙂

    Like

     
  2. navlikrakholian

    માર્ચ 14, 2013 at 9:50 એ એમ (am)

    nice

    Like

     
  3. Jayesh Khandla

    માર્ચ 21, 2013 at 12:47 પી એમ(pm)

    અમે તો નથ ઘોડાવાળા કે નથ સફરજનવાળા અમે તો છી અમારી મનમાંનીવાળા (હજી ઇ વિધિ બાકી સ )

    Like

     

Leave a reply to ચેતન ઠકરાર જવાબ રદ કરો